Atmadharma magazine - Ank 200
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 33

background image
જેઠ: ૨૪૮૬ : ૧૩ :
જાય છે.....સ્વતંત્રતાની વાત સાંભળી હે જીવ! તેનો મહિલા લાવ! શ્રી કુંદકુંદ ભગવાન સમયસારના
બૂંગિયા વગાડી ગાણાં ગાય છે, તે સાંભળી તું ન ઉછળેએ કેમ બને?
(૮૭) બધા પદાર્થોના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવને નક્કી કરતાં, સ્વમાં કે પરમાં ફેરફારની
બુદ્ધિ ન રહી પણ જ્ઞાનમાં જાણવાનું જ કામ રહ્યું. એટલે જ્ઞાનમાંથી ‘આમ કેમ’ એવો ખદબદાટ નીકળી
ગયો ને જ્ઞાન ધીરું થઈને પોતામાં ઠર્યું–આમાં જ જ્ઞાનનો પરમ પુરુષાર્થ છે, આમાં જ મોક્ષમાર્ગનો ને
કેવળજ્ઞાનનો પુરુષાર્થ આવી જાય છે. પરમાં કર્તાબુદ્ધિવાળાને જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી બેસતી, ને
તેને જ્ઞાનના સ્વભાવનો જ્ઞાયકપણાનો પુરુષાર્થ પણ નથી જણાતો.
(૮૮) હે જીવ! ઠર રે ઠર! ભાઈ, આવા અનંતકાળે દુર્લભ મનુષ્ય જીવન, તથા તેમાં મહા
મોંઘપવાળા સત્સમાગમ–શ્રવણ મળ્‌યા અને તારો સ્વતંત્ર સ્વભાવ છે તેને તું ન માને તે કેમ ચાલે?
(૮૯) વિદેહવાસી હે સીમંધરનાથ! આપ ‘સુવર્ણધામ’ માં......અથવા કહો કે ભક્તોના
અંતરમાં પધાર્યા પછી આ ભરતક્ષેત્રના જિનેન્દ્રશાસનમાં અનેક અનેક મંગલવૃદ્ધિ થઈ છે. અહો પ્રભો!
આપના શું શું સન્માન કરીએ? કઈ કઈ રીતે આપનું સ્વાગત કરીએ...? હે નાથ! આપના મહાન
સ્વાગતના આ પવિત્ર મહોત્સવમાં સાથ પૂરાવવા આ ‘સ્વાગત–અંક’ આપને ચરણે ધરીને આપનું
સ્વાગત કરીએ છીએ.....આપનું બહુ બહુ સન્માન કરીએ છીએ.....આપને ભક્તિ–પુષ્પોથી વધાવીએ
છીએ.
–અમે છીએ, આપના સુવર્ણપુરીવાસી ભક્તો.
(૯૦) માહાત્મ્ય કરવા યોગ્ય દુનિયામાં કાંઈ હોય તો તે સર્વજ્ઞપ્રણીત ધર્મ અને ધર્માત્મા જ છે.
(૯૧) જે જીવનની એકેક પળ આત્માર્થ ખાતર જ વીતતી હોય, જેની એકેક પળ સંસારને
છેદવા માટે છીણીનું કાર્ય કરી રહી હોય, જેની એકેક પળ આત્માને સિદ્ધ થવાની નજીક લઈ જતી હોય
તે જીવન ધન્ય છે....કૃતકૃત્ય છે.
અહા! સંતો એવું કૃતકૃત્ય જીવન જીવે છે.
જે પરમ સંતોના શરણે એવું જીવનઘડતર થાય છે તે સંતો જયવંત હો.
(૯૨) ગામડામાં એક ખેડૂત પૂછતો હતો કે ‘મહારાજ! આત્મા અવતારમાં રઝડે છે, તે
રઝડવાનો અંત આવે ને મુક્તિ થાય–એવું કાંઈક બતાવો!’
હે ભાઈ! હવે તને જન્મ–મરણનો થાક લાગ્યો છે? જો થાક લાગ્યો હોય તો તે જન્મ–મરણથી
છૂટવા માટે ચૈતન્યશરણને ઓળખીને તેના આશ્રયે વિશ્રામ કર. જેને ભવભ્રમણનો અંતરમાં ત્રાસ
લાગતો હોય તે જીવ અંતરમાં ચૈતન્યના શરણને શોધે.
(૯૩) મારે આત્માનું કલ્યાણ કરવું છે–એમ જેને જિજ્ઞાસા જાગી છે, વિષય–કષાયોથી કંઈક
પાછો ફરીને જે નવ તત્ત્વના વિચાર કરે છે ને અંતરમાં આત્માનો અનુભવ કરવા માંગે છે તેની આ
વાત છે. ××× ××× ભાઈ, પૂર્વે જે નવતત્ત્વના વિચાર કર્યા તેના કરતાં આ કાંઈક જુદી રીતની વાત
છે. પૂર્વે નવતત્ત્વના વિચાર કર્યા તે અભેદસ્વરૂપના લક્ષ વગર કર્યા છે, ને અહીં તો અભેદસ્વરૂપના
લક્ષસહિતની વાત છે.
(૯૪) જેને આત્માનું લક્ષ નથી તે ગમે તેટલા શાસ્ત્રો ભણે પણ તેને શાસ્ત્રનું તે બધું ભણતર
માત્ર મનના બોજારૂપ છે, અંતરમાં ચૈતન્ય–આનંદની સુગંધ તેને આવતી નથી, આત્માની શાંતિનો
અનુભવ તેને થતો નથી.
(૯પ) સાધક જીવ પણ જ્ઞાનસ્વભાવની એકતાની દ્રષ્ટિમાં રાગનો કર્તા નથી પણ જ્ઞાયક જ છે.
આમ, જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરવો તેનું નામ ધર્મ છે,