મહા : ૨૪૮૭ : ૧પ :
૧ક્રમ નિયમિત પર્યાય મીમાંસા૨
(શ્રી જૈન તત્ત્વમીમાંસા અધિકાર ૭).
ઉપાદાન કે યોગસે નિયમિત વરતે જીવ,
શ્રદ્ધામેં યોં લખતહી પાવે મોક્ષ અતીવ.
૧ અનેક યુક્તિઓ અને આગમના આશ્રયથી પૂર્વે અમોએ બતાવ્યું છે કે ઉપાદાનનું કાર્યરૂપે પરિણમન
થવાના સમયે જ નિમિત્તનું સ્થાન છે, અન્ય સમયમાં નહીં; કેમકે લોકમાં જેને નિમિત્ત કહીને તેને મેળવવાની
વાત કહેવામાં આવે છે તેની સાથે સર્વદા (સદા) અને સર્વત્ર (સર્વક્ષેત્રે) કાર્યની વ્યાપ્તિ (ફેલાવાપણું) જોવામાં
આવતી નથી. તેથી ઉપાદાન અનુસાર કાર્ય થવા છતાં પણ તેનો ક્રમ શું છે તેનો અહીં વિચાર કરવો છે.
ર અમે પાછલા એક પ્રકરણમાં એ પણ લખ્યું છે કે, કાર્યની ઉત્પત્તિમાં સ્વભાવ આદિ પાંચ કારણોનો
સમવાય (એકી સાથે હોવું તે) કારણ પડે છે. પરંતુ તેમાંના સ્વભાવ, પુરુષાર્થ, કાળ અને કર્મ (નિમિત્ત)
આમાંથી કોઈના વિષે સંક્ષેપથી તથા કોઈના વિષે વિસ્તારથી વિચાર કર્યો, પરંતુ કાર્ય ઉત્પત્તિના ક્રમ સંબંધમાં
હજી સુધી કાંઈ પણ લખ્યું નથી તેથી અહીં ‘ક્રમનિયમિત પર્યાય’ એ પ્રકરણના પેટામાં તેનો વિચાર કરવો છે.
એ તો સારી રીતે નિશ્ચિત (નક્કી) છે કે લોકમાં સર્વે કાર્યોના વિષયમાં બે પ્રકારની વિચારધારા
જોવામાં આવે છે.
એક વિચારધારા
૩ એક વિચારધારાને અનુસાર સર્વકાર્ય નિયત સમયે જ થાય છે. જેમ કે સૂર્યનો ઉદય અને અસ્ત
થયો તે નિયત ક્રમ મૂજબ થાય છે. જે દિવસે જે સમયે સૂર્યનો ઉદય થવાનો નિયમ છે સદાય તે દિને તે સમયે
જ તે થાય છે. તેમાં કોઈ પરિવર્તન કરી શકતું નથી. તે જ રીતે તેના અસ્ત થવાના સમયની વ્યવસ્થા છે.
૪ આપણે પ્રથમથી જ પ્રતિદિન સૂર્યના ઉગવા તથા અસ્ત થવાના સમયનો નિશ્ચય તે જ આધારે કરી
લઈએ છીએ, તથા તે આધાર ઉપરથી ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમય અને સ્થાનનો પણ નિશ્ચય કરી
લઈએ છીએ. કઈ ઋતુમાં કયે દિવસે કેટલા કલાક મિનીટ અને સેકન્ડનો દિવસ અથવા રાત્રિ થશે તે
જ્ઞાનપણ આપણને તેનાથી થઈ જાય છે. જ્યોતિષજ્ઞાન અને નિમિત્તજ્ઞાનની સાર્થકતા પણ તેમાં જ છે. કોઈ
વ્યક્તિનું જીવન કે ખાસ ઘટના પંચાંગ કે જ્યોતિષ ગ્રંથમાં લખ્યા હોતાં
૧. ‘ક્રમ નિયમિત’ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. તે સમયસારમાં ૩૦૮–૩૧૧ ની સં. ટીકામાં વાપરવામાં આવેલ છે. ડિક્ષનેરી
પ્રમાણે તેનો ગુજરાતી અનુવાદ “ક્રમબદ્ધ” થાય છે. કોઈપણ આચાર્યોએ ગુજરાતી ભાષામાં ટીકા કે શાસ્ત્ર રચેલ નથી તેથી
‘ક્રમબદ્ધ’ શબ્દ તે શાસ્ત્રોમાં ન નીકળે પણ ગુજરાતી ડિક્ષનેરી ઉપરથી “ક્રમનિયમિત” નો અર્થ “ક્રમબદ્ધ” થાય છે. ગુજરાતી
ભાષામાં ‘ક્રમબદ્ધ’ શબ્દ વિશેષ (ખાસ) વપરાય છે. સંસ્કૃત ભાષામાં કે હિન્દીમાં તેનો પ્રચાર જોવામાં આવતો નથી.
ર. મીમાંસા–ઊંડી વિચારણા તપાસ; સમાલોચના.