: ૧૦ : આત્મધર્મ : ૨૦૮
મુજ કારજ કે કારણ સુ આપ ।
શિવ કરહુ હરહુ મમ મોહતાપ ।।
આચાર્ય કુંદકુંદે પણ આ ભાવને પ્રગટ કરતાં સમય પ્રાભૃતમાં કહ્યું છે કે–
“सुद्धो सुद्धादेसोणायव्वो परमभाव दरिसीहिं ।
ववहारदेसिदा पुण जे हु अपरमे ट्ठिदा भावें” ।। १२।।
અર્થ :– જે શુદ્ધનય સુધી પહોંચીને શ્રદ્ધાની સાથે પૂર્ણ જ્ઞાન અને ચારિત્રવાન થઈ ગયા છે તેને તો
શુદ્ધ (આત્મા) નો ઉપદેશ કરવાવાળો શુદ્ધ નય જાણવા યોગ્ય અને જે અપરમ ભાવમાં અર્થાત્ શ્રદ્ધા, જ્ઞાન
અને ચારિત્રના પૂર્ણ ભાવને ન પહોંચીને સાધક અવસ્થામાં જ સ્થિત છે, તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા
યોગ્ય છે. ।। ૧૨।।
આશય એ છે કે જે અભેદ રત્નત્રયરૂપ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા છે તેમને પુદ્ગલ સંયોગના
નિમિત્તથી થવાવાળી અનેક રૂપતાને કહેવાવાળો વ્યવહારનય કાંઈ મતલબનો નથી; પરંતુ એટલું અવશ્ય છે
કે અશુદ્ધનયનું કથન યથાપદવી વિકલ્પ દશામાં જ્ઞાન કરાવવાને માટે પ્રયોજનવાન છે.
તાત્પર્ય એ છે કે અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવનો જે અનુભવ કરે છે તે સાધક જીવને પરિપૂર્ણ શુદ્ધનય
(કેવળજ્ઞાન) ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શ્રદ્ધામાં સ્વભાવદ્રષ્ટિની જ મુખ્યતા રહે છે. તે ભૂલથી પણ
વ્યવહાર દ્રષ્ટિને ઉપાદેય નથી માનતો.
વ્યવહાર ધર્મરૂપ પ્રવૃત્તિ થવી તે એક વાત છે. અને વ્યવહાર ધર્મને આત્મકાર્ય કે મોક્ષમાર્ગ
માનવો તે અન્ય વાત છે.
સમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગ તો સ્વભાવદ્રષ્ટિની પ્રાપ્તિ અને તેમાં સ્થિતિને જ સમજે છે. જો તેની તે
દ્રષ્ટિ ન રહે તો તે સમ્યગ્દ્રષ્ટિ જ નથી હોઈ શકતો. મોક્ષમાર્ગમાં વ્યવહાર દ્રષ્ટિ આશ્રય કરવા યોગ્ય
નથી એમ જે કહેવામાં આવ્યું છે તેનું એજ કારણ છે.
આ વાત થોડી વિચિત્ર તો લાગે છે કે સ્વભાવદ્રષ્ટિના સદ્ભાવમાં સમ્યગ્દ્રષ્ટિની પ્રવૃત્તિ પ્રાથમિક
અવસ્થામાં રાગરૂપ થતી રહે છે પરંતુ તેમાં વિચિત્રતાની કોઈ વાત નથી કેમકે જેમ કોઈ વિદ્યાર્થીને ભણવાનું
લક્ષ્ય હોવા છતાં પણ તે સુવે છે, ખાય છે, હરે–ફરે છે અને મનોવિનોદનાં અન્ય કાર્ય પણ કરે છે; તો પણ તે
પોતાના લક્ષ્યથી ચ્યુત થતો નથી. તેમ સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ મોક્ષના ઉપાયભૂત સ્વભાવદ્રષ્ટિને જ પોતાનું
લક્ષ્ય બનાવે છે. કદાચિત્ તેને રાગના આશ્રયે સાચાદેવ, ગુરુ અને શાસ્ત્રની ઉપાસનાનો ભાવ થાય છે,
કદાચિત્ ધર્મોપદેશ દેવાનો અને સાંભળવાનો ભાવ થાય છે, કદાચિત્ આજીવિકાનાં સાધન મેળવવાનો ભાવ
થાય છે અને કદાચિત્ તેની અન્ય ભોજનાદિ કાર્યોમાં પણ રુચિ થાય છે, તો પણ તે પોતાના લક્ષ્યથી ચ્યુત
થઈ અન્ય કાર્યોને જ ઉપાદેય માનવા લાગે તો જેવી રીતે લક્ષ્યથી ચ્યુત થયેલો વિદ્યાર્થી કદી પણ વિદ્યાની
પ્રાપ્તિ કરવામાં સફળ નથી થતો તેવી રીતે મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત સ્વભાવદ્રષ્ટિથી ચ્યુત થયેલો સમ્યગ્દ્રષ્ટિ
કદી પણ મોક્ષરૂપ આત્મકાર્યને સાધવામાં સફળ થતો નથી.
ત્યારે તો જેવી રીતે વિદ્યા પ્રાપ્તિરૂપ લક્ષ્યથી ભ્રષ્ટ થયેલો વિદ્યાર્થી, વિદ્યાર્થી નથી રહેતો તેવી રીતે મોક્ષ
પ્રાપ્તિના ઉપાયભૂત સ્વભાવદ્રષ્ટિથી ભ્રષ્ટ થયેલો સમ્યગ્દ્રષ્ટિ, સમ્યગ્દ્રષ્ટિ જ નથી રહેતો.
તેથી આ વિષયમાં એમ સમજવું જોઈએ કે સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારનય જ્ઞાન કરવા માટે યથાપદવી
પ્રયોજનવાન હોવા છતાં પણ તે મોક્ષમાર્ગની સિદ્ધિમાં રંચમાત્ર પણ આશ્રય કરવા યોગ્ય નથી.
આચાર્યોએ જ્યાં જ્યાં વ્યવહાર દ્રષ્ટિને બંધમાર્ગ અને સ્વભાવદ્રષ્ટિને મોક્ષમાર્ગ કહ્યો છે ત્યાં ત્યાં તે
આ અભિપ્રાયથી કહેલ છે.
આનો કોઈ એવો અર્થ કરે કે આ પ્રકારે તો વ્યવહારદ્રષ્ટિ બંધમાર્ગ સિદ્ધ થઈ જવાથી, સમ્યગ્દ્રષ્ટિને
દેવપૂજા, ગુરુપાસ્તિ, દાન અને ઉપદેશ આદિ દેવાનો