મહા : ર૪૮૭ : ૯ :
“યથા–સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ એવું જે એકવચન કહ્યું છે તેનો અર્થ આ છે કે ત્રણે
મળીને એક મોક્ષમાર્ગ છે પણ જુદા જુદા ત્રણ માર્ગ નથી.
૧૦
ર૩. વ્યવહાર ભાવો અર્થાત્ વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ તે મારાથી પર છે
એમ જાણવું–એમ ભગવાન કુંદકુંદાચાર્યદેવ શ્રી સમયસારની ગા. ર૯૭ માં કહે છે. તે ગાથા નીચે પ્રમાણે છે:–
પ્રજ્ઞાથી ગ્રહવો–નિશ્ચયે જે ચેતનારો તે જ હું
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું. ।। ર૯૭।।
અર્થ:– પ્રજ્ઞાવડે (આત્માને) એમ ગ્રહણ કરવો કે–જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે
ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું.
ર૪. આ ગાથાની ટીકા કરતાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય લખે છે કે:–
નિયત સ્વલક્ષણને અવલંબનારો પ્રજ્ઞાવડે જુદો કરવામાં આવેલો જે ચેતક (ચેતનારો), તે આ હું છું;
અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્ય લક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખાવા યોગ્ય) જે આ
બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય, ચેતકપણા રૂપી વ્યાપકના વ્યાપ્ય નહિ થતાં હોવાથી, મારાથી
અત્યંત ભિન્ન છે.”
રપ. શ્રી જયસેનાચાર્ય આ ગાથાની ટીકામાં પણ વ્યવહાર ભાવો આત્માથી અત્યંતભિન્ન છે એમ કહે
છે–
ર૬. આ ઉપરથી સિદ્ધ થાય છે કે સાધક જીવોને ૪–પ–૬ ગુણસ્થાને તે તે ગુણસ્થાન અનુસારની શુદ્ધિ
ઉપરાંત વ્યવહાર ભાવો હોય છે ખરા, તે બળજોરીથી આવ્યા વિના રહેતા નથી, પણ ધર્મી જીવો તેને આત્મિક
શુદ્ધ ભાવ માનતા નથી અને તેને ઓળંગી જવાનો તેઓ પુરુષાર્થ કર્યા કરે છે. તેથી તે ભાવો ખરેખર
મોક્ષમાર્ગ નથી, પણ બંધ ભાવ છે. તે ભૂમિકામાં હેય બુદ્ધિએ સાધક જીવોને એ ભાવો હોવાથી અને તે પર
હોવાથી તેને નિમિત્ત, ભિન્ન સાધન, બહિરંગ કારણ વગેરે કહેવામાં આવે છે પણ તેથી તે ભાવનું
અનાત્મિકપણું, બંધભાવપણું મટી જતું નથી. તે નિમિત્ત હોવાથી તેને અભૂતાર્થ મોક્ષમાર્ગ કહેવામાં આવે છે.
૧૧
ર૭. જે જીવો વ્યવહારથી લાભ માને છે–તેનાથી (વ્યવહારથી) થોડો ધર્મ થાય અને નિશ્ચયથી વધારે
ધર્મ થાય એમ માને છે તેઓ પ્રસંગે પ્રસંગે સમયસારની ગા. ૧ર તથા તેની ટીકાનો આધાર આપે છે. પણ
તેમનું એ માનવું તે ભ્રમ છે કેમકે તેમ માનવાથી નિશ્ચય અને વ્યવહાર નયો બન્ને* ઉપાદેય ઠર્યા. અર્થાત્ બન્ને
ભૂતાર્થ ઠર્યા–આશ્રય કરવા યોગ્ય ઠર્યા. તેમની આ માન્યતા સમયસાર ગાથા. ૧૧ માં કહેલા સિદ્ધાંતથી
પરિપૂર્ણ રીતે વિરુદ્ધ છે.
ર૮. આ વિષય ઉપર શ્રી જૈનતત્ત્વમીમાંસામાં સુંદર રીતે અકાટય યુક્તિથી સ્પષ્ટતા કરવામાં આવી
છે. તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ વિદ્વાન પંડિતશ્રી ફૂલચંદ્રજી સિદ્ધાંત શાસ્ત્રીજી કહે છે કે:– (પા. ર૪૭ થી)
“અહિં એમ સમજવું જોઈએ કે જેણે અભેદદ્રષ્ટિનો આશ્રય કરી પર્યાયદ્રષ્ટિ અને ઉપચારદ્રષ્ટિને હેય
સમજી લીધી છે તે પોતાની શ્રદ્ધામાં તો એમ જ માને છે કે એક દ્રવ્ય બીજાં દ્રવ્યોનું કર્તા આદિ ત્રિકાળમાં થઈ
શકતું નથી. મારી જે સંસાર પર્યાય થઈ રહી છે તેનો કર્તા એક માત્ર હું છું અને મોક્ષપર્યાયને હું જ મારા
પુરુષાર્થથી પ્રગટ કરીશ. તેમાં અન્ય પદાર્થ અકિંચિત્કર છે.
તોપણ જ્યાં સુધી તેને વિકલ્પજ્ઞાનની (બુદ્ધિ પૂર્વકના રાગ સહિત જ્ઞાનની) પ્રવૃત્તિ થતી રહે છે ત્યાં
સુધી તેને તે ભૂમિકામાં સ્થિત રહેવાને માટે અન્ય સુદેવ, સુગુરુ અને આપ્તના ઉપદેશેલાં આગમ આદિ
હસ્તાવલંબ (નિમિત્ત) થતાં રહે છે. તેથી તો તેના મુખમાંથી એવી વાણી પ્રગટ થાય છે કે :–
* જુઓ ઉપર પારા ૧પ.
* વ્યવહાર મોક્ષમાર્ગ જીવથી અન્ય છે એમ સમયસાર ગા. ર૯૭ માં કહ્યું છે તેથી તે ધર્મ માટે
અકિંચિત્કર છે.