: ૧૪ : આત્મધર્મ: ૨૦૦
અને એ જ દરેક આત્માર્થી–મોક્ષાર્થી જીવનું પહેલું કર્તવ્ય છે.
(૯૬) અહો! સ્વભાવદ્રષ્ટિની આ વાત અત્યારે લોકોને બહુ મોંઘી થઈ પડી છે, પણ
જૈનધર્મનો મૂળ પાયો જ આ છે. આવી દ્રષ્ટિ પ્રગટ કર્યા વગર જેટલું કરે તે બધુંય સંસારનું જ કારણ
થાય છે; આ દ્રષ્ટિ વગર મોક્ષમાર્ગની શરૂઆતનો અંશ પણ થતો નથી.
(૯૭) વીર. સં. ૨૪૭૭ના બેસતાવર્ષના સુપ્રભાતના મંગલ સન્દેશમાં પૂ. ગુરુદેવશ્રીએ કહ્યું
હતું કે: આત્માના પરમ પારિણામિક–સ્વભાવનો મહિમા કરવો તે આત્માનું મંગલ બેસતું વર્ષ છે.....તે
સ્વભાવમાંથી જ બધી નિર્મળ પર્યાયો આવે છે; માટે તેનો મહિમા...તેની રુચિ....ને તેમાં સન્મુખ થઈને
લીનતા એ જ આત્માર્થી જીવોનું કર્તવ્ય છે.
(૯૮) શ્રી સમયસારની શરૂઆતમાં જ આચાર્યદેવ આત્મામાં સિદ્ધપણું સ્થાપે છે: અહો, સિદ્ધ–
ભગવંતો! મારા હૃદયસ્થાનમાં બિરાજો. હું સિદ્ધોનો આદર કરું છું.–આમ પોતાના આત્મામાં સિદ્ધપણું
સ્થાપવું તે ધર્મની અપૂર્વ મંગલ શરૂઆત છે.
(૯૯) સમ્યગ્દર્શન પ્રગટ કરનાર જીવને દેશનાલબ્ધિ જરૂર હોય છે; અને તે દેશનાલબ્ધિ,
સમ્યક્ત્વરૂપે પરિણમેલા એવા સાક્ષાત્ જ્ઞાનીના નિમિત્તે જ પમાય છે. એકલા શાસ્ત્રથી કે કોઈ
મિથ્યાદ્રષ્ટિના નિમિત્તથી દેશનાલબ્ધિ પમાતી નથી.
(૧૦૦) સમ્યગ્દર્શન પ્રગટ થતાં આત્માનો અનુભવ થાય છે. જેવો સિદ્ધભગવાનને અનુભવ
હોય છે તેવો ચોથે ગુણસ્થાને સમકિતી જીવને અનુભવ હોય છે. સિદ્ધને પૂર્ણ અનુભવ હોય છે ને
સમકિતીને અંશે અનુભવ હોય છે,–પણ જાત તો તે જ. સમકિતી આનંદસાગરના અમૃતનો અપૂર્વ
સ્વાદ લઈ રહ્યો છે, આનંદના ઝરણામાં મોજ માણી રહ્યો છે.
(૧૦૧) જેને આત્માને ખરેખર રાજી કરવાની ધગશ જાગી તે આત્માને રાજી કર્યે જ છૂટકો
કરશે, અને તેને રાજી એટલે કે આનંદધામમાં પહોંચ્યે જ છૂટકો છે. અહીં જગતના જીવોને રાજી
કરવાની વાત નથી પણ જે પોતાનું હિત ચાહતો હોય તેણે શું કરવું’ તેની વાત છે.
(૧૦૨) અનાકુળતા જેનું લક્ષણ છે એવી સુખશક્તિ આત્મામાં ત્રિકાળ છે. કાંઈ પણ કરવાની
વૃત્તિનું ઉત્થાન તે આકુળતા છે અને આકુળતા તે દુઃખ છે. અશુભ કે શુભ કોઈ પણ વૃત્તિ રહિત શાંત
નિરાકુળ દશા તે જ સુખનું સ્વરૂપ છે.
(૧૦૩) છઠ્ઠી ગાથામાં શ્રી ગુરુજી પાસેથી મહાવિનય અને પાત્રતાપૂર્વક જ્ઞાયકસ્વરૂપનું શ્રવણ
કરીને તેવો અનુભવ કરવા માટે અંતર્મંથન કરતાં કરતાં ‘હું જ્ઞાયક છું’ એમ લક્ષમાં લેવા માંડયું; પરંતુ
તેમાં ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠ્યો...ગુણગુણીભેદના વિકલ્પથી પણ આગળ કંઈક અભેદ વસ્તુ છે
તેને લક્ષમાં લઈને તેનો અનુભવ કરવા માટે અંતરમાં ઊંડો ઊંડો ઉતરતો જાય છે. અને તે વાત
શ્રીગુરુના મુખથી સાંભળવા માટે વિનયથી પૂછે છે કે પ્રભો! જ્ઞાનદર્શનચારિત્રના ભેદથી આત્માને
લક્ષમાં લેવા જતાં ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠે છે ને અશુદ્ધતાનો અનુભવ થાય છે, તો શું કરવું?–શ્રી
આચાર્યભગવાન પણ શિષ્યની અત્યંત નિકટ પાત્રતા દેખીને તેને શુદ્ધઆત્માનું સ્વરૂપ સમજાવે છે.....
(૧૦૪) સાધક સંતો આત્માના આનંદરસમાં લીન રહે છે. આત્મસ્થિરતા કેમ વધતી જાય તેની
જ તેમને ધૂન છે....આત્મજ્ઞાની સંત ગૃહવાસમાં રહ્યા હોવા છતાં અંતરથી ઉદાસ....ઉદાસ હોય છે.
અહો! તેમની અંર્તદશાની શી વાત!
(૧૦પ) અહો....ધન્ય એ પાવનભૂમિ વિપુલાચલ....આજથી ૨પ૦૬ વર્ષ પહેલાં એ તીર્થભૂમિ
ઉપર તીર્થંકરદેવના “કારધ્વનિના નાદ ગૂંજતા હતા....ને ગણધરાદિ સંતો તે ઝીલીને પાવન થયા હતા.
–એ પવિત્ર