Atmadharma magazine - Ank 205
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
કારતક : ૨૪૮૭ : :
સુ...ખ...ધા...મ
:: પુણ્ય નહિ–પણ આત્મા.
ચૈતન્યસ્વરૂપ આત્મા ‘પરમ મહિમાવંત અનંતસુખનું ધામ છે, તેની મહત્તા જેને ન ભાસી તેઓ
બહારમાં–ઈન્દ્રિયવિષયોમાં કે તેના હેતુભૂત પુણ્યમાં સુખ માને છે; પરંતુ ખરેખર તે પુણ્યો તો તૃષ્ણાનો
ઉદ્ભવ કરીને આકુળતા દેનાર છે–દુઃખદાયક છે. સુખદાયક તો એક ચૈતન્યધામ આત્મા જ છે. સુખને કોઈ
પુણ્યનું કે ઈન્દ્રિયવિષયોનું આલંબન નથી, સુખને તો આત્મસ્વભાવનું જ અવલંબન છે. આવા ચૈતન્યની
રુચિરૂપ બીજમાંથી તો કેવળજ્ઞાન અને અતીન્દ્રિયઆનંદરૂપ ફાલ પાકશે. અને પુણ્યની રુચિમાંથી તો
વિષયોની તૃષ્ણારૂપ ઝેરીફાલ પાકશે.
અજ્ઞાનીઓ ચૈતન્યસુખને ચૂકીને, ઈન્દ્રિયવિષયોમાં સુખ માનતા હોવાથી તેઓ સદાય તૃષ્ણાથી
બળ્‌યા–ઝળ્‌યા વિષયોમાં જ રત રહે છે ને દુઃખી જ થાય છે; જ્ઞાનીઓ પોતાના ચિદાનંદતત્ત્વની સન્મુખતા વડે
ચૈતન્યના અતીન્દ્રિય સુખને જાણતા થકા, અને વિષયોમાં કિંચિત્ પણ સુખ નહિ માનતા થકા, આનંદધામ
એવા આત્મામાં જ સદાય દિનરાત રત રહે છે.
“સુખધામ અનંત સુસંત ચહી,
દિનરાત રહે તદ્ ધ્યાન મહીં;”
સંત મુનિવરો અને સાધકધર્માત્માઓ અનંત સુખના ધામ એવા ચૈતન્યને જ ચાહે છે, અને દિનરાત
તેના ધ્યાનમાં રહે છે, આ જગતમાં સુખનું ધામ તો આત્મા જ છે. સમ્યગ્દ્રષ્ટિસંતોએ આત્માના વિષયાતીત
સુખનો સ્વાદ ચાખ્યો છે, તેથી તેઓ દિનરાત તેની જ રુચિમાં રત રહે છે. એક ક્ષણ પણ ચૈતન્યની રુચિ
છોડીને વિષયોની–રાગની–પુણ્યની રુચિ કરતા નથી. તે જાણે છે કે મારા સુખનું ધામ પુણ્ય નથી, મારા સુખનું
ધામ તો આત્મા જ છે. સુખનું ધામ એવું ચૈતન્યતત્ત્વ જેણે જોયું નથી તે જીવો બહારમાં સુખ માનતા હોવાથી,
કાયા અને કષાયથી જરાપણ નિવર્ત્યા નથી. કાયા કહેતાં બધા ઈન્દ્રિયવિષયો, અને કષાય કહેતાં
પુણ્યપરિણામ પણ લઈ લેવા. તેમાં જે સુખ માને તે તેનાથી કેમ નિવર્તે? બહારમાં ઈન્દ્રિયવિષયોનો સંયોગ
ભલે ન દેખાય પણ તેના અભિપ્રાયમાં તો ઈન્દ્રિયવિષયોનો સંગ પડ્યો જ છે. જ્યાં ચૈતન્યનો સંગ (–રુચિ–
શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા) નથી ત્યાં વિષયોનો સંગ જરૂર છે. અને વિષયો તરફની વૃત્તિ કોને હોય? કે
વિષયતૃષ્ણાથી જે દુઃખી હોય તેને જ વિષયો તરફની વૃત્તિ હોય. જો સુખી હોય–તૃપ્ત હોય તો વિષયો તરફની
તૃષ્ણા કેમ થાય? માટે પુણ્યફળ ભોગવવાની તૃષ્ણા તે દુઃખ જ છે. સુખ તો જ્ઞાનાનંદ સ્વરૂપ ચૈતન્યના
ભોગવટામાં જ છે.
આત્મા જ્ઞાનતત્ત્વ છે, શુભાશુભરાગ તે જ્ઞાનતત્ત્વથી વિરુદ્ધ છે. રાગ શુભ હો કે અશુભ હો,–
મિથ્યાદ્રષ્ટિનો હો કે સમ્યગ્દ્રષ્ટિનો હો, તે જ્ઞાનતત્ત્વથી બહાર જ છે.–આવું જ્ઞાનતત્ત્વ પોતે જ સુખસ્વરૂપ છે.
જેમ આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે, તેમ આત્મા સ્વયં સુખસ્વરૂપ છે. તેનું જ્ઞાન અને સુખ બંને ઈન્દ્રિયોથી પાર
છે, રાગથી પણ પાર છે.
શુભરાગ તે પુણ્યબંધનું કારણ છે પણ તે કાંઈ સુખનું કારણ નથી. પુણ્યબંધ પણ દુઃખનું જ સાધન છે,
કેમકે તે પુણ્યના ફળમાં જે ઈન્દ્રિયવિષયોની સામગ્રી મળશે તે સામગ્રી તરફના વલણવાળા જીવો તૃષ્ણાથી
દુઃખી જ થાય છે. સુખ તો અંતર્મુખ થઈને અતીન્દ્રિય ચૈતન્યના અનુભવમાં જ છે. માટે સુખનું ધામ આત્મા
છે, સુખનું ધામ પુણ્ય નથી. સામગ્રીને અવલંબીને સુખ નથી, સ્વભાવને અવલંબીને જ સુખ છે.
જેમ રેતીના રણમાં મૃગતૃષ્ણામાંથી (ઝાંઝવાના