Atmadharma magazine - Ank 208
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
મહા : ૨૪૮૭ : ૧૧ :
ભાવ જ ન હોવા જોઈએ તથા તેને વ્યવહાર ધર્મરૂપ પ્રવૃત્તિ જ ન હોવી જોઈએ. તો તેનો તેવો અર્થ કરવો
વ્યાજબી નથી, કેમકે સમ્યગ્દ્રષ્ટિને સ્વભાવ દ્રષ્ટિ હોવા છતાં પણ રાગરૂપ પ્રવૃત્તિ હોતી જ નથી એમ તો કહી
શકાતું નથી; કારણ કે જ્યાં સુધી તેને રાગાંશ વિદ્યમાન છે ત્યાં સુધી તેને રાગરૂપ પ્રવૃત્તિ પણ થતી રહે છે
અને જ્યાં સુધી તેને રાગરૂપ પ્રવૃત્તિ થતી રહે છે ત્યાં સુધી તેના ફળ સ્વરૂપે દેવપૂજાદિ વ્યવહાર ધર્મનો
ઉપદેશ દેવાનો ભાવ પણ થતો રહે છે; અને તે રૂપે આચરણ કરવાનો ભાવ પણ થતો રહે છે: તો પણ તે
પોતાની શ્રદ્ધામાં તેને મોક્ષમાર્ગ માનતો નથી. તેથી તેનો કર્તા થતો નથી. આગમમાં સમ્યગ્દ્રષ્ટિને અબંધક
કહ્યો છે. તે આ સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષાએ જ કહ્યો છે, રાગરૂપ વ્યવહાર ધર્મની અપેક્ષાએ નહીં.
સમ્યગ્દ્રષ્ટિ એક જ કાળમાં બંધક પણ છે અબંધક પણ છે, એ વિષયને સ્વયં આગમમાં સ્પષ્ટ કરવામાં
આવ્યો છે”
૩૦. ઉપરના અવતરણનો સૂક્ષ્મ અભ્યાસ કરવાથી દરેક જિજ્ઞાસુને સમયસારની ૧ર મી ગાથાનો
સાચો અર્થ શું છે તે બરાબર ખ્યાલમાં આવી જાય તેમ છે.
૧૨
૩૧. વળી આ સમયસારની ગાથાની ટીકામાં એક ઉદ્ધૃત શ્લોક આપવામાં આવ્યો છે. તેનો પણ
ઘણા જીવો પોતાની પ્રજ્ઞાના દોષથી વારંવાર ખોટો અર્થ કરે છે. પંડિત શ્રી ફુલચંદ્રજી સાહેબે તે સંબંધી જે
સ્પષ્ટ અને નિસ્તુષ યુક્તિથી જે યથાર્થ અર્થ કર્યો છે તે ઉપયોગી હોઈ અહીં આપવામાં આવે છે.
૩ર. તેઓએ તે જ શાસ્ત્રના પા. ૨૧૬ થી ૨૧૭ સુધીમાં જે લખ્યું છે તે નીચે મુજબ છે–
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે મોક્ષમાર્ગમાં નિશ્ચયનય દ્વારા જો વ્યવહારનય સર્વથા પ્રતિષિદ્ધ છે તો
સાધકને વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ કેવી રીતે બની શકશે અને તેને વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ થતી જ નથી એમ
કહેવું ઉચિત નથી, કેમકે ગુણસ્થાનોની ભૂમિકા અનુસાર તેને વ્યવહાર ધર્મ હોય જ છે. બન્ને નયોની
ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને એક ગાથા ઉદ્ધૃત કરી (આધાર તરીકે લઈને) આચાર્ય અમૃતચંદ્ર પણ
સમયસારની ટીકામાં (ગા. ૧ર ની ટીકામાં) કહે છે કે–
जइ जिणमयं पवज्जह ता मा ववहार–णिच्छए मुयह ।
एगेण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं ।।
જો તમે જૈનધર્મનું પ્રવર્તન કરવા ચાહતા હો વ્યવહાર અને નિશ્ચય એ બન્ને નયોને ન છોડો, કેમકે એક
(વ્યવહાર નય) વિના તો તીર્થનો નાશ થઈ જશે અને બીજા (નિશ્ચય નય) વિના તત્ત્વનો નાશ થઈ જશે.
[પ્રશ્ન–પૂરો થયો.]
સમાધાન એ છે કે–સાધકને પોત પોતાના ગુણસ્થાન અનુસાર વ્યવહાર ધર્મ હોય છે તેમાં સંદેહ નથી
પણ એક તો તે બંધપર્યાય રૂપ હોવાને કારણે સાધકની તેમાં સદાકાળ હેય બુદ્ધિ રહ્યા કરે છે. બીજું તે
રાગનો કર્તા ન હોવાથી શ્રદ્ધામાં તેને આશ્રય કરવા યોગ્ય માનતો નથી. સાધક શ્રદ્ધામાં તો નિશ્ચયનયને જ
આશ્રય કરવા યોગ્ય માને છે, પરંતુ તે જે ભૂમિકામાં સ્થિત (રહેલો) છે તેને અનુસાર વર્તન કરતો થકો તે
કાળમાં વ્યવહાર ધર્મને જાણવું પણ વ્યવહારનયથી પ્રયોજનવાન ગણે છે. આ આશયને ધ્યાનમાં રાખીને
આચાર્ય અમૃતચંદ્રે આ વચન કહ્યાં છે:–
व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या–
मिह निहितपदानां हंत हस्तावलम्बः ।
तदपि परममर्थं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किंचित् ।।
અર્થ: જેઓએ સાધકદશાની આ પહેલી પદવીમાં (શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ હોવાની પહેલી અવસ્થામાં)
પોતાનો પગ રાખ્યો છે તેને જો કે વ્યવહારનય ભલે જ હસ્તાવલંબન હોય તો પણ જે પુરુષ પરદ્રવ્યભાવોથી
રહિત ચૈતન્ય ચમત્કાર માત્ર પરમ અર્થનું અંતરંગમાં અવલોકન કરે છે (તેની શ્રદ્ધા કરે છે તે રૂપ લીન
થઈને ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે) તેને તે વ્યવહારનય કાંઈપણ પ્રયોજનવાન નથી.” (જવાબ પૂરો થયો)