Atmadharma magazine - Ank 209
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 25

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૦૯
પ. દર્શનશાસ્ત્રમાં સ્વસમયનું નિરૂપણ કરતી વખતે એવા જ જ્ઞાનને ‘પ્રમાણજ્ઞાન’ સંજ્ઞા આપવામાં
આવી છે. પ્રકૃતમાં (–યથાર્થમાં) સમ્યગ્જ્ઞાન દર્પણના સ્થાને છે. સ્વચ્છ દર્પણમાં જે પદાર્થ જે રુપમાં
અવસ્થિત હોય છે તે, તે જ રુપમાં પ્રતિબિમ્બિત થાય છે એ જ સમ્યગ્જ્ઞાનની સ્થિતિ છે. જેમ દર્પણમાં
સમસ્ત વસ્તુ અખંડભાવે પ્રતિબિમ્બિત થાય છે તેમ પ્રમાણ જ્ઞાનમાં પણ સમગ્રવસ્તુ ગુણ–પર્યાયના ભેદ કર્યા
વિના અખંડભાવે વિષયભાવને પામે છે. પણ તેનો અભિપ્રાય એમ નથી કે પ્રમાણજ્ઞાન ગુણોને અને
પર્યાયોને નથી જાણતું. જાણે છે અવસ્ય, પરન્તુ તે તેના સહિત સમગ્ર (–સમસ્ત) વસ્તુને ગૌણ–મુખ્યનો ભેદ
કર્યા વિના યુગપત્ (એકીસાથે) જાણે છે. આના આશ્રયે જ્યારે કોઈ એક વસ્તુને કોઈ એક ધર્મની
મુખ્યતાથી પ્રતિપાદન પણ કરવામાં આવે છે ત્યારં તેમાં બીજા સંપૂર્ણ વસ્તુનું કથન કરવાવાળો માનવામાં
આવ્યો છે. આ તો પ્રમાણજ્ઞાન અને તેના આશ્રયે થવાવાળા વચન વ્યવહારની સ્થિતિ છે.
૬. હવે થોડો નયદ્રષ્ટિથી તેનો વિચાર કરીએ, એમતો સમ્યગ્દ્રષ્ટિનાં ક્ષાયોપશયિક અને ક્ષાયિક રૂપે
જેટલાં જેટલાં કોઈ પણ જ્ઞાન છે તે બધાં પ્રમાણ જ્ઞાન જ છે, પરન્તુ પ્રમાણજ્ઞાનનો શ્રુતજ્ઞાન એક એવો ભેદ
છે કે જે પ્રમાણજ્ઞાન અને નયજ્ઞાન એમ ઉભયરૂપ હોય છે.
तत्र प्रमाणं द्विविधम्–स्वार्थं परार्थं च। तत्र स्वार्थं प्रमाणं श्रुतवर्ज्जम्। श्रुतं पुनः स्वार्थं भवति
परार्थं च। ज्ञानात्मकं स्वाथं वचनात्मकं परार्थम्। तद्विविकल्पा नयाः।
પ્રમાણના બે ભેદ છે સ્વાર્થ અને પરાર્થ તેમાંથી શ્રુત સિવાયનાં બાકીના બધાં જ્ઞાન સ્વાર્થપ્રમાણ છે,
પરન્તુ શ્રુતજ્ઞાન સ્વાર્થ અને પરાર્થ બન્ને પ્રકારનું છે. જ્ઞાનાત્મક સ્વાર્થ પ્રમાણ છે અને વચનાત્મક પરાથ
પ્રમાણ છે. તેનો ભેદ નય છે.
૮. તાત્પર્ય એ છે કે અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન ઈન્દ્રિય આદિને નિમિત્ત કર્યા વિના
જ વિષયને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થાય છે, તેથી એ તો પોતપોતાની યોગ્યતાઅનુસાર સમગ્ર વસ્તુને
અશેષ (સંપૂણ) ભાવથી ગ્રહણ કરે છે તેમાં સંદેહ નથી. પણ જે જ્ઞાન પાંચ ઈન્દ્રિયો, મન અને પ્રકાશ આદિને
નિમિત્ત કરીને પ્રવૃત્ત થાય છે તે પણ સમગ્ર વસ્તુને અશેષભાવથી ગ્રહણ કરે છે, કેમકે તે જ્યાંથી મનને
નિમિત્ત કરી ચિન્તનધારાનો પ્રારંભ થાય છે તેનાથી પૂર્વવર્તી જ્ઞાન છે.
૯. હવે રહ્યું શ્રુતજ્ઞાન તે આ ચિન્તનધારાના બેઉરૂપે હોવાથી બન્નેરૂપ માનવામાં આવ્યું છે [બે પ્રકાર
એટલે પ્રમાણરૂપ અને નયરૂપ] શ્રુતજ્ઞાનમાં મનનો જે વિકલ્પ અખંડભાવે વસ્તુનો સ્વીકાર કરે છે તે
પ્રમાણજ્ઞાન છે અને જે વિકલ્પ૧ કોઈ એક અંશને મુખ્ય કરી અને બીજા અંશને ગૌણ કરી વસ્તુનો સ્વીકાર
કરે છે તે નયજ્ઞાન છે.
૧૦. સમ્યક્શ્રુતનો ભેદ હોવાથી નયજ્ઞાન પણ તેટલું જ પ્રમાણ છે કે જેટલું પ્રમાણજ્ઞાન છે, તો પણ
શાસ્ત્રકારોએ તેને જે અલગરૂપે ગણતરીમાં લીધું છે તેનું કારણ વિવક્ષા વિશેષ (ખાસ પ્રકારનું કથન) ને
દેખાડવા માત્ર છે.
જે જ્ઞાન સમગ્ર વસ્તુને અખંડભાવે સ્વીકાર કરે છે તેની તેઓએ પ્રમાણ સંજ્ઞા રાખી છે અને જે જ્ઞાન
સમગ્ર વસ્તુના કોઈ એક અંશને મુખ્ય કરી અને બીજા અંશને ગૌણ કરી સ્વીકાર કરે છે તેની તેઓએ નય
સંજ્ઞા રાખી છે.
૧૧. સમ્યગ્જ્ઞાનના પ્રમાણ અને નય બે ભેદ કરવાનું એ જ કારણ છે, પણ એ ભેદોને જોઈને જો
૧. વિકલ્પ–ભેદ; વ્યાપાર.