ફાગણ : ૨૪૮૭ : ૧૧ :
નિશ્ચય–વ્યવહાર મીમાંસા
(જૈન તત્ત્વ મીમાંસા અધિકાર નં. ૯)
હોતા પરકે યોગસે ભેદરૂપ વ્યવહાર,
દ્રષ્ટિ ફિરે નિશ્ચય ૧લખે એકરુપ નિરધાર.
૧. કુલ દ્રવ્ય છ છે:–જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ આકાશ અને કાળ. તેમાંથી છેલ્લાં ચાર દ્રવ્ય એકક્ષેત્રા
વગાહી હોવા છતાં પણ સદાકાળ સંશ્લેષ–(ચોંટવારુપ ચીકાશ)ને કારણે થતી બંધરૂપ સંયોગી પર્યાય તેનાથી
રહિત જ રહે છે, પરન્તુ જીવો અને પુદ્ગલોની ચાલ (પદ્ધતિ) તેનાથી ભિન્ન છે. જે જીવો સંયોગરુપ
બંધપર્યાયથી મુક્ત થઈ ગયા છે તે તો મુક્ત થયાના ક્ષણથી સદાકાળ સંશ્લેષરુપ બંધથી રહિત થઈને જ રહે
છે અને જે જીવ હજુ મુક્ત થયા નથી તેઓ વર્તમાનમાં તો સંશ્લેષરૂપ બંધથી યુક્ત (જોડાયેલા) જ છે,
ભવિષ્યમાં પણ જ્યાં સુધી તેઓ મુક્ત નહિ થાય ત્યાં સુધી તેઓની આ સંશ્લેષરૂપ આ બંધપર્યાયનો અંત
થવો જ જોઈએ એવો એકાન્ત નિયમ નથી, કેમ કે જેઓ અભવ્ય અને અભવ્યો સમાન જ ભવ્ય છે તેમને તો
આ સંશ્લેષરૂપ બંધપર્યાયનો કદી અંત થતો નથી; હા, જે તેનાથી જુદા ભવ્ય જીવો છે તેઓ કદીને કદી આ
સંશ્લેષરૂપ બંધપર્યાયનો અંત કરીને અવશ્ય જ મુક્તિને પાત્ર બનશે. આ પ્રમાણે બધા જીવોની વ્યવસ્થા છે.
પુદ્ગલોની વ્યવસ્થા પણ આ જ પ્રકારની છે. તફાવત માત્ર એટલો છે કે ઘણાંય પુદ્ગલ સદાકાળ બંધ–મુક્ત
રહે છે, ઘણાંય પુદ્ગળ સદાકાળ બંધનબદ્ધ (–બંધનથી બંધાએલાં) રહે છે અને ઘણાંય પુદ્ગળ બંધાઈને છૂટી
જાય છે અને છૂટીને ફરી બંધાય પણ જાય છે. (જીવમાં તેમ નથી)
૨. આ તો આ લોકમાં* કયું દ્રવ્ય કયા રુપમાં અવસ્થિત છે તેનો વિચાર થયો. હવે કારણ–કાર્યની
દ્રષ્ટિથી એ દ્રવ્યોથી જે સ્થિતિ છે તે ઉપર સંક્ષેપથી પ્રકાશ નાખવામાં આવે છે.
૩. જે ધર્માદિ ચાર દ્રવ્ય, શુદ્ધ જીવ તથા પુદ્ગલ પરમાણુ છે તેમની સર્વપર્યાયો પરથી નિરપેક્ષ થાય છે
અને જે પુદ્ગલ સ્કંધ (બંધાયેલોપિંડ) તથા સંસારી જીવ છે તેમની પર્યાયો સ્વપર સાપેક્ષ થાય છે. આ છ
દ્રવ્યોની પરનિરપેક્ષ પર્યાયોનું નામ ‘સ્વભાવ પર્યાય’ છે તથા જીવો અને પુદ્ગલોની જે સ્વપર સાપેક્ષ
પર્યાયો થાય છે તેનું નામ ‘વિભાવપર્યાય’ છે. આ છ એ દ્રવ્યોની અર્થપર્યાયો અને વ્યંજન પર્યાયો થવામાં
આ જ એક નિયમ જાણી લેવો જોઈએ. એટલું અવશ્ય છે કે સંસારી જીવોની પણ સ્વભાવ સન્મુખ થઈને જે
ગુણની જે સ્વભાવપર્યાય પ્રગટ થાય છે તે પણ પરનિરપેક્ષ થાય છે.
૪. ટૂંકામાં આ પ્રકરણમાં ઉપયોગી આ જ્ઞેયતત્ત્વમીમાંસા છે. જે જ્ઞાન હીનતા–અધિકતા રહિત, સંશય,
વિપર્યય અને અનધ્યવસાય (અનિર્ધાર, અચોકસતા) રહિત થઈને તેને (જ્ઞેયતત્ત્વને) તે જ રુપે જાણે છે તે
સમ્યગ્જ્ઞાન છે.
૧–જાણે.
* આ–પ્રત્યક્ષ; વિદ્યમાન છ દ્રવ્યના સમૂહને લોકજગત–વિશ્વ કહેલ છે; જેમાં જીવાદિ છ દ્રવ્યો જોવામાં આવે છે તેને લોક કહે
છે.