Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 29

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૦૪
હોય, એટલે કોઈ સાધુ શુદ્ધોપયોગમાં વર્તતા હોય ને કોઈ સાધુ શુભોપયોગમાં પણ વર્તતા હોય, એવા
પ્રકારના ભેદ હોય, પરંતુ કોઈ સાધુ વસ્ત્રરહિત દિગંબર હોય અને કોઈ સાધુ વસ્ત્રસહિત પણ હોય–
એવા પ્રકારના ભેદ તો જૈનશાસનના સાધુઓમાં નથી. અંતરમાં તેમજ બાહ્ય નિર્ગંથદશા વગર કોઈ
જીવ જૈનશાસનના ‘નમો લોએ સવ્વ સાહૂણં’ પદમાં આવી શકે નહીં. સાધુપણું એ તો જૈનશાસનનું
પરમ–ઈષ્ટ પરમેષ્ઠી પદ છે.
જૈનશાસનના સાધુ કેવા હોય? એ વાત સ્વયં સાધુદશામાં વર્તી રહેલા કુંદકુંદાચાર્ય અને
પદ્મપ્રભમુનિરાજ સમજાવી રહ્યા છે. જૈનશાસનના સાધુઓ તો પરમ સંયમી મહાપુરુષો હોવાથી
ત્રિકાળ નિરંજન નિરાવરણ પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોય છે અને સમસ્ત
બાહ્યવ્યાપારથી વિમુક્ત હોય છે. જુઓ, આ મહાપુરુષનું કાર્ય! સૌથી શ્રેષ્ઠ–મહાન એવો જે પોતાનો
પરમ પંચમસ્વભાવ તેની ભાવના એ જ મહાપુરુષોનું કર્તવ્ય છે. એ સિવાય રાગની કે બાહ્યવિષયોની
ભાવના એ તો તૂચ્છજીવોનું એટલે કે મિથ્યાદ્રષ્ટિઓનું કાર્ય છે. મહાપુરુષ એવા મુનિવરો તો અંતરમાં
ચિદાનંદસ્વભાવની ભાવનામાં પરિણમી ગયા છે. વળી તે સાધુઓ જ્ઞાન–દર્શન–ચારિત્ર અને ચતુર્વિધ
આરાધનામાં સદા અનુરક્ત છે; બાહ્ય–અભ્યંતર સમસ્ત પરિગ્રહ રહિત હોવાથી નિર્ગ્રંથ છે; અને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી વિરુદ્ધ એવા મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે મોહ તેનો અભાવ હોવાથી
મુનિઓ નિર્મોહ છે. આવા નિર્ગ્રંથ–નિર્મોહ મુનિવરો મોક્ષની સાધનામાં જ તત્પર છે, જગતના સ્ત્રી
આદિ પદાર્થોને અવલોકવાનું કુતૂહલ તેમને રહ્યું નથી, તેઓ તો વીતરાગ થઈને અતીન્દ્રિય આનંદરૂપ
એવી જે મુક્તિસુંદરી તેની અનુપમતા અવલોકવામાં જ કુતૂહલબુદ્ધિવાળા છે, એટલે કે મોક્ષ સિવાય
બીજું કાંઈ તેમને પ્રિય નથી, મોક્ષને સાધવા સિવાય બીજે ક્્યાંય તેમની બુધ્ધિ ભમતી નથી. આવા
સાધુઓ અલ્પકાળમાં જ મોક્ષસુખને સાધે છે. તેમનું બહુમાન ટીકાકાર મુનિરાજ કહે છે, ભવવાળા
જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વસંગના સંબંધથી જે મુક્ત છે, એવું તે સાધુનું મન અમને
વંદ્ય છે. હે સાધુ! તે મનને શીઘ્ર નિજાત્મામાં મગ્ન કરો...સમગ્રપણે અંતરમાં મગ્ન કરીને શીઘ્ર
કેવળજ્ઞાન પામો. ખરેખર તો પોતે સાધુપદમાં વર્તે છે ને પોતાના આત્માને સંબોધીને કહે છે કે અરે
આત્મા તેં મુનિદશા તો પ્રગટ કરી....હવે તારા ઉપયોગને શીઘ્ર આત્મસ્વભાવમાં મગ્ન કરીને તું
કેવળજ્ઞાન પ્રગટ કર. તું કેવળજ્ઞાનનો સાધક થયો....હવે ચૈતન્યમાં લીન થઈને જલદી કેવળજ્ઞાનને
સાધ.
હે સિધ્ધપદના સાધક સાધુ–પરમેષ્ઠી! તારા ચૈતન્યપરિણમનને મારા નમસ્કાર હો.......
આ રીતે બહુમાનપૂર્વક ભગવાન પંચ–પરમેષ્ઠીનું વર્ણન પૂરું થયું.....તે પરમેષ્ઠી ભગવંતો
અમારું કલ્યાણ કરો....તેમને નમસ્કાર હો.
नमो अरिहंताणं।
नमो सिद्धाणं।
नमो आइरियाणं।
नमो उवज्झायाणं।
नमो लोए सव्वसाहूणं।