: ૨ : આત્મધર્મ : ૨૦૮
પ્રેક્ષકોની અવરજવર
મહાસભાનું અધિવેશનનું કામકાજ ભાવનગર મુકામે તા. ૩ જાનેવારીથી શરૂ
થએલું તે પ્રસંગનો લાભ લઈ ઘણા ભાઈ બહેનો સોનગઢ સવારે બપોરે સાંજે તેમની
અનુકુળતા મુજબ આપણી સંસ્થા જોવાને તથા પ. પૂ. સદ્ગુરુદેવના દર્શન તથા વાણીનો
લાભ લેવા મોટી સંખ્યામાં આવ્યા હતા. ભગવાન શ્રી સીમંધર ભગવાનનું ભવ્ય મંદિર,
શ્રી સમોસરણ, શ્રી માનસ્તંભ, શ્રી સ્વાધ્યાયમંદીર તથા શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ વિગેરે
જોઈ તેમની પ્રસન્નતા બતાવતા હતા. કેટલાક ભાઈબહેનો–પૂ. ગુરુદેવના વ્યાખ્યાનોનો
લાભ લેવા માટે ખાસ આવતા હતા. તા. ૮–૧–૬૧ શ્રી ઢેબરભાઈ રાત્રે ૭।। થી ૮।।
ચર્ચાના ટાઈમે આવીને ખાસ જિજ્ઞાસાથી યથાર્થપણે આત્માનુભવના વિષયમાં પ્રશ્નો
કર્યા હતા, અને પૂ. ગુરુદેવ પ્રત્યે બહુમાન વ્યક્ત કરતા હતા. આફ્રિકાથી આવેલા
ભાઈઓ વગેરે આજની ચર્ચા સાંભળી બહુ ખુશી થયા હતાં.
ગીરનારજી યાત્રા
દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અને તેથી મજુરીના ભાવ પણ વધતા
જાય છે. આ વખતે પાલીતાણા શ્રી મલુકચંદભાઈ જાતે બે વખત ગયા હતા અને ઘણી
મહેનતે ડોલીઓનો બંદોબસ્ત કરી આવ્યા છે તેના ભાવ વધારે બેસવા સંભવ છે.
મહા સુદ ૧૦ થી ૧૩ (તા. ર૬ થી ર૯) પૂ. ગુરુદેવ ગીરનાર યાત્રા નિમિત્તે
પધારવાના છે. ગુરુદેવ સાથેની તીર્થયાત્રાના આ પ્રસંગે પોતાના તરફથી હર્ષ વ્યક્ત
કરતાં પોરબંદરવાળા શેઠશ્રી ભૂરાભાઈના ધર્મપત્નિ શ્રી કસુંબાબેન તથા તેમના સુપુત્રો
શ્રી મનસુખભાઈ વગેરે–એમણે મહા સુદી ૧ર ના દિવસનું જમણ પોતાના તરફથી
આપવા માટે રૂા. ૧રપ૧ (એક હજાર બસો એકાવન) ગીરનાર યાત્રા ખાતામાં
આપવાનું જાહેર કર્યું છે– તે બદલ તેમને ધન્યવાદ!
મંગળ વિહાર
જામનગર પૂ. ગુરુદેવનો વિહાર તા. ૧ર–૧–૬૧ ના રોજ થયો છે.
જાહર ખબર
જોઈએ છે–એક લેખક પ. પૂ. કાનજીસ્વામીનાં વ્યાખ્યાનો ઝીલી તેનાં ભાવ
ઉતારી સારૂં લખાણ કરી શકે તેવો.–પગાર લાયકાત મુજબ.
લખો : દિગંબર જૈન સ્વાધ્યાય મંદીર ટ્રસ્ટ.
સોનગઢ (સૌરાષ્ટ્ર)