Atmadharma magazine - Ank 209
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 25

background image
ફાગણ : ૨૪૮૭ : ૧૩ :
કોઈ સર્વથા એમ સમજે કે સમ્યગ્જ્ઞાનનો ભેદ હોવા છતાં પણ પ્રમાણજ્ઞાન યથાર્થ છે પરન્તુ નમ્રજ્ઞાન
નથી, તો તેનું એ રીતે સમજવું યથાર્થ નથી કેમ કે જે પ્રકારે પ્રમાણજ્ઞાન દ્વારા જે વસ્તુ જે રૂપમાં અવસ્થિત હોય
છે તે રૂપે જાણવામાં આવે છે તે જ પ્રકારે નયજ્ઞાનનું પ્રયોજન પણ યથાવસ્થિત વસ્તુનું જ્ઞાન કરાવવાનું છે.
૧૨. એ બન્નેમાં કાંઈ અંતર હોય તો એટલું જ કે પ્રમાણજ્ઞાનમાં અંશભેદ અવિવક્ષિત રહે છે, જ્યારે
નયજ્ઞાનમાં અંશભેદ વિવક્ષિત હોવાથી તે દ્વારા વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે તેથી નયનું લક્ષણ કરતાં
આચાર્ય શ્રી પૂજ્યપાદ સર્વાર્થસિદ્ધિ (અ. ૧. સૂ. ૩૩)માં કહે છે કે:–
અનેકાન્તાત્મક વસ્તુમાં વિરોધવિના વસ્તુની મુખ્યતાથી સાધ્ય વિશેષની યથાર્થતાને પ્રાપ્ત કરાવવામાં
સમર્થ પ્રયોગને નય કહે છે.
૧૩. આચાર્ય શ્રી પૂજ્યપાદે નયનું આ લક્ષણ નયસપ્તભંગીને લક્ષમાં લઈને વચનનયનું કહ્યું છે.
તત્ત્વાર્થવાર્ત્તિકમાં નયનું લક્ષણ કરતી વખતે ભટ્ટ અકલંકદેવની પણ તે જ દ્રષ્ટિ રહી છે. જ્ઞાન સમ્બન્ધી નયનું
લક્ષણ કરતાં નયચક્રમાં આવું વચન આવે છે કે– “વસ્તુના એક અંશને ગ્રહણ કરવાવાળો જે જ્ઞાનીનો વિકલ્પ
(વ્યાપાર) હોય છે કે જે શ્રુતજ્ઞાનનો એક ભેદ છે તેને અહીં નય કહેવામાં આવેલ છે, અને જે નયજ્ઞાનનો
આશ્રય કરે છે તે જ્ઞાની છે.” ૧૭૪.
૧૪. અહીં પ્રશ્ન થાય છે કે વસ્તુ તો અનેકાન્તાત્મક છે તેમાં એક અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનને નય
કહેવો ઉચિત નથી. આ પ્રશ્ન નયચક્રના કર્તાની સામે પણ રહ્યો છે. તેઓ તેનું સમાધાન કરતાં કહે છે કે:–
“કારણ કે નય વિના મનુષ્યને સ્યાદ્વાદની પ્રતિપત્તિ–(પ્રતીતિ) થતી નથી તેથી જે એકાન્તના આગ્રહથી મુક્ત
થવા માગે છે તેને નય જાણવા યોગ્ય છે.” ૧૭પ.
૧પ. આ તત્ત્વને પુષ્ટ કરતાં વળી તેઓ કહે છે:– “જેમ સમ્યક્ત્વમાં શ્રદ્ધાની મુખ્યતા છે, જેમ ગુણોમાં
તપની મુખ્યતા છે અને જેમ ધ્યાનમાં એકરસ ધ્યેયની મુખ્યતા છે તેવી જ રીતે અનેકાન્તની સિદ્ધિમાં નયની
મુખ્યતા છે” ૧૭૬.
૧૬. અહીં પ્રશ્ન થાય છે કે અનેકાન્તની સ્રિદ્ધિ પ્રમાણ સપ્તભંગી દ્વારા થઈ જાય છે. તેને માટે
નયસપ્તભંગીની આવશ્યકતા નથી, તેથી સમ્યગ્જ્ઞાન પ્રમાણરૂપ જ ભલે રહે, તેનો એક ભેદ નય પણ છે એવું
માનવાની શી જરૂર છે? સમાધાન એમ છે કે જે કાંઈ વચનપ્રયોગ થાય છે તે નયસ્વરૂપ જ હોય છે. લોકમાં
એવું એક પણ વચન હોતું નથી કે જે ખાસ ધર્મવડે વસ્તુનું પ્રતિપાદન ન કરતું હોય. ઉદાહરણરૂપે ‘દ્રવ્ય’ શબ્દ
જ લઈએ. તેને આપણે ‘જે ગુણ–પર્યાયવાળું હોય’ કે ‘ઉત્પાદ, વ્યય અનેઘ્રૌવ્ય સહિત હોય’ આ અર્થમાં રૂઢ
કરીને દ્રવ્યની વ્યાખ્યા કરીએ છીએ પણ તેનો યૌગિક અર્થ ‘જે દ્રવે છે અર્થાત્ અન્વિત હોય છે તે દ્રવ્ય’ એ
જ થાય છે, માટે જેટલો વચનવ્યવહાર છે તે તો નયરુપ જ છે. તો પણ આપણે પ્રમાણસપ્તભંગીના દરેક
ભંગમાં કોઈ ઠેકાણે સ્યાત્ શબ્દ વડે અભેદવૃત્તિ કરીને અને કોઈ ઠેકાણે તે જ વડે અભેદ ઉપચાર કરીને તે
સર્વ ભંગોના સમુદાયને પ્રમાણસપ્તભંગી કહીએ છીએ.
૧૭. પ્રથમ ભંગ દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી કહેવામાં આવે છે. તેમાં અભેદવૃત્તિ વિવક્ષિત રહે છે,
બીજો ભંગ પર્યાયાર્થિકનયની મુખ્યતાથી કહેવામાં આવે છે માટે તેમાં અભેદઉપચાર વિવક્ષિત રહે છે અને
બાકીના પાંચ ભંગ ક્રમથી અક્રમથી (એક સાથે) બન્ને નયોની મુખ્યતાથી કહેવામાં આવે છે, માટે તેમાં એ
જ વિધિથી અભેદવૃત્તિ અને અભેદઉપચારની મુખ્યતા રહે છે. દરેક વચન નયસ્વરૂપ જ હોય છે પણ તે
વક્તાની વિવક્ષા (કહેવાનો ઈરાદો) ઉપર આધાર રાખે છે કે તે કયે ઠેકાણે, કયા વચનનો, કયા અભિપ્રાયથી
પ્રયોગ કરી રહેલ છે. તેથી તત્ત્વ અને તીર્થની સ્થાપના