Atmadharma magazine - Ank 199
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 31

background image
વૈશાખ: ૨૪૮૬ : ૧૩ :
* જેમ કેવળીભગવાન સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપ શુદ્ધ આત્મા છે, તેમ શ્રુતજ્ઞાની સાધક પણ અનુભવ
દશાના નિર્વિકલ્પ કાળે જ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્મા થયો છે, વિકલ્પોથી પાર થયો છે; અનુભૂતિમાં તેને
આત્માની પ્રસિદ્ધિ થઈ છે; તેને પણ ‘સમયસાર’ કહ્યો છે.
૨૬. અહા! જુઓ, આ સમકિતીનો મહિમા! કેવળીભગવાનના મહિમાની તો શી વાત? અરે,
સાધક સંત મુનિઓની દશાની પણ શી વાત? અવિરત સમકિતી ધર્માત્માની દશાનો પણ અચિંત્ય
મહિમા છે, તે જગતના સાધારણ જીવોને ખ્યાલમાં આવતો નથી. અહા, જેની સરખામણી કેવળજ્ઞાની
પરમાત્મા સાથે આચાર્યદેવે કરી તેની અંર્તદશાના મહિમાની શી વાત?
૨૭. અનુભવદશામાં ધર્માત્મા પોતાને ચૈતન્યસ્વભાવરૂપે જ અનુભવે છે, સમસ્ત
વિભાવભાવોને પોતાના સ્વભાવથી જુદા પાડીને, ચૈતન્યસ્વભાવમાં એકતાપણે જ તે પરિણમે છે.–
આવો અનુભવ તે સમ્યગ્દર્શન છે, તે અપૂર્વધર્મ છે, તેમાં અતીન્દ્રિય શાંતિ અને આનંદના તરંગો
ઉલ્લસે છે. ભાઈ! એ જ ખરું કર્તવ્ય છે. ચૈતન્ય ભંડાર તારામાં જ ભર્યા છે તેમાં અંતર્મુખ થા, તો તને
આવો અનુભવ સ્વયમેવ તારા આત્માથી જ (–વિકલ્પોના જરાય અવલંબન વગર જ) થશે.
૨૮. જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને તેનો અનુભવ કરનાર સમ્યગ્દ્રષ્ટિ જીવ કેવો છે, અને તે
અનુભવની રીત શું છે, તે અહીં ૧૪૪મી ગાથામાં આચાર્યદેવ સમજાવે છે. પહેલાં તો આત્માર્થી થઈને
જ્ઞાનમાં નક્કી કરવું જોઈએ કે જ્ઞાનસ્વરૂપ જ હું છું, સમસ્ત પરદ્રવ્યોથી અને પરભાવોથી અત્યંત ભિન્ન
જ્ઞાનસ્વરૂપ જ હું છું. ઘણા ઘણા પ્રકારે અનુભવ સહિત યુક્તિ વગેરે દ્વારા સમસ્ત પુદ્ગલોથી અત્યંત
ભિન્ન આત્મા આચાર્યદેવે બતાવ્યો તે પ્રમાણે પોતાના જ્ઞાનમાં દ્રઢપણે નિર્ણય કરવો જોઈએ.–એવો
નિર્ણય કે રાગ તરફના જોરવાળો નહિ પણ જ્ઞાનસ્વભાવ તરફના જોરવાળો.
૨૯. આવા નિર્ણયના જોરે અંતરમાં અભ્યાસ કરતાં કરતાં મતિ–શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ વાળતાં
આત્મઅનુભવ થાય છે. સ્વસન્મુખ થઈને આવો અનુભવ કરનાર જીવ નય પક્ષના વિકલ્પોથી ખંડિત
થતો નથી. અનુભવ પછી અસ્થિરતાના વિકલ્પો ઊઠે તેમાં પણ તેને એકત્વબુદ્ધિ થતી નથી. એટલે
તેની સ્વભાવદ્રષ્ટિ વિકલ્પોથી ખંડિત થતી નથી. આ રીતે નિર્વિકલ્પ વિજ્ઞાનઘન થઈને શુદ્ધાત્માનો
અનુભવ કરનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ છે, તે ‘સમયસાર’ છે.
૩૦. પ્રથમ શું કરવું? ધર્મી થવા માટે, આત્માનો અનુભવ કરવા માટે, સમ્યગ્દર્શન માટે, પ્રથમ
શું કરવું? તેની આ વાત છે. પ્રથમ તો શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય
કરવો. જુઓ, આ નિર્ણયમાં શ્રુતજ્ઞાનનું અવલંબન કહ્યું; રાગનું અવલંબન નથી; રાગ હોવા છતાં તેનું
અવલંબન નથી, તેના ઉપર વજન નથી, જ્ઞાન ઉપર જ વજન છે.
૩૧. શ્રુતજ્ઞાનના અવલંબનદ્વારા શું નક્કી કરવું? કે મારો આત્મા જ્ઞાનસ્વભાવી જ છે,–બીજા
કોઈ ભાવો તે હું નથી, જ્ઞાનસ્વભાવ જ હું છું–એમ નક્કી કરવું. જુઓ, શ્રુતજ્ઞાન આવા સ્વભાવનો
નિર્ણય કરાવવા માંગે છે. વીતરાગ માર્ગમાં સંતોએ આવો નિર્ણય કર્યો છે, અને તેમના કહેલા શ્રુતમાં
પણ આવો જ નિર્ણય કરવાનું કહ્યું છે. આવા નિર્ણય વગર તો વીતરાગી સંતોની કે તે સંતોએ કહેલા
શ્રુતની પણ ખરી ઓળખાણ થાય નહીં.
૩૨. ‘હું જ્ઞાન છું’ એમ યથાર્થપણે એટલે કે જ્ઞાનરૂપ થઈને જે નિર્ણય કરે તેને રાગમાંથી ને
પરમાંથી રુચિ ઊડી જાય, એટલે કે તેમાંથી એકત્વબુદ્ધિ છૂટી જાય, તેનાથી જુદો પડીને જ્ઞાનસ્વભાવની
સન્મુખ થાય.–આવો નિર્ણય તે મોક્ષમાર્ગનું પહેલું કર્તવ્ય છે.
૩૩. અહીં એકદમ અંતર્મુખ થવાની વાત છે એટલે એકલા ‘અસ્તિ સ્વભાવ’ ની વાત લીધી છે;
‘જ્ઞાનસ્વભાવ તે હું’–એમ સ્વભાવની અસ્તિમાં વળતાં ‘રાગાદિ તે હું નહીં’–એવી વિભાવની નાસ્તિ
તેમાં આવી જાય છે.–પણ ઉપયોગનું લક્ષ તો તે વખતે સ્વભાવની અસ્તિ ઉપર જ છે.