: ૧૨ : આત્મધર્મ : ૨૦૮
શ્રી સમયસાર આસ્રવ અધિકારને છેડે–કલસ ૧૨૨ આપ્યો છે તેમાં લખે છે કે:–
“અહીં આ જ તાત્પર્ય છે કે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી કારણ કે તેમાં અત્યાગથી (કર્મનો) બંધ
થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૨૨ પા. ર૮૯
આ બધાનો ટુંક સાર નીચે પ્રમાણે છે.
(૧) નિશ્ચય નય અને વ્યવહાર નય એવા બે નયો છે ખરા અને તેના વિષયો પણ છે ખરા તેથી તે
બન્નેનું જ્ઞાન હેય ઉપાદેય બુદ્ધિપૂર્વક કરવું પ્રયોજનવાન છે.
(ર) એ બન્નેમાં નિશ્ચય નયનો વિષય જે ત્રિકાળ નિજ ધ્રુવ ચૈતન્ય સ્વભાવ તે એક જ સદા કાળ
આશ્રય કરવા યોગ્ય છે.
(૩) નિશ્ચય મોક્ષમાર્ગ પોતે શુદ્ધ પર્યાયરૂપ છે તેથી તે પોતે વર્તમાન અંશ હોવાથી આશ્રય કરવા
યોગ્ય નથી પણ જાણવા યોગ્ય છે.
(૪) પ્રવચનસારની ગાથા ૯૪ ની ટીકામાં તેને અચલિત ચેતના વિલાસ માત્ર આત્મવ્યવહાર
કહ્યો છે.
(પ) પંડિત પ્રવર શ્રી બનારસીદાસજી તેમની પરમાર્થ વચનિકામાં કહે છે કે:–
સમ્યગ્જ્ઞાન (સ્વસંવેદન) અને સ્વરૂપાચરણની કણિકા જાગ્યે મોક્ષમાર્ગ સાચો મોક્ષમાર્ગ સાધવો એ
વ્યવહાર એને શુદ્ધ દ્રવ્ય અક્રિયારૂપ, તે નિશ્ચય છે. એ પ્રમાણે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જાણે છે,
પણ મૂઢ જીવ જાણે નહિ અને માને પણ નહિ.
(૬) વ્યવહાર મોક્ષમાર્ગ તો ખરેખર બંધ માર્ગ છે તેથી ખરો મોક્ષમાર્ગ એક જ છે એમ શ્રદ્ધા કરવી.
– સંપાદક
પરમ હર્ષનું કારણ
‘મોક્ષ સિદ્ધાંત’ નામના પ્રકરણમાં પરમહર્ષ વ્યક્ત
કરતાં શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે–
“શ્રુત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણાં છતાં,
સમાધાનના કેટલાંક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનું
કવચિતત્ત્વ છતાં, હે આર્યજનો! સમ્યગ્દર્શન, શ્રુતનું રહસ્ય
એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ સમ્યક્ચારિત્ર અને
વિશુદ્ધઆત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમહર્ષનું
કારણ છે.”