____________________________________________________________________________
વર્ષ સત્તરમું: અંક ૧૨ મો સંપાદક: રામજી માણેકચંદ દોશી આસો: ૨૪૮૬
____________________________________________________________________________
જ્ઞા ન દ ર્પ ણ
લગભગ ૨પ૦ વર્ષ પહેલાં જયપુર રાજ્યમાં એક અધ્યાત્મપ્રેમી કવિ
દીપચંદજી થઈ ગયા, અનુભવપ્રકાશ, પરમાત્માપુરાણ વગેરે અનેક અધ્યાત્મ
ગ્રંથોની રચનાદ્વારા તેમણે પોતાનો અધ્યાત્મરસ વહેતો મૂક્્યો છે. તેમની કથનશૈલી
કેટલી સરલ, અને છતાં કેટલી અસરકારક છે તે ‘અનુભવપ્રકાશ’ વાંચનારને
ખ્યાલમાં હશે. તેમના રચેલા પાંચ ગ્રંથોનો સંગ્રહ “અધ્યાત્મ પંચ સંગ્રહ” તરીકે
પ્રસિદ્ધ થયેલ છે, તેમાં “જ્ઞાનદર્પણ” પદ્યરૂપે છે: આ જ્ઞાનદર્પણમાં સમ્યગ્દ્રષ્ટિ સંતની
પરિણતિનું સુંદર મહિમાભર્યું વર્ણન કર્યું છે. કુલ ૧૯૬ પદ છે, તેમાંથી કોઈ કોઈ
પદો અર્થ સહિત અહીં આપીએ છીએ–જેથી જિજ્ઞાસુ પાઠકો તેના અધ્યાત્મરસનું
આસ્વાદન કરી શકે.
નિજભાવનામેં આનંદ લીજિએ
(કવિત)
પરમ પદારથ કો દેખે પરમારથ હવૈ, સ્વારથ સ્વરૂપકો અનૂપ સાધિ લીજિએ,
અવિનાશી એક સુખરાશિ સોહે ઘટહીમેં, તાકો અનુભૌ સુભાવ સુધારસ પીજિએ;
દેવ ભગવાન જ્ઞાનકાલકો નિધાન જાકો, ઉરમેં અનાય સદાકાલ ધિર કીજિએ,
જ્ઞાન હીમેં ગમ્ય જાકો પ્રભુત્વ અનંતરૂપ, વેદી નિજભાવનામેં આનંદ લહીજિએ.ાા ૪ાા
ભાવાર્થ:– પરમ પદાર્થને દેખતાં પરમાર્થ સધાય છે, માટે તેને દેખીને પોતાના
નિજ–પ્રયોજનરૂપ અનુપમ સ્વરૂપને સાધી લ્યો અવિનાશી એકરૂપ સુખરાશી અંતરમાં જ
સોહે છે તેનો અનુભવ કરીને સ્વભાવ–સુધારસનું પાન કરો.....જ્ઞાનકળાનો નિધાન એવો
ભગવાન ચૈતન્યદેવ, તેને અંતરમાં લાવીને સદાકાળ સ્થિર કરો....જેનું અનંત પ્રભુત્વ
જ્ઞાનમાં જ ગમ્ય છે એવા તે પરમ પદાર્થને વેદીને નિજભાવનામાં આનંદ લિજિએ.
૨૦૪