: ૧૨ : આત્મધર્મ: ૨૦૦
આત્મધ્યાનમાં લીન થાઉં? હું ક્્યારે એ વીતરાગી સંતોની પંક્તિમાં બેસું?
(–દીક્ષા કલ્યાણક પ્રવચનમાંથી)
(૭૬) એક માત્ર ભેદજ્ઞાન સિવાય જીવ અનંત કાળમાં બધું કરી ચૂક્્યો છે, પણ ભેદજ્ઞાન કદી
એક સેકંડ માત્ર પણ પ્રગટ કર્યું નથી. એક સેકંડ માત્રનું ભેદજ્ઞાન અનંત જન્મમરણનો નાશ કરનાર
છે–માટે તે ભેદવિજ્ઞાન નિરંતર ભાવવાયોગ્ય છે.
(૭૭) હે પ્રભાકર ભટ્ટ! તું મિથ્યાત્વાદિ શલ્ય રહિત થઈને તારા આત્માને પરમાત્મા જાણ.
પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે તે પોતાથી ભિન્ન પરમાત્માનું નહિ, પણ પરમાત્માની જેમ પોતાનો
સ્વભાવ પરિપૂર્ણ રાગાદિ રહિત છે તેને ઓળખીને તેનું જ ધ્યાન કરવું, તે જ પરમાર્થે પરમાત્માનું
ધ્યાન છે.
(૭૮) હે જીવ! તું તારા આત્માને ઓળખીને સર્વાત્મમાં સમદ્રષ્ટિ કર! કોઈના પ્રત્યે
વિષમભાવ રાખીને તારે શું પ્રયોજન છે? સામો જીવ એને ભાવે તરે છે અને એના જોખમે બૂડે છે, તું
તારામાં સમભાવ રાખ.
(૭૯) ધર્મ ધર્માત્માઓ વિના હોતો નથી. જેને ધર્મની રુચિ હોય તેને ધર્માત્મા પ્રત્યે રુચિ હોય
જ. ધર્મી જીવો પ્રત્યે જેને રુચિ નથી તેને ધર્મની જ રુચિ નથી. જેને ધર્મની રુચિ છે તેને...બીજા
ધર્માત્માઓ પ્રત્યે અણગમો કે અદેખાઈ ન હોય....પણ અંતરથી પ્રમોદ જાગે કે અહા! ધન્ય છે આ
ધર્માત્માને! તેને બીજા ધર્માત્માઓને જોઈને હરખ આવે છે.
(૮૦) ધર્મી જાણે છે કે જગતના કોઈ સંયોગો મને ઈષ્ટ–અનિષ્ટ નથી, હું તો અસંયોગી, રાગ–
દ્વેષ રહિત જ્ઞાયક મુક્તસ્વરૂપ છું.–આવી સ્વભાવદ્રષ્ટિમાં પૂર્વકર્મરૂપી ચોર મને કાંઈ કરવા સમર્થ નથી.
(૮૧) જે પુરુષ આ શુદ્ધાત્માને ઓળખીને તેના ધ્યાનમાં સ્થિર રહે છે તેની વાત તો દૂર રહો;
પરંતુ જે પુરુષ શુદ્ધાત્માની ચિંતાનો પરિગ્રહ કરવાવાળો છે તેનું પણ જીવન આ સંસારમાં પ્રશંસનીય
છે; તથા દેવોદ્વારા પણ તે પૂજાય છે, માટે ભવ્ય જીવોએ સદા શુદ્ધાત્માનું ચિંતન કરવું જોઈએ.
(૮૨) જેનાં અહોભાગ્ય હોય તેને આ તત્ત્વ સાંભળવાનું પ્રાપ્ત થાય. અને અપૂર્વ પાત્રતાથી
આત્મપુરુષાર્થ કરે તો પરમાર્થની પ્રાપ્તિ થાય.....જ્ઞાન સ્વભાવી આત્માની રુચિ કરવી તે જ કલ્યાણનો
પંથ છે. સ્વતંત્ર રુચિ પલટાવવાની વેદના પોતે ન કરે તો કોઈ કરાવવા સમર્થ નથી.
(૮૩) ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધીના દસ દિવસોને ‘દસલક્ષણી’ કહેવાય છે. સનાતન
જૈનશાસનમાં એને જ પર્યુષણ પર્વ કહે છે. શાસ્ત્રોમાં તો દસલક્ષણી પર્વ વર્ષમાં ત્રણ વાર આવવાનું
વર્ણન છે, પરંતુ વર્તમાનમાં ભાદરવા માસમાં જ તેની પ્રસિદ્ધિ છે. વીતરાગી જિનશાસનમાં આ ધાર્મિક
પર્વનો અપાર મહિમા છે.
(૮૪) જેમાં ખરેખર સુખ હોય તેમાં ગમે તેટલું આગળ ને આગળ જતાં ક્્યારેય પણ કંટાળો
ન આવે; સ્વભાવમાં સુખ છે તો તેમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સુખ વધે છે.....તેમાં કંટાળો
આવતો નથી. ને વિષય–સુખોમાં કંટાળો આવ્યા વિના રહેતો નથી.....વિષયોમાં સુખ નથી પણ
આત્મસ્વભાવમાં જ સુખ છે.–એ સ્વભાવસુખ નક્કી કરીને તેની હા પાડ, ને વિષયોમાં સુખની બુદ્ધિ
છોડ.
(૮પ) હે જીવ! ......તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપીને–નિર્ણય કરીને, આત્મસ્વભાવ કેવો છે
તે સંભળાવતાં આચાર્યદેવ મોક્ષની મંડળી ઉપાડે છે. તું પણ આત્માની રુચિથી હકાર લાવીને મોક્ષની
મંડળીમાં ભળી જા.
(૮૬) બૂંગિયો ઢોલ સાંભળીને સાડાત્રણ કરોડ રોમરોમમાં રજપૂતનું શૌર્ય ઉછળી જાય છે, તેમ
તત્ત્વનો મહિમા સાંભળતાં પાત્ર ચૈતન્યનું વીર્ય ઉછળી