અનંત શક્તિસંપન્ન
ચૈતન્યધામ
–તેને ઓળખી, તેનો અચિંત્ય મહિમા લાવી,
તેની સન્મુખ થાઓ. ચૈતન્યમાં બેહદ તાકાત છે,
અનંત શક્તિસંપન્ન તેનો અચિંત્ય મહિમા છે; તેની
શક્તિઓને ઓળખે તો તેનો મહિમા આવે ને જેનો
મહિમા આવે તેમાં સન્મુખતા થયા વિના રહે નહીં.–
આ રીતે સ્વસન્મુખતા થતાં અપૂર્વ સુખ–શાંતિ ને
ધર્મ થાય છે. આવી સ્વસન્મુખતા કરાવવા માટે
આચાર્ય ભગવાને ચૈતન્યશક્તિનું અદ્ભુત વર્ણન
કર્યું છે. તેના ઉપર પૂ. ગુરુદેવનાં અધ્યાત્મરસભીનાં
પ્રવચનોનું કેટલુંક દોહન ગતાંકમાં આવી ગયું છે,
ત્યાર પછી વિશેષ અહીં આપવામાં આવ્યું છે. આ
૪૭ શક્તિનાં વિસ્તૃત પ્રવચનો ‘આત્મપ્રસિદ્ધિ”
નામના પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ ગયા છે,
જિજ્ઞાસુઓને તે વાંચવા ભલામણ છે.
અનંતશક્તિથી પરિપૂર્ણ ચૈતન્યતત્ત્વ છે તેની સન્મુખ થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે
નિર્મળ પર્યાય પ્રગટે તે પર્યાયની અભેદતા સહિત ચૈતન્યતત્ત્વને ‘સમયસાર’ કહે છે આવી દશાથી
આત્માનું જીવન તે જ સાચું જીવત્વ છે. એવું જીવત્વ જેણે જાણ્યું તેણે સાચું જીવનસંશોધન કર્યું, તે ધર્મી
થયો, તેનું જીવન સુખી થયું.
ભાઈ, તારા સુખી જીવનનું કારણ તારી ચૈતન્યશક્તિ જ છે, બીજું કોઈ કારણ નથી. જુઓ, આ
સમ્યગ્દર્શનની પદ્ધતિ કહેવાય છે. ૪૭ શક્તિના વર્ણનદ્વારા જે ચૈતન્યપિંડ બતાવ્યો તેની સન્મુખ થતાં
સમ્યગ્દર્શનાદિ પ્રગટીને ઘાતિકર્મોની ૪૭ પ્રકૃતિનો ક્ષય કરીને જીવ કેવળજ્ઞાન પામે છે, તે સર્વજ્ઞ થાય
છે, સર્વદર્શી થાય છે, પરમ સુખી થાય છે, અનંતવીર્યસંપન્ન થાય છે, પરમ સ્વતંત્ર પ્રભુતાથી તે શોભી
ઊઠે છે, ને તે જ સાદિ–અનંત નિશ્ચયજીવન પરમ આનંદ સહિત જીવે છે. સમ્યગ્દર્શન વગરના જીવનને
જ્ઞાનીઓ ખરું જીવન કહેતા નથી, એ તો દુઃખમય જીવન છે, તેમાં ચૈતન્યની દશા હણાય છે;–એવા
જીવનને જીવન કેમ કહેવાય?
અહા! ચૈતન્યદરિયામાં કેવા કેવા રત્નો પડ્યા