આસો : ૨૪૮૬ : ૯ :
(૭૪) उवज्झाया एरिसा होंति (ઉપાધ્યાયો આવા હોય છે)
(૭પ) साहू एरिसा होंति (સાધુઓ આવા હોય છે)
–એ રીતે દરેક પદમાં “एरिसा होंति” એમ કહીને, જાણે કે પાંચે પરમેષ્ઠી ભગવંતો સાક્ષાત્
સન્મુખ જ–નજર સામે પ્રત્યક્ષ વર્તતા હોય–એવું વર્ણન કર્યું છે.
“જુઓ, આ રહ્યા અર્હંતો, આ રહ્યા સિદ્ધો, આ રહ્યા આચાર્યો, આ રહ્યા ઉપાધ્યાયો, ને આ
રહ્યા સાધુઓ!” આ રીતે પંચ પરમેષ્ઠી ભગવંતો एरिसा होंति–એમ જાણે આચાર્યદેવ સાક્ષાત્ દેખાડી
રહ્યા છે. પોતે વિદેહક્ષેત્રે જઈને બધું સાક્ષાત્ જોઈ આવ્યા છે એટલે જાણે બધું નજરે તરવરતું હોય–એવું
અદ્ભુત કથન આચાર્યભગવાને કર્યું છે.
“नमो लोए सव्वसाहूणं” એટલે કે લોકના સર્વ સાધુઓને નમસ્કાર હો.–આ નમસ્કારમાં કેવા
સાધુ આવે? જગતના બધાય સાધુઓ આવે, એ વાત ખરી, પરંતુ તે સાધુ હોવા જોઈએ ને! કુસાધુ તો
તેમાં ન જ આવે.–જો કુસાધુને સાધુ માનીને નમસ્કાર કરે તો તો મિથ્યાત્વ છે. ‘નમો લોએ સવ્વ
સાહૂણં’ માં આવનારા સાધુ કેવા હોય તે અહીં સમજાવ્યું છે. નિર્ગ્રંથ હોય, નિર્મોહ હોય, સંસારસંબંધી
સમસ્ત વ્યાપારથી રહિત હોય અને ચાર આરાધનામાં સદાય તત્પર હોય–તે સાધુ છે, તે મોક્ષના સાધક
છે. વસ્ત્રાદિ સહિત પોતાને સાધુપણું માને તે તો સંસારના સાધક છે, તે મોક્ષના સાધક નથી એટલે
સાધુ નથી. ભલે દ્રવ્યલિંગ (દિગંબરદશા, પંચમહાવ્રતાદિ શુભરાગ) ધારણ કરેલ હોય, પરંતુ જો
રાગમાં ધર્મ માનીને અટક્યો ને રાગથી પર એવા ચૈતન્યને ન સાધ્યો તો તે પણ સંસારતત્ત્વ જ છે–
એમ પ્રવચનસારમાં આચાર્યદેવે કહ્યું છે. ‘સાધુ’ તો તેને કહેવાય જે મોક્ષને સાધે. સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર એ ત્રણને ‘સાધુ’ કહેવાય છે કેમ કે તે મોક્ષના સાધક છે. અને જેઓ
એવા સાધુ–ભાવને (સમ્યગ્દર્શનાદિને) ધારણ કરે છે તેઓ ‘સાધુ’ છે, તેઓ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રવડે મોક્ષને સાધી રહ્યા છે. સમ્યગ્દર્શન પણ મોક્ષનું સાધક હોવાથી સમકિતીને પણ તે
સાધકઅંશની અપેક્ષાએ તેટલું સાધુપણું કહેવાય, પરંતુ પંચપરમેષ્ઠીપદના સાધુપણામાં તે ન આવે.
પરમેષ્ઠીપદ તો જ્યાં સમ્યગ્દર્શન–જ્ઞાન ઉપરાંત ચારિત્રદશા પ્રગટી હોય ત્યાં જ હોય છે, ને ત્યાંજ
રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગ છે. એકલા આત્મજ્ઞાનથી કે સમ્યગ્દર્શનથી મુનિપણું નથી, પરંતુ આત્મજ્ઞાન
અને સમ્યગ્દર્શન ઉપરાંત સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્રદશા હોય ત્યારે જ મુનિપણું હોય છે. એટલું ખરૂં
કે આત્મજ્ઞાન હોય તો જ મુનિપણું હોઈ શકે. આત્મજ્ઞાન વગર તો મુનિપણું હોય જ નહિ–એ નિયમ
છે. આત્મજ્ઞાન હોય છતાં મુનિપણું ન હોય, અગર હોય પણ ખરું,–એટલે તેમાં કોઈ નિયમ નથી.
‘नमो लोए सव्व साहुणं’ માં આ બધું આવી જાય છે પણ મોટા ભાગના લોકો તો વસ્તુસ્વરૂપ
સમજ્યા વગર માત્ર પાઠ ગોખી જાય છે. એક સાધુના સ્વરૂપને ઓળખે તોપણ ભેદજ્ઞાન થઈ જાય તેવું
છે, પંચ પરમેષ્ઠીમાંથી કોઈના સ્વરૂપને ઓળખે–અરે! સમ્યગ્દ્રષ્ટિના સ્વરૂપને ઓળખે તોય જીવને
અંતરમાં પોતાના વાસ્તવિક સ્વભાવનું લક્ષ થઈ જાય.....ને પોતે પણ તેમની જાતમાં ભળી જાય.
‘સજાત’ થયા વિના, એટલે કે તેમની જ જાતનો અંશ પોતામાં પ્રગટ કર્યા વિના, અરિહંત વગેરેના
સ્વરૂપનો ખરો નિર્ણય થઈ શકતો નથી. આહા! આમાં પણ નિશ્ચય વ્યવહારની અદ્ભુત સંધિ છે.
જૈનશાસનનું રહસ્ય અંતર્મુખ–સ્વસન્મુખ થવાથી જ સમજાય છે.....મોક્ષમાર્ગની પણ એ જ રીતે છે.
જેઓ અંર્તસ્વભાવની સન્મુખ થઈને ચૈતન્યની સાધનામાં રત છે તેઓ જ સાધુ છે. જેઓ ચૈતન્યમાં
રત ન હોય ને રાગમાં કે પરદ્રવ્યના પરિગ્રહમાં રત હોય તેને સાધુપણું ક્્યાંથી હોય? પરદ્રવ્યમાં ને
પરભાવમાં લીન રહેનાર જીવ સ્વપદને ક્્યાંથી સાધે? જૈનશાસનમાં બધાય સાધુઓ સ્વપદને
સાધવામાં તત્પર હોય છે; તેમાં કોઈ સાધુ સાતમે ગુણસ્થાને નિર્વિકલ્પ આનંદમાં બિરાજતા હોય, ને
કોઈ સાધુ છઠ્ઠા ગુણસ્થાને સર્વિકલ્પદશામાં વર્તતા