: ૬ : આત્મધર્મ : ૨૦૮
“બધાય સામાન્ય ચરમ શરીરીઓ, તીર્થંકરો અને અચરમ શરીરી મુમુક્ષુઓ આ જ યથોક્ત શુદ્ધાત્મતત્ત્વ
પ્રવૃત્તિ લક્ષણ (શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિ જેનું લક્ષણ છે એવી) વિધિવડે પ્રવર્તતા મોક્ષના માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધ
થયા.
“પરંતુ એમ નથી કે બીજી રીતે પણ થયા હોય; તેથી નક્કી થાય છે કે કેવળ આ એક જ મોક્ષનો
માર્ગ છે, બીજો
૪ નથી.–વિસ્તારથી બસ થાઓ.
“તે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવર્તેલા સિદ્ધોને તથા તે શુદ્ધાત્મતત્ત્વપ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગને, જેમાંથી ભાવ્યપ
ભાવકનો વિકલ્પ અસ્ત થઈ ગયો છે એવો નોઆગમભાવ નમસ્કાર હો.
“મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય છે. (અર્થાત્ મોક્ષમાર્ગ નક્કી કર્યો છે અને તે
મોક્ષમાર્ગમાં૬ પ્રવર્તન કરી રહ્યા છીએ.)”
૩
પ. એ જ શાસ્ત્રમાં ચરણાનુયોગ સૂચક ચૂલિકા નામનો ત્રીજો અને છેલ્લો શ્રુતસ્કંધ છે. આ
અધિકારમાં શું કહ્યું છે તે હવે આપણે જોઈએ.
૬. પ્રથમ ગા. ૨૩૬ની ટીકાના છેલ્લા ભાગમાં નિયમ કહ્યો છે, ત્યાં જણાવ્યું છે કે:–
“આથી આગમજ્ઞાન–તત્ત્વાર્થશ્રદ્ધાન – સંયતત્ત્વના યુગપત્પણાને જ મોક્ષમાર્ગપણું હોવાનો નિયમ થાય છે.”
૭. ત્યાર પછી તે જ અધિકારમાં મોક્ષમાર્ગ પ્રજ્ઞાપનનો ઉપસંહાર કરતાં ગા. ૨૪૪ની ટીકામાં શ્રી
અમૃતચંદ્ર આચાર્ય ફરમાવે છે કે:–
“ટીકા–જે જ્ઞાનાત્મક આત્મારૂપ એક અગ્રને (વિષયને) ભાવે છે, તે જ્ઞેયભૂત અન્ય દ્રવ્યનો આશ્રય
કરતો નથી,૭ અને તેનો આશ્રય નહિ કરીને જ્ઞાનાત્મક આત્મજ્ઞાનથી અભ્રષ્ટ એવો તે સ્વયમેવ જ્ઞાની
રહેતો થકો, મોહ કરતો નથી, રાગ કરતો નથી, દ્વેષ કરતો નથી; અને એવો (–અમોહી, અરાગી, અદ્વેષી)
વર્તતો થકો મુકાય જ છે, પરંતુ બંધાતો નથી.
“આથી એકાગ્રતાને જ મોક્ષમાર્ગપણું સિદ્ધ થાય છે.”
૮. આ રીતે શ્રી પ્રવચનસારના ત્રણે શ્રુતસ્કંધોમાં મોક્ષમાર્ગ એક જ છે એમ દાંડી પીટીને જાહેર કર્યું છે.
૪
૯. શ્રી નિયમસાર શાસ્ત્રમાં પણ મોક્ષમાર્ગ એક જ હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે.
૧૦. પ્રથમ જીવઅધિકાર–ગા. ૨ની ટીકામાં કહે છે કે:–
નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન–જ્ઞાન–અનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમનિરપેક્ષ૮
હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ (નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે.”
૧૧. નિયમસાર ગા. ૧૪–૧પમાં સ્વભાવ પર્યાયને નિરપેક્ષ ભગવાન કુંદકુંદાચાર્યદેવે કહી છે. એ રીતે
મોક્ષમાર્ગ એક જ હોવાથી તે પરમ૮ નિરપેક્ષ હોય છે.
૪. એ વાત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે કે સર્વે ભાવલિંગી મુનિઓને–ભગવાન કુંદકુંદ આચાર્ય આદિ સર્વેને છઠ્ઠે ગુણસ્થાને તે
ભૂમિકાને અનુસાર ચારિત્રની આશિંક શુદ્ધિ ઉપરાંત વ્યવહાર મોક્ષમાર્ગ હતો પણ તે તો ચારિત્રનો દોષ હોવાથી તેઓ તેને મોક્ષમાર્ગ
જરા પણ માનતા નહોતા. જુઓ–સમયસાર કલશ ટીકા પુણ્ય–પાપ અધિકાર પાનું ૧૧૨–૧૧૩.
પ. ભાવ્ય અને ભાવકનો અર્થ શ્રી પ્રવચનસાર ગા. ૭ ની ટીકામાં નીચે મુજબ આપ્યો છે તેથી ત્યાંથી વાંચી લેવો.
૬. પોતે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરી રહેલ છે એમ છદ્મસ્થ નક્કી કરી શકે છે. તે સમ્યક્ શ્રુતજ્ઞાનવડે નક્કી થઈ શકે છે અને આચાર્યદેવે
પોતે પોતાના શ્રુતજ્ઞાન વડે નક્કી કર્યું છે એમ તેઓ જણાવે છે. અવધિજ્ઞાની, મનઃપર્યયજ્ઞાની અને કેવળજ્ઞાની જ તે નક્કી કરી શકે
એ માન્યતા અયથાર્થ છે.
૭. વ્યવહારમોક્ષમાર્ગમાં પરદ્રવ્યનો આશ્રય હોય છે તેથી તે ખરેખર મોક્ષમાર્ગ નથી એમ સમજવું.
૮. વ્યવહાર મોક્ષમાર્ગની અપેક્ષા ખરા મોક્ષમાર્ગમાં હોતી નથી. વ્યવહાર મોક્ષમાર્ગ તો પરની અપેક્ષા રાખે છે માટે તે મોક્ષમાર્ગ જ નથી.