Atmadharma magazine - Ank 204
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 29

background image
આસો: ૨૪૮૬ : ૧પ :
નિશ્ચયથી જેમ ધનનો અર્થી પુરૂષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે ‘આ રાજા છે’ ....
તેમ મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો બહુ ઉદ્યમથી આત્માને જાણવો કે “આ ચૈતન્યપણે જે અનુભવાય છે તે જ
હું છું.” પછી, જેમ તે પુરુષ રાજાને જાણીને તેનું શ્રદ્ધાન કરે છે કે આ અવશ્ય રાજા જ છે ને તેના
સેવનથી મને જરૂર ધનની પ્રાપ્તિ થશે....તેમ મોક્ષાર્થી પુરુષે પણ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેનું
શ્રદ્ધાન કરવું કે આવો ચૈતન્યસ્વરૂપ આત્મા જ હું છું....તેનું જ સેવન કરવાથી પરમ આનંદરૂપ મોક્ષની
પ્રાપ્તિ થશે. આવા જ્ઞાન–શ્રદ્ધાન કરીને પછી, જેમ તે પુરુષ રાજાને સર્વપ્રકારે અનુસરીને તેની સેવાથી
તેને પ્રસન્ન કરે છે તેમ મોક્ષાર્થી જીવે સર્વ પ્રકારના ઉદ્યમપૂર્વક ચૈતન્યસ્વભાવનું જ અનુચરણ કરવું
એટલે કે તેના જ અનુભવમાં લીન થવું.–આમ કરવાથી સાધ્ય આત્માની સિધ્ધિ થાય છે. બીજી રીતે
થતી નથી.
દેહથી ભિન્ન ચૈતન્યમૂર્તિ આત્મા સ્વતંત્ર વસ્તુ છે; તે આત્મા કદી નવો ઉત્પન્ન થયો નથી ને કદી
પણ તેનો નાશ થતો નથી; પોતાના જ્ઞાનસ્વરૂપે તે ત્રિકાળ ટકી રહે છે. અત્યાર સુધી તેણે શું કર્યું? કે
પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલીને ૮૪ લાખ યોનીમાં અનંત અવતાર કર્યા, સ્વર્ગમાં પણ અનંતવાર
ગયો ને નરકમાં પણ અનંતવાર ગયો, તિર્યંચ પણ અનંતવાર થયો ને મનુષ્ય પણ અનંતવાર થયો.–
ઓળખાણ કરીને તેમાં ઠરે તો ચાર ગતિનું પરિભ્રમણ ટળે.
ભાઈ, તારું સુખ પણ પરમાં નથી ને તારું દુઃખ પણ પરમાં નથી. તારો મોક્ષ અને સંસાર બંને
તારામાં જ છે. ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા’–ચૈતન્યસ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે પૂર્ણ શુદ્ધતા પ્રગટે તે
જ મોક્ષ છે; અને રાગ–દ્વેષ–મોહરૂપ જે અશુદ્ધતા છે તે જ સંસાર છે. જીવનો સંસાર બીજા પદાર્થોમાં
નથી, તેમજ જીવનો મોક્ષમાર્ગ પણ બીજા પદાર્થોમાં નથી. ‘અપને કો આપ ભૂલકે હૈરાન હો ગયા....’
અંતરમાં ચૈતન્યતત્ત્વને ઓળખીને તેની સેવા કરવી–આરાધના કરવી–તે જ ચારગતિની હેરાનગતીથી
છૂટવાનો ઉપાય છે.
આ ચૈતન્યમૂર્તિ આત્માને જન્મ ધારણ કરવો પડે, દેહ ધારણ કરવો પડે તે શરમ છે. તે
શરમજનક જન્મો કેમ ટળે તેની આ વાત છે.
ધ્યાન વડે અભ્યંતરે દેખે જે અશરીર,
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની ક્ષીર. ૬૦
પહેલાં અંતરમાં આત્માની ધગશ લાગવી જોઈએ......અરે, હું ચૈતન્યમૂર્તિ સિદ્ધભગવાન જેવો
આત્મા, મારો આનંદ મારામાં, ને મારે આવા અવતાર કરવા પડે–એ શરમ છે! મારાં ચૈતન્યનિધાન
મારામાં છે–તે ખોલીને હું શરમજનક જન્મોનો અંત કરું–આમ અંતરમાં મોક્ષાર્થી થઈને આત્માની ખરી
જિજ્ઞાસા જાગે, તે જીવ પ્રયત્નપૂર્વક–સર્વ ઉદ્યમથી પોતાના આત્માને જાણે છે, શ્રદ્ધે છે ને તેને જ
અનુસરે છે. ભાઈ, આવા આત્માના અનુભવ વિના બીજું બધું તે અનંતવાર કર્યું.–
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો.
આત્માના જ્ઞાન વગર ત્યાગી થઈને અનંતવાર તેં મુનિવ્રત પાળ્‌યા, ને ૧૬ સ્વર્ગથી પણ ઉપર
નવમી ગ્રૈવેયક સુધી અનંતવાર ગયો, પણ તેથી શું મળ્‌યું? આત્માનું સુખ તો કિચિંત્ પણ ન મળ્‌યું. જો તે
વ્રતાદિના શુભરાગથી તું તારૂં કલ્યાણ માનતો હો તો તું છેતરાય છે; ઊંધી માન્યતાથી તારા આત્માને તું જ
છેતરી રહ્યો છે. સંતો પોતાના અનુભવની વાત કરીને તને સમજાવે છે કે અરે જીવ! તું તો ચૈતન્ય છો,
તારો અનુભવ તો ચૈતન્યરૂપ છે, તારો સ્વાદ તો ચૈતન્યમય છે. “ચૈતન્યસ્વાદપણે જે અનુભવાય તે જ હું
છુ”–એમ સ્વસંવેદનથી શ્રદ્ધા–જ્ઞાન કર, ને પછી તેમાં ઠર....એ જ મુક્તિને ઉપાય છે.
મોક્ષાર્થી જીવે મોક્ષને સાધવા માટે શું કરવું? તે વાત આચાર્યદેવે આ ગાથામાં રાજાનો દાખલો
આપીને બહુ સરસ રીતે સમજાવી છે. જેને રાજા પાસેથી પોતાનું