Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 29

background image
: ૬ : આત્મધર્મ: ૨૦૪
ધીર અને ગંભીર હોય છે. ગમે તેવી ઋદ્ધિ પ્રગટો પરંતુ મારી ચૈતન્ય ઋદ્ધિ પામે તેની શું મહત્તા છે!
અને ગમે તેવી પ્રતિકૂળતાના ગંજ આવો પરંતુ મારા ચૈતન્યમાં પ્રતિકૂળતા કરવાની કોઈની તાકાત
નથી;–એમ જાણતા ધર્માત્મા ચૈતન્યના અવલંબને ઘોર ઉપસર્ગને પણ જીતી લ્યે છે. આ રીતે તેઓ
ગુણગંભીર અને ધીર છે.
શ્રી વાદિરાજસૂરિ કહે છે કે અહા, આવા ગુણગંભીર આચાર્યોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે
ભવદુઃખને ભેદવા માટે પૂજીએ છીએ. જુઓ તો ખરા! આચાર્યનિદશામાં ઝુલતા સંત કહે છે કે અમે
ભક્તિક્રિયામાં કુશળ છીએ....રત્નત્રયના ધારક આચાર્ય ભગવંતો પ્રત્યે અમને ભક્તિનો પ્રમોદ ઉલ્લસી
જાય છે. રત્નત્રયધારક સંતો પ્રત્યે કે ભગવાન પ્રત્યે ઓળખાણપૂર્વક જેવી ભક્તિ ધર્માત્માને ઊછળશે
તેવી ભક્તિ અજ્ઞાનીને નહિ આવે, એટલે ખરેખર રત્નત્રયને ઓળખનારા ધર્માત્મા જીવો જ
ભક્તિક્રિયામાં કુશળ છે. જેને રત્નત્રયની કે મુનિદશા વગેરેની ખરી ઓળખાણ જ નથી તેને તેના
પ્રત્યેની ભક્તિમાં કુશળતા ક્્યાંથી હોય?–ન જ હોય; એટલે જેણે સમ્યગ્દર્શનાદિનું સાચું સ્વરૂપ જાણ્યું
નથી તે ભક્તિ ક્રિયામાં કુશળ નથી પણ ઠોઠ છે; તેની ભક્તિ એકલી રાગરૂપ છે, જ્યારે ધર્માત્માની
ભક્તિ તો વીતરાગતાના અંશ સહિત છે.
અહીં કહે છે કે ભક્તિક્રિયામાં કુશળ એવા અમે તે આચાર્યોને પૂજીએ છીએ.–શા માટે? કે
ભવદુઃખરાશિને ભેદવા માટે–શું એકલી રાગરૂપભક્તિથી ભવરાશિ ભેદાય? ના; ભવનું ભેદન તો
વીતરાગતાથી જ થાય, ને વીતરાગતા તો સ્વસન્મુખતાથી જ થાય.–માટે સ્વસન્મુખતા સહિતની ભક્તિ
જેને વર્તે છે તે જ ભક્તિક્રિયામાં કુશળ છે. એકલી પરસન્મુખતાથી જે ભવનું ભેદન કરવા માંગે છે તે
ભક્તિ ક્રિયામાં કુશળ નથી પણ ઠોઠ છે.
આચાર્ય ભગવંતો અકિંચનતાના સ્વામી છે. ચૈતન્યસ્વભાવ સિવાય બીજું કાંઈ પણ મારું નથી–
એવી નિર્મોહ પરિણતિનું નામ ‘અકિંચન’ છે, મુનિવરો એવી અકિંચન પરિણતિના સ્વામી છે એટલે કે
એવી નિર્મોહ–વીતરાગી પર્યાયરૂપે તેઓ પરિણમ્યા છે, અને કષાયોનો નાશ કરી નાંખ્યો છે.
હવે એક સરસ વાત કરે છે: આચાર્યો પરિણમતા જ્ઞાનના બળવડે મહા પંચાસ્તિકાયની સ્થિતિને
સમજાવે છે.–જુઓ, શું કહે છે? ‘પરિણમતા જ્ઞાનના બળવડે’ એટલે કે જીવાદિનું જ્ઞાન તેમના આત્મામાં
પરિણમી ગયું છે, એકલા શાસ્ત્રજ્ઞાનના બળથી દેશના નથી કરતા, પણ પંચાસ્તિકાયના જ્ઞાનરૂપે પોતે
પરિણમીને, તે પરિણમતા જ્ઞાનના બળવડે પંચાસ્તિકાયનું સ્વરૂપ સમજાવે છે. આ રીતે આચાર્યોની
દેશના પાછળ પરિણમતા જ્ઞાનનું બળ છે.–એટલે કે, દેશનાલબ્ધિમાં જ્ઞાનરૂપે પરિણમતો આત્મા જ
નિમિત્ત હોય, અજ્ઞાની નિમિત્ત ન હોય,–એ વાત પણ આમાં આવી જાય છે.
જુઓ, આ આચાર્યદશા!! આચાર્ય સિવાયના બીજા મુનિઓને પણ આ વાત લાગુ પડે છે.
જ્યાં ‘પરિણમતા જ્ઞાનનું બળ’ ન હોય ને રાગનું જ બળ હોય (–રાગની જ અધિકતા ભાસતી હોય)
–ત્યાં મુનિદશા કે આચાર્યપદ હોતું નથી. જેમ અગ્નિના કણેકણમાં ઉષ્ણતા પરિણમી થઈ છે તેમ
મુનિવરો રોમેરોમમાં જીવાદિતત્ત્વોનું જ્ઞાન પરિણમી ગયું છે, તેમની પરિણતિનું જ્ઞાનબળ એટલું છે કે
જાણે હમણાં જ કેવળજ્ઞાન લેશે? એમના હાડોહાડમાં વીતરાગી ઉપશમભાવ ફેલાઈ ગયો છે..એના
દેદાર જુઓ તો વૈરાગ્યની મૂર્તિ!! એના અંસખ્યપ્રદેશમાં શ્રધ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણોના દરિયા
ઉછળે છે.....અતીન્દ્રિય આનંદના અનુભવના ઓડકાર લ્યે છે, ચૈતન્યસ્વરૂપમાં જોડાણ કરવા માટે
જેમની બુદ્ધિ સ્થિર છે, સ્થિરબુદ્ધિથી ચૈતન્યને અવલોકવામાં જેઓ નિપૂણ છે...આવી પરિણતિવાળા
ગુણના દરિયા આચાર્ય ભગવંતોને અમે ભક્તિપૂર્વક પૂજીએ છીએ....તેમના ચરણકમળમાં અમારા
નમસ્કાર હો.
અહીં આચાર્ય પરમેષ્ઠીની સ્તુતિમાં પદ્મપ્રભ મુનિરાજ કહે છે કે: આ શ્રી ચંદકીર્તિ મુનિનું
નિરૂપમ ચૈતન્ય પરિણમન વંદ્ય છે.–કેવું છે તે ચૈતન્ય પરિણમન? સકળ ઈંદ્રિયોના અવલંબન વિનાનું
છે, અનાકુળ છે, સ્વહિતમાં લીન છે, શુદ્ધ છે, મોક્ષના કારણરૂપ શુક્લધ્યાનનું તે કારણ છે, શાંતિનું ધામ
છે, સંયમનું સ્થાન છે. જ્યાં આવું ચૈતન્ય