કારતક : ૨૪૮૭ : ૩ :
જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન
ભેદજ્ઞાન માટે જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે,
અને ભેદજ્ઞાન માટેનો જે અભ્યાસ કરે છે એવો શિષ્ય પૂછે
છે કે પ્રભો! આત્મા જ્ઞાનસ્વરૂપ થયો તે કઈ રીતે
ઓળખાય? આત્મા ભેદજ્ઞાની થયો તે કઈ રીતે
ઓળખાય? જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન શું? અનાદિથી
આત્મા વિકારરૂપ થયો થકો અજ્ઞાની હતો, તે અજ્ઞાન
ટાળીને આત્મા જ્ઞાની થયો તે કયા ચિહ્નથી ઓળખાય?–તે
સમજાવો.
જુઓ, આ જ્ઞાનીને ઓળખવાની ધગશ? આવી
ધગશવાળા શિષ્યને આચાર્યદેવ જ્ઞાનીનું ચિહ્ન ઓળખાવે
છે:–
પરિણામ કર્મતણું અને
નોકર્મનું પરિણામ જે
તે નવ કરે જે, માત્ર જાણે
તે જ આત્મા જ્ઞાની છે. ૭પ.
જુઓ, આ જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન! આવા ચિહ્નથી જ્ઞાનીને ઓળખે તેને ભેદજ્ઞાન થયા વગર રહે
નહિ, એટલે તે પોતે પણ જ્ઞાની થઈ જાય.
જે આત્મા જ્ઞાની થયો તે પોતાને એક જ્ઞાયક સ્વભાવી જ જાણતો થકો જ્ઞાનભાવે જ પરિણમે છે, ને
વિકારના કે કર્મના કર્તાપણે તે પરિણમતો નથી.–આ જ્ઞાનીનું ચિહ્ન છે.
અહીં જ્ઞાનપરિણામને જ જ્ઞાનીનું ચિહ્ન કહ્યું; જ્ઞાનીનું ચિહ્ન તો જ્ઞાનમાં હોય, કાંઈ શરીરમાં કે રાગમાં
જ્ઞાનીનું ચિહ્ન ન હોય. શરીરની અમુક ચેષ્ટાવડે કે રાગવડે જ્ઞાની ઓળખાતા નથી, જ્ઞાની, તો તેનાથી ભિન્ન
છે. માટે આચાર્યદેવ કહે છે કે હે શિષ્ય! જે જીવ જ્ઞાનને અને રાગને એકમેક નથી કરતો પણ જુદા જ જાણે
છે, જુદા જાણતો થકો રાગાદિનો કર્તા થતો નથી પણ જ્ઞાતા જ રહે છે ને જ્ઞાનપરિણામનો જ કર્તા થઈને
પરિણમે છે, તેને તું જ્ઞાની જાણ.
વ્યાપ્ય–વ્યાપકપણાના સિદ્ધાંત ઉપર અહીં જ્ઞાનીની ઓળખાણ કરાવી છે. જ્ઞાનપરિણામની સાથે જેને
વ્યાપ્ય–વ્યાપકપણું છે તે જ્ઞાની છે; વિકાર સાથે જેને વ્યાપ્ય–વ્યાપકપણું છે તે અજ્ઞાની છે. વ્યાપ્ય વ્યાપકપણું
એક સ્વરૂપમાં જ હોય, ભિન્ન સ્વરૂપમાં ન હોય; એટલે જેને જેની સાથે એકતા હોય તેને તેની જ સાથે
વ્યાપ્ય–વ્યાપકપણું હોય, અને તેની જ સાથે કર્તાકર્મપણું હોય. જ્ઞાની જ્ઞાન સાથે જ એકતા કરીને તેમાં જ
વ્યાપતો થકો તેનો કર્તા થાય છે, એટલે જ્ઞાનરૂપ કાર્યથી જ્ઞાની ઓળખાય છે. આવો જ્ઞાની વિકાર સાથે
એકતા કરતો નથી, તેમાં તે વ્યાપતો નથી ને તેનો તે કર્તા થતો નથી. આ રીતે જ્ઞાનને વિકાર સાથે એકતા
નથી. જ્ઞાનીનું આવું લક્ષણ જે જીવ ઓળખે તેને ભેદજ્ઞાન થાય, તેને