Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 29

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૦૪
આત્માને સાધવા માટે મોક્ષાર્થીએ શું કરવું?
(વીર સં. ૨૪૮પ
વૈશાખ સુદ પાંચમ)
દક્ષિણના તીર્થધામની ઉમંગભરી યાત્રા કરીને પાછા
ફરતાં વચ્ચે દેહગામ મુકામે પૂ. ગુરુદેવ પધાર્યા....ત્યારે
દેહગામના જૈનસમાજે ઉત્સાહથી સ્વાગત કરીને, મોટી
સંખ્યામાં પૂ. ગુરુદેવના પ્રવચનનો લાભ લીધો હતો. તે
પ્રવચનનો સાર અહીં આપવામાં આવ્યો છે. આત્મસ્વરૂપને
સમજવાની ખાસ પ્રેરણા પૂ. ગુરુદેવના પ્રવચનમાં તરી આવે
છે......આત્મસ્વરૂપને કઈ રીતે સાધવું–તે વાત આચાર્ય
ભગવંતોએ સમયસાર ગાથા ૧૭–૧૮ માં બહુ સરસ રીતે
સમજાવી છે તેના ઉપરનું આ પ્રવચન છે. આત્માર્થીતાના રસથી
ઝરતું આ પ્રવચન દરેક જિજ્ઞાસુને જરૂર આનંદિત કરશે.
દેહથી ભિન્ન આત્મતત્ત્વ શું ચીજ છે તે જાણ્યા વિના જીવ અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરી
રહ્યો છે. તે પરિભ્રમણ કેમ ટળે તેની આ વાત છે. આચાર્યદેવ કહે છે કે બીજી ચિંતાથી તો બસ થાઓ,
પરંતુ આત્મામાં ભેદના વિકલ્પોરૂપ ચિંતાથી પણ સાધ્યઆત્માની સિદ્ધિ નથી એટલે કે આત્માનો
અનુભવ થતો નથી. સાધ્યઆત્માની સિદ્ધિ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી જ થાય છે, બીજી રીતે થતી
નથી. માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે શુદ્ધઆત્માને સેવવો (આરાધવો, અનુભવવો) તે જ
મોક્ષાર્થીજીવનું પ્રયોજન છે. મોક્ષાર્થીએ પોતાનું આવું પ્રયોજન સિદ્ધ કરવા માટે શું કરવું તે વાત
આચાર્યદેવ દ્રષ્ટાંત આપીને સમજાવે છે.–(સમયસાર ગાથા ૧૭–૧૮)
જયમ પુરુષ કોઈ નૃપતિને જાણે,
પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન–અર્થી એ
અનુચરણ નૃપતિનું કરે.
જીવરાજ એમજ જાણવો,
વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ
પછી યત્નથી મોક્ષાર્થીએ.
જેમ ધનનો અર્થી પુરુષ ધનને માટે રાજાની સેવા કરે છે તેમ મોક્ષના અભિલાષી મોક્ષાર્થી જીવે
મોક્ષને માટે ચૈતન્યરાજાનું સેવન કરવું.–કઈ રીતે સેવન કરવું? તે બતાવે છે: