આસોઃ૨૪૮૬ : ૭ :
ન્યપરિણમન હોય ત્યાં જ આચાર્યપદ હોઈ શકે. આવા ચૈતન્યપરિણમનવાળા આચાર્ય પરમેષ્ઠીને
નમસ્કાર હો. અહીં એક ચંદ્રકીર્તિ આચાર્યનું નામ લીધુ તેમાં આવી ચૈતન્યદશાવાળા બધા આચાર્યોને
નમસ્કાર આવી જાય છે–એમ સમજી લેવું; જેમ એક સિદ્ધને નમસ્કાર કરતાં સર્વે સિદ્ધોને નમસ્કાર
આવી જાય છે, એક સર્વજ્ઞને નમસ્કાર કરતાં સર્વે સર્વજ્ઞને નમસ્કાર આવી જાય છે, તેમ આચાર્યને
નમસ્કાર કરતાં સર્વે આચાર્યોને નમસ્કાર આવી જાય છે,–કેમકે ગુણદ્રષ્ટિએ તેમનામાં એકતા છે, એટલે
કે ભેદ નથી. એક આચાર્યમાં બધા આવી જાય છે,–એટલે સાચા ને ખોટા બધા ભેગા આવી જાય છે–
એમ ન સમજવું, પરંતુ એક આચાર્ય જેવા જ ગુણના ધારક બીજા આચાર્યો સમજવા. આ ૭૩મી
ગાથામાં વર્ણવ્યા એવા ગુણો જેમનામાં હોય તેમને જ જૈનશાસનમાં આચાર્ય પરમેષ્ઠી તરીકે
સ્વીકારવામાં આવે છે, અને “नमो आइरियाणं” માં તેવા જ આચાર્યોનો સમાવેશ થાય છે. જેઓ
એનાથી વિરુદ્ધ હોય, ઊંધી શ્રદ્ધાવાળા હોય, વસ્ત્રાદિ પરિગ્રહવાળા હોય એવા જીવોને, ભલે હજારો
માણસો ભેગા થઈને આચાર્યપદવી આપે તો પણ, જૈનશાસનમાં તેમને આચાર્ય પરમેષ્ઠી તરીકે
સ્વીકારવામાં આવતા નથી, ને નમોક્કારમંત્રના ત્રીજા પદમાં કે કોઈપણ પદમાં તેમનો સમાવેશ થતો
નથી. આ વાત ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠીમાં પણ સમજી લેવી.
કોઈ એમ કહે છે કે “नमो लोएसव्व साहूणं” માં લોકમાં રહેલા બધાય સાધુઓને નમસ્કાર
કર્યા છે એટલે જૈનના તેમજ બીજા બધાય સાધુનો તેમાં સમાવેશ કરવો જોઈએ;–પણ એ વાત તદ્ન
જુઠી છે. અરેરે, જૈન નામ ધરાવનાર લોકોને હજી નમસ્કાર મંત્રના ખરા અર્થની પણ ખબર નથી,
પંચપરમેષ્ઠીની શી દશા છે–તેની પણ ઓળખાણ નથી. જેને હજી રત્નત્રયધર્મની ગંઘ પણ નથી મોક્ષનું
સાધકપણું રંચમાત્ર પણ પ્રગટયું નથી–એને તે સાધુ દશા કેવી? અને એને પંચપરમેષ્ઠીમાં નમસ્કાર
કેવા? હજી તો સમ્યગ્દર્શન પણ કોઈ અલૌકિક અચિંત્ય વસ્તુ છે, તે પણ જૈન સિવાય બીજા મતમાં
હોઈ ન શકે–તો પછી સમ્યગ્દર્શન કરતાંય ઘણી ઊંચી એવી સાધુદશા પરમ ઈષ્ટ પદ–તે તો બીજે હોય જ
ક્્યાંથી? અને આચાર્ય તે તો સાધુઓના પણ શિરોમણિ છે.
“આ રીતે આચાર્યપરમેષ્ઠીનું સ્વરૂપ વર્ણવ્યું; તે આચાર્ય ભગવંતોને અમારા નમસ્કાર હો.”
(૪) ઉપાધ્યાય–પરમેષ્ઠીનું સ્વરૂપ
અરિહંત, સિદ્ધ અને આચાર્ય એ ત્રણ પરમેષ્ઠીનું સ્વરૂપ કહીને તેમનું બહુમાન કર્યું, હવે ચોથા
ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ કહે છે. જેમના પ્રત્યે નમસ્કાર કે બહુમાન કરવું હોય તેનું સ્વરૂપ ઓળખવું
જોઈએ કેમકે સ્વરૂપને જાણ્યા વગર તો ખબર નથી પડતી કે હું કોનું બહુમાન કરું છું?–માટે, સ્વરૂપને
ઓળખે તો જ ખરું બહુમાન આવે. કેવા છે ઉપાધ્યાય–પરમેષ્ઠી? –
રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષભાવથી યુક્ત છે,
જિનવરકથિત અર્થોપદેશેશુર શ્રી ઉવઝાય છે. ૭૪
ઉપાધ્યાય–પરમેષ્ઠી રત્નત્રયથી સંયુક્ત છે, જિનવરદેવે કહેલા પદાર્થોના શૂરવીર ઉપદેશક છે
અને નિષ્કાંક્ષભાવથી સહિત છે. ટીકાકાર મુનિરાજ કહે છે કે, આવા ઉપાધ્યાય ભગવંતોને હું ફરીફરીને
વંદું છું. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ ત્રણેય પરમગુરુ છે.
આચાર્યને પંચાચારથી પરિપૂર્ણ કહ્યા તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આવી જ ગયા.
ઉપાધ્યાયને રત્નત્રય–સંયુક્ત કહ્યા તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આવ્યા. અને
સાધુને ચતુર્વિધ આરાધનામાં રત કહેશે, તેમાં પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આવી ગયા.
આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે ગુરુનું મૂળસ્વરૂપ છે, અને સર્વજ્ઞતા તે દેવનું (–અરિહંત
અને સિદ્ધનું) મૂળસ્વરૂપ છે. સર્વજ્ઞતા વગર અરિહંત કે સિદ્ધપદ નહિ, અને રત્નત્રય વગર આચાર્ય,
ઉપાધ્યાય કે સાધુપદ નહિ. આમ દેવ–ગુરુના વાસ્તવિક સ્વરૂપને ઓળખે તો પોતામાં પણ ભેદજ્ઞાન
થાય ને દેવ–ગુરુનું અલૌકિક બહુમાન આવે. જો કે દેવ–ગુરુના બહુમાનનો વિકલ્પ તે પણ રાગ છે,