: ૧૬ : આત્મધર્મ : ૨૦પ
શક્તિના ભાનપૂર્વકની ભક્તિ
[શ્રી ઋષભજિનસ્તોત્ર ઉપરના પ્રવચનમાંથી: વીર સંવત ૨૪૮૬ શ્રાવણ વદ ૧૩]
સંતોને આ સંસારમાં ભગવાન સર્વજ્ઞ પરમાત્મા જ પ્રિયતમ
છે...બીજું કાંઈ પ્રિય નથી. સંત્ ધર્માત્માને પ્રિયમાં પ્રિય કાંઈ હોય
તો, અંતરમાં તો પોતાનો ચિદાનંદસ્વભાવ પ્રિયતમ છે, ને
બહારમાં સર્વજ્ઞ પરમાત્મા તેને પ્રિયતમ છે. તેથી એવા પરમાત્મા
પ્રત્યે ભક્તિનો ભાવ તેને ઉલ્લસી જાય છે. આહા! આવો ચૈતન્ય–
સ્વભાવ! આવો જ્ઞાયકબિંબસ્વભાવ!–એમ ચિદાનંદસ્વભાવના
બહુમાનપૂર્વક ભગવાનને જે દેખે છે તે ધન્ય છે. ભગવાન પ્રત્યે
આવી ભક્તિવાળા આરાધકધર્માત્માના પુણ્ય પણ લોકોત્તર હોય
છે, તેના વચનમાં જાણે અમૃત ઝરતું હોય! લોકો આવીને તેને કહે
કે આપ કાંઈક બોલો! કાંઈક સ્તુતિ બોલો, કાંઈક ચર્ચાવાર્તા
સંભળાવો, આ રીતે, હે ભગવાન! જેણે આપની આરાધના કરી તે
જીવ બીજાઓ વડે આરાધાય છે
ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં પહેલી ગાથામાં કહ્યું કે કેવળજ્ઞાનાદિ ગુણોના નિધાન હે
નાભિનંદન આદિનાથ! આપનો જય હો. હવે બીજી ગાથામાં કહે છે કે હે નાથ! આપના દર્શન અને ધ્યાન
કરનાર ધન્ય છે.
પ્રશ્ન:– ભગવાનની ભક્તિનો ભાવ તે તો શુભરાગ છે, તેનો ઉપદેશ કેમ આપો છો?
ઉત્તર:– ભાઈ, અંતરમાં ચિદાનંદ સ્વભાવનું જ્યાં ભાન થયું અને તેની પૂર્ણાનંદ દશા પ્રાપ્ત કરવાની
ભાવના વર્તે છે ત્યાં, એવી પૂર્ણાનંદદશાને પામેલા પરમાત્મા પ્રત્યે ભક્તિ–બહુમાનનો ઉલ્લાસ આવ્યા વિના
રહેતો નથી. જોકે તે શુભરાગ છે પણ સાધકની ભૂમિકામાં એવો ભાવ હોય છે. તે રાગની કેટલી હદ છે તેનો
સાધકને બરાબર વિવેક વર્તે છે. ખરેખર તો સર્વજ્ઞના સ્તવનના બહાને પોતાના ચિદાનંદ સ્વભાવની ભાવના
પુષ્ટ કરે છે. ચૈતન્યસ્વભાવની ભાવનામાં જેટલી વીતરાગી શુદ્ધતા થઈ તેટલી પરમાર્થસ્તુતિ છે; વચ્ચે રાગ
રહી ગયો ત્યાં બહારમાં પરમાત્મા તરફ લક્ષ જાય છે ને