વૈશાખ: ૨૪૮૬ : ૧૧ :
અને
તે અનુભવનો ઉપાય
રાજકોટ શહેરમાં સમયસાર ગા. ૧૪૨–૪૩–૪૪
ઉપરનાં મહત્વનાં પ્રવચનોનો સાર
જે જીવ આત્માનો ખરો જિજ્ઞાસુ થઈને તેના અનુભવનો પ્રયત્ન કરવા
મથે છે, તેને શું થાય છે ને કઈ રીતે તે સ્વાનુભવમાં પહોંચે છે–તે
સંબંધી સુંદર વિવેચન જાણવા માટે ગુરુદેવનું આ પ્રવચન વાંચો
(ગતાંકથી ચાલુ)
૧૭. જે જીવ આત્માનો ખરો જિજ્ઞાસુ થઈને તેના અનુભવનો પ્રયત્ન કરવા મથે છે તેની આ
વાત છે. અંતરના અનુભવમાં વળ્યા પહેલાં અનેક પ્રકારના વિકલ્પોની જાળ ઊઠે છે. પરંતુ કરું એવી
તો વાત નથી, અશુભવિકલ્પોની પણ વાત નથી, શુભ વિકલ્પોમાં પણ બહારના વિકલ્પોની વાત નથી;
અંતરમાં ઢળવાં માટે ‘હું જ્ઞાન છું, હું નિત્ય છું, ઈત્યાદિ જે વિકલ્પો ઊઠે છે તે વિકલ્પોની જાળમાં જ્યાં
સુધી અટવાઈ રહે ત્યાં સુધી પણ સ્વાનુભવમાં પહોંચાતું નથી. જ્યારે તે વિકલ્પની જાળમાંથી બહારથી
નીકળીને, જ્ઞાનભાવમાં પહોંચે છે ત્યારે તે વિકલ્પોની જાળ આપોઆપ સમાઈ જાય છે. બહારથી
ખસીને અંતરમાં ઢળતાં વચ્ચે એવો વિકલ્પોનો કાળ આવે છે, પણ જ્ઞાનલક્ષે તે વિકલ્પોને ઓળંગીને
સ્વાનુભવ થાય છે.
૧૮. વિકલ્પો વચ્ચે આવે તેને સાધન માનીને અટકે, તેના વેદનમાં શાંતિ ભાસે, તેને તો તે
વિકલ્પોનો જ કાળ છે, તેને તો સ્વાનુભવનો કાળ આવતો નથી. પણ જે આત્માર્થી છે તેને તો
વિકલ્પોના કાળે પણ જ્ઞાનસ્વભાવનું લક્ષ ભેગું જ વર્તતું હોવાથી એકલા વિકલ્પોનો જ કાળ નથી,
વિકલ્પોનું જ અવલંબન નથી, પણ જ્ઞાનલક્ષનું અવલંબન હોવાથી તે વિકલ્પોને ઓળંગીને અપૂર્વ
સ્વાનુભવનો અવસર પ્રાપ્ત કરે છે.–ચૈતન્યના શાંતસરોવરમાં જઈને વિકલ્પોની આકુળતાના આતાપને
શમાવે છે. ચૈતન્યની આવી અનુભૂતિમાં એકલો અતીન્દ્રિય શાંતરસ જ વેદાય છે, ત્યાં વિકલ્પોની
વિષમતા વેદાતી નથી.
૧૯. ચૈતન્યનું સ્ફૂરણ થતાં જ, એટલે કે અંતર્મુખ થઈને જ્યાં ચૈતન્યને લક્ષમાં લીધો ત્યાં જ,
સમસ્ત વિકલ્પોની ઈંદ્રજાળ દૂર થઈ જાય છે. જેમ સિંહનો જરાક રણકાર થતાં જ હરણીયાં દૂર થઈ
જાય છે, તેમ અંતર્મુખ જ્ઞાનમાં જ્યાં ચિદાનંદ તત્ત્વનું સ્ફૂરણ થયું કે તરત જ સમસ્ત વિકલ્પો વિલય
પામી જાય છે.
૨૦. ‘હું જ્ઞાન છું–એક છું, અનેક છું; નિત્ય