Atmadharma magazine - Ank 199
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 31

background image
વૈશાખ: ૨૪૮૬ : ૧પ :
૪૩. આત્મશાંતિના અનુભવની આ રીતમાં વચ્ચે ક્યાંય રાગનો પ્રવેશ નથી. પહેલાં કે પછી
રાગ હો ભલે પણ તે કાંઈ ધર્મની રીતને મદદગાર તરીકે નથી. શાસ્ત્રભાષાથી કહીએ તો, નિશ્ચય સાથે
વ્યવહાર હો ભલે, પણ તે વ્યવહાર નિશ્ચયને મદદગાર નથી, તેમજ વ્યવહાર કરતાં કરતાં તેના
અવલંબને નિશ્ચય પમાશે–એમ પણ નથી. ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જ ધર્મ થાય છે–એ એક
અબાધિત નિયમ છે.
भूयत्थमस्सिदो खलु सम्माईट्ठी इवइ जीवो (જુઓ, સમયસાર ગાથા–
૧૧)
૪૪. ચૈતન્યમાં અદ્ભુત આનંદરસ ભર્યો છે,–તેવો આનંદરસ જગતના બીજા કોઈ પણ પદાર્થમાં
નથી. ચૈતન્યનો નિર્ણય કરીને તેના આનંદરસમાં લીન થતાં જગતના બધા પદાર્થોમાંથી રસ ઊડી જાય
છે. જેને જગતના પદાર્થોમાં રસ લાગે, તેમાં સુખ લાગે, તે જીવ ચૈતન્યના રસમાં કેમ વળે?
૪પ. જેને ચૈતન્યનો રસ હોય તેને અંતરથી ચૈતન્યના શાંત જળના તરંગ ઊછળે. જેમ
નાળીએરમાં ભરેલું પાણી, છાલાં, કાચલાં ને ટોપરું એ ત્રણેની અંદર છે, છતાં ઉપરના ત્રણે પડલથી
પાર એવા પાણીનો નિર્ણય નાળિએર ખખડાવીને નક્કી કરે છે કે આમાં પાણી ભર્યું છે. તેમ આત્મા
ચૈતન્યરસરૂપ શાંતજળથી ભરેલો છે, ચૈતન્યનો રસ જાગતાં અંદરથી શાંતિના તરંગ ઊછળે છે. આ જડ
શરીર, કર્મ અને રાગાદિ ભાવો એ ત્રણે પડલ વીંધીને તેનાથી પાર એવા શાંતરસનો નિર્ણય
જિજ્ઞાસુજીવ પોતાના વીર્યને ઉલ્લસાવીને કરી લ્યે છે, જ્ઞાનને અંતરમાં વાળીને તે એવો નિર્ણય કરી લ્યે
છે કે મારા આત્મામાં જ અતીન્દ્રિય આનંદરસ ભરેલો છે. તે આનંદનો અનુભવ કરતાં આત્મા જાણે કે
આખાય વિશ્વની ઉપર તરતો, હોય–એમ તે અનુભવે છે. આ રીતે અનુભવમાં ભગવાન આત્મા પ્રસિદ્ધ
થાય છે, તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે; અને તે જ ‘સમયનો સાર’ છે.
આ માનવદેહની કૃતાર્થતા
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે
અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ
સફળપણું થયું નહિ, પણ આ મનુષ્યદેહને
કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે
જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે
મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના
આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ
આદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે
આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા
મરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન
જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય
જ જીવને જન્મ–જરા–મરણાદિનો નાશ
કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે....
શ્રીમદ્ રાજચંદ્ર (વર્ષ ૨૯મું)