: ૧૨ : આત્મધર્મ: ૨૦૪
છે, ને કેવા કેવા નિધાન ભર્યા છે તેની અજ્ઞાનીઓને ખબર નથી. જે ચૈતન્યનિધાનને લક્ષમાં લેતાં જ
અનુકૂળ સુખનો અનુભવ થાય–એવાં નિધાન પોતામાં છે, તેની પ્રતીત કરવી એ જ સમ્યગ્દર્શનની
પદ્ધતિ છે. ચૈતન્યની એક જ્ઞાનશક્તિના ગર્ભમાં સર્વજ્ઞતાની વ્યક્તિ થવાની તાકાત છે.–એ તાકાતનો
વિશ્વાસ કોણ કરે? જેને રાગની અધિકતા ભાસે તેને ચૈતન્યની તાકાતનો વિશ્વાસ નથી. રાગને તોડીને
સર્વજ્ઞતાને પામે–એવી ચૈતન્યની તાકાત છે. તે તાકાતથી ભિન્ન રહીને તેની પ્રતીત થઈ શકતી નથી પણ
તેની સન્મુખ થઈને, તેમાં તન્મય થઈને તેની સમ્યક્ પ્રતીતિ થાય છે. એ જ સમ્યગ્દર્શન છે, એ જ
સુખનો અને સત્ય જીવનનો ઉપાય છે.
ઈંદ્રિયોથી જે લાભ માને છે, જડ ઇંદ્રિયોને જ્ઞાનનુ્રં સાધન માને છે, કે ઈંદ્રિયવિષયોમાં જે સુખ
માને છે તે મૂઢ જીવ જડને આધીન પોતાનું જીવન માને છે, જડથી ભિન્ન પોતાના અતીન્દ્રિય–
ચૈતન્યજીવનને તે જાણતો નથી, એટલે તે તો જડ જીવન જીવે છે. ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને
જ્ઞાનીએ ઈંદ્રિયોનું અવલંબન તોડી નાખ્યું છે એટલે જડજીવનને ઉડાડી દીધું ને ચૈતન્યનું આનંદમય
જીવન પ્રાપ્ત કર્યું છે.
દુનિયાના જીવો સુખની ઝંખના કરે છે......કોઈ રીતે સુખ મળે?–ક્્યાંયથી સુખ મળે? એમ
બધાય જીવો ઈચ્છે છે. આચાર્યપ્રભુ કહે છે કે હે જીવો! તમારા આત્મામાં જ સુખશક્તિ ભરેલી છે, તેની
સન્મુખ થવાથી તેમાંથી જ સુખ મળશે.....એ સિવાય બીજી કોઈ રીતે જગતમાં બીજે ક્્યાંયથી સુખ
મળી શકે તેમ નથી. સુખ શું આત્મામાં નથી ને બહારથી આવવાનું છે? ના; પોતાનું સુખ બહારમાં
શોધવું પડે તો તો પરાધીનતા થઈ.....પરાધીનતામાં તો દુઃખ હોય, સુખ ન હોય. પોતાના સ્વભાવમાં
જ સુખ છે, ને તે સ્વભાવમાં સન્મુખ થતાં જ સ્વ–આધીનતાથી સુખ પ્રગટે છે, તે સુખમાં જગતના
બીજા કોઈ પદાર્થની અપેક્ષા નથી, આત્માના સ્વભાવથી જ તે સુખ સ્વયંસિધ્ધ છે. જેમ તેમાં બહારના
પદાર્થોની અપેક્ષા કે મદદ નથી તેમ તેમાં કોઈ વડે બાધા કે વિઘ્ન પણ થઈ શકતું નથી. એ રીતે તે સુખ
સ્વાધીન છે.
આત્મા વિશુદ્ધ–જ્ઞાનસ્વરૂપ છે; તે પરદ્રવ્યોમાંથી કાંઈ લાભ લ્યે, કે પરને કાંઈ લાભ આપે–એવું
તેના સ્વરૂપમાં નથી. એટલે પરમાં કાંઈ પણ સુખ છે એ માન્યતા ભ્રમભરેલી છે; અને પરતરફના
ઝૂકાવથી જે રાગદ્વેષની વૃત્તિઓ થાય છે તે પણ આકુળતામય છે, તેમાં પણ સુખ નથી.–સુખ છે ક્્યાં?
ભાઈ, અંતરતત્ત્વના નિધાનમાં જ તારો આનંદ ભર્યો છે.–તેમાં સન્મુખ થતાં આત્મા પોતે સુખરૂપે
પરિણમી જાય છે, પોતે સ્વયમેવ છ કારકરૂપ થઈને સુખપણે પરિણમી જાય છે, બીજા કોઈની તેને
અપેક્ષા નથી, ભાઈ, અંતરમાં ડોકિયું કરીને તારા આત્માનું મંથન તો કર; તારો સુખસ્વભાવ અંતરમાં
છે તેનું શોધન તો કર. તેમાં તને કોઈ અપૂર્વ સુખ ને અપૂર્વ આનંદ અનુભવાશે. આવો આનંદનો
અનુભવ થાય તેને જિનેશ્વરભગવાન જૈનધર્મ કહે છે.
ભગવાન કહે છે: અરે જીવ! અમે તને તારી કિંમત કરાવીએ છીએ. તારી કિંમત કેટલી બેહદ છે
તેની તને ખબર નથી, પણ તારામાં એવું બેહદ અચિંત્ય સામર્થ્ય છે કે એક ક્ષણમાં આખાય વિશ્વને
જ્ઞાનમાં જ્ઞેયપણે પી જાય.....ને આખા જગતથી નિરપેક્ષ રહીને પોતે પોતાના પરમ આનંદને અનુભવે.
જે આનંદના એક કણિયા પાસે ત્રણ જગતનો વૈભવ પણ તૂચ્છ ભાસે.–આવી તારા આત્માની કિંમત
એટલે કે મહિમા છે. પણ તું તારી કિંમત ભૂલીને, તને નમાલો માનીને, રાગથી ને દેહની ક્રિયાથી તારી
કિંમત કે મહિમા માને છે, તારી એ માન્યતા જ તને સંસારમાં રખડાવે છે. અમે તને કહીએ છીએ કે
સર્વજ્ઞતાની ને પૂર્ણાનંદની શક્તિ તારામાં ભરી છે, અર્હંતોમાં જેટલી તાકાત વ્યક્ત થઈ તેટલી બધીય
તાકાત તારામાં પણ ભરી જ છે. અર્હંતો અને સિધ્ધો કરતાં તારા આત્માની કિંમત જરાય ઓછી નથી.
અર્હંતોમાં અને આ આત્માના સ્વભાવમાં જે કિંચિત્ ફેર માને તે મિથ્યાદ્રષ્ટિ–આત્મઘાતકી છે. જેની
કિંમત હોય તેટલી બરાબર આંકે તો તેનું બરાબર જ્ઞાન અને બહુમાન કર્યું કહેવાય. કરોડપતિ માણસને
ગરીબ–હજાર રૂા. ની મુડીવાળો જ માને