: ૧૨ : આત્મધર્મઃ૧૯૯
છું, અનિત્ય છું’ આ પ્રકારે સ્વતત્ત્વ સંબંધી વિકલ્પોમાં અટકવું તે પણ સ્વાનુભવમાં બાધક છે, તો પછી
પરનું કરું–એવા બાહ્યમાં ઝૂકતા વિકલ્પોમાં અટકે તેની તો વાત જ શી?–એ તો સ્વાનુભવથી ઘણે દૂર–
દૂર છે. જે ખરી ધગશવાળો છે, ખરો આત્માનો રંગી છે, તે જીવ એવા દુર્વિકલ્પોમાં તો નથી અટકતો,
અને સ્વાનુભવ પહેલાં વચ્ચે આવી પડેલા ભેદ–વિકલ્પોમાં પણ તે અટકવા નથી માંગતો, તેને પણ
ઓળંગીને સ્વાનુભવમાં જ પહોંચવા માંગે છે. કઈ રીતે સ્વાનુભવમાં પહોંચે છે તે વાત ૧૪૪મી
ગાથામાં આચાર્યદેવે અલૌકિક ઢબે બહુ સરસ સમજાવી છે.
૨૧. જ્ઞાનસ્વભાવ તરફ ઢળતાં ઢળતાં, હજી જ્યાં સુધી સાક્ષાત્ જ્ઞાનમાં આવ્યો નથી ત્યાં સુધી
વચ્ચે આવા વિકલ્પોની જાળ આવશે, તે બતાવીને આચાર્યદેવ કહે છે કે તે વિકલ્પજાળમાં તું ગુંચવાઈ
ન જઈશ, પણ જ્ઞાનને તેનાથી જુદું તારવીને તે વિકલ્પજાળને ઓળંગી જાજે, ને જ્ઞાનને અંતરમાં લઈ
જાજે. આમ કરવાથી નિર્વિકલ્પ સ્વાનુભવનો અપૂર્વ આનંદ તને અનુભવાશે.
૨૨. અહા, દ્રષ્ટિ પલટતાં બધું પલટી જાય છે; ઉપયોગનો પલટો કરવાનો છે. ઉપયોગનું લક્ષ
બહારમાં અટકવાથી સંસાર ઊભો થયો છે, ઉપયોગનું લક્ષ અંતરમાં વાળતાં સંસાર ટળીને મોક્ષ થાય છે.
ઉપજે મોહવિકલ્પથી સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.
૨૩. મૂળવસ્તુસ્વભાવ શું છે તેના અંતર્મુખી નિર્ણય વગર વિકલ્પથી ભિન્નતા થઈ શકે નહિ
જે જીવ જ્ઞાનસ્વભાવમાં અંતર્મુખ થયો ને વિકલ્પથી જુદો પડ્યો, તેને પછી અમુક પ્રકારના
રાગના વિકલ્પો હોય તો પણ તેના ગ્રહણનો ઉત્સાહ નથી, તેના અવલંબનની બુદ્ધિ નથી, ઉત્સાહ
તો ચૈતન્ય તરફ જ વળી ગયો છે, બુદ્ધિમાં એટલે કે ભાવશ્રુતજ્ઞાનમાં ચૈતન્યસ્વભાવનું એકલું જ
અવલંબન છે.–આવો સમકિતી ધર્માત્મા નયપક્ષથી અતિક્રાંત થયેલો શુદ્ધઆત્મા છે, તે જ
‘સમયસાર’ છે.
૨૪. અહા! નિર્વિકલ્પ અનુભવ વખતે સમકિતી ધર્માત્મા કેવો હોય છે, તે વાત ભગવાન
કેવળજ્ઞાની સાથે સરખાવીને આચાર્યદેવે અલૌકિક રીતે સમજાવી છે. જે જે જીવને સમ્યગ્દર્શન થાય તેને
આવી દશા હોય છે.
૨પ. જેમ કેવળી પરમાત્મા નયોના પક્ષથી પાર છે તેમ અનુભવદશામાં સમકિતી પણ નયોના
પક્ષથી પાર છે; એ વાત કેવળી ભગવાનના દ્રષ્ટાંતથી આચાર્યદેવે સ્પષ્ટ રીતે સમજાવી છે–
* જેમ કેવળીભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે નયપક્ષના સ્વરૂપના પણ સાક્ષી જ છે–જ્ઞાતા
જ છે. તેમ સમકિતી ધર્માત્માને નયપક્ષના વિકલ્પોના ગ્રહણનો ઉત્સાહ છૂટી ગયો હોવાથી, એટલે
ચૈતન્ય પ્રત્યે જ ઉત્સાહ વળી ગયો હોવાથી, તે પણ નયપક્ષના વિકલ્પોનો સાક્ષી જ છે જ્ઞાતા જ છે.
તેનાથી જુદો પડીને તેનો અકર્તા થઈ ગયો એટલે સાક્ષી જ રહ્યો.
* કેવળીભગવાન સકળવિમળ કેવળજ્ઞાનવડે વિજ્ઞાનઘન થયા છે, તેમાં નય પક્ષના વિકલ્પોનો
પ્રવેશ નથી; તેમ સમકિતી ધર્માત્મા પણ ભાવશ્રુતને અંતર્મુખ કરીને, તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી
ચૈતન્યસ્વભાવને ગ્રહણ કરીને તેમાં જ પ્રતિબદ્ધ થયા છે, એટલે કે ચૈતન્યના અનુભવવડે વિજ્ઞાનઘન
થયા છે, તેથી તેના અનુભવમાં પણ નયપક્ષના વિકલ્પોનો પ્રવેશ નથી.
* કેવળીભગવાન સદા વિજ્ઞાનઘન થયા છે, તો શ્રુતજ્ઞાની ધર્માત્મા પણ અનુભવદશા વખતે
વિજ્ઞાનઘન થયા છે.
* કેવળીભગવાન તો શ્રુતજ્ઞાનની ભૂમિકાને જ ઓળંગી ગયા છે એટલે તેમને નયપક્ષના
વિકલ્પોનું ઉત્થાન રહ્યું નથી; શ્રુતજ્ઞાની સમકિતી ધર્માત્મા–(ભલે સ્ત્રી હો, નરકમાં હો, તિર્યંચ હો કે દેવ
હો) તે પણ અનુભવના કાળે શ્રુતજ્ઞાનસંબંધી સમસ્ત નયપક્ષના વિકલ્પોથી અતિક્રાંત થયા છે,
નિર્વિકલ્પ થયા છે, તેથી તે પણ નયપક્ષના વિકલ્પથી પાર છે.