Atmadharma magazine - Ank 209
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૦૯
(૩) પુદ્ગળનું કર્ત્તાપણું પુદ્ગળમાં જ છે.
૧૪. હવે સ્વતંત્ર કર્ત્તાપણાથી બે દ્રવ્યનું ભેદજ્ઞાન વિચારે છે. જેમ હું પુદ્ગળના આધાર તથા
કારણપણે નથી એ જ પ્રકારે હું સ્વતંત્ર એવા શરીર, મન, વાણીનું કર્ત્તા એવું અચેતન દ્રવ્ય નથી. ‘સ્વતંત્રપણે
કરે તે જ કર્ત્તા’ ભગવાન આત્મા (દરેક આત્મા) ત્રણેકાળે જાણનાર સ્વરૂપ છે. પરંતુ કરનારરૂપે નથી. હું
સ્વયં ટકીને બદલનારો છું. સામે જ્ઞેય પુદ્ગલાત્મક પરમાણુ અનંત છે, તે સ્વયં તેનાથી ટકીને બદલવાની
શક્તિવાળાં છે. તેનો કર્ત્તા કોઈ ઈશ્વર નથી તેમજ કોઈ આત્મા પણ તેની અવસ્થાનો કર્ત્તા નથી અને કારણ કે
કર્ત્તા વિના પર્યાય થતી નથી માટે તે પદાર્થ જ તેની પર્યાયનો કર્ત્તા છે કેમકે જે કરે તે તે રૂપે થાય, પરિણમે તે
કર્ત્તા છે. પર્યાય પર્યાયવાનથી એકમેક હોય છે. અંશ અંશથી જુદો ન હોય; આમ ખરેખર કર્તૃત્વ પુદ્ગળનું
પુદ્ગળમાં હોવાથી, હું તેમના કર્ત્તાપણાનો પક્ષપાત છોડી, (હું) આ અત્યંત મધ્યસ્થ છું.
(૪) ખેરખર આત્મા શરીરની ક્રિયાનો પ્રેરક નથી
૧પ. આ શરીર આદિની જે જે અવસ્થા થાય છે તેનો પ્રયોજક કોણ છે? ખરેખર તે જ તેનું પ્રયોજક
છે. જો ખરેખર હું તેનો પ્રયોજક હોઉં તો મન અચેતનપણું આવે પણ તેઓ મારા વિના અર્થાત્ હું તેમના
કર્તૃત્વનો કરાવનાર હોયા વિના તેઓ ખરેખર કરાય છે. અને એવું જ પદાર્થનું સ્વરૂપ છે. સ્વથી સત્પણે છે
પરથી નથી એવું જ્ઞાનમાં, વાણીમાં અને પદાર્થમાં આવે છે, સર્વત્ર સ્વતંત્ર પદાર્થની પ્રસિદ્ધિ થઈ રહી છે.
એકને લીધે બીજાનું કાર્ય માનનારે પદાર્થનું સ્વરૂપ માન્યું નથી.
૧૬. ધર્મી જીવ તો ખરેખર એમ માને છે કે મારા કરાવ્યા વિના જ, તેઓ તેના પ્રયોજક છે મંડપ,
મકાન વગેરે જડ પદાર્થની યોજના એટલે વ્યવસ્થા થવી તેનો કર્ત્તા જડ છે, હું તેનો કરાવનાર નથી. તેની
યોજનાનો હું કર્ત્તા નથી.
(પ) આત્મા પરપદાર્થની અવસ્થાને અનુમોદનાર નથી.
૧૭. હવે છેલ્લો બોલ કહે છે. વળી વાસ્તવમાં, યથાર્થમાં હું સ્વતંત્ર એવા શરીર–મન–વાણીનો કર્ત્તા જે
અચેતન દ્રવ્ય તેનો અનુમોદક નથી. શરીરાદિનું રચનાર જડ દ્રવ્ય છે. તેનું અનુમોદન કરનાર હું નથી. શરીર
નિરોગ રહ્યું તે ઠીક થયું એવી અનુમોદનાપણે હું નથી; આ વાણી આમ નીકળે તો ઠીક એમ હું વાણીનો
અનુમોદક થતો નથી. અર્થાત્ તેમાં મારી સંમતિ નથી, તેથી કર્ત્તા, કારણ, આધાર, પ્રેરક, અનુમોદકપણાનો
પક્ષપાત હું છોડું છું. હું અત્યંત મધ્યસ્થ જ્ઞાતા છું. નિશ્ચયથી પુદ્ગળે તેની અવસ્થા કરી છે દરેક વસ્તુ
પોતેપોતાની અવસ્થા કરે છે પણ પરવડે થઈ નથી એમ અસ્તિ નાસ્તિથી દરેકે દરેક વસ્તુનું પરથી જુદાપણું
સાબીત થવું તે અનેકાન્ત છે.
૧૮. આ પ્રમાણે જીવ અજીવનું ભેદજ્ઞાન કરાવ્યું. જીવનો એક પણ અંશ અજીવમાં ભેળવે કે અજીવનો
એક પણ અંશ અજીવમાં ભેળવે કે અજીવનો એક પણ અંશ જીવમાં ભેળવે તો જીવને જીવ અજીવનું ભેદજ્ઞાન
કદી થાય નહીં. અને જેને આવું ભેદજ્ઞાન ન થાય તે જીવના ત્રિકાળી સ્વરૂપ અને આસ્રવનું ભેદજ્ઞાન કદી કરી
શકે નહીં એમ સમજવું.
।। ૧૬૦।।
ङ्क