ફાગણ : ૨૪૮૭ : ૧પ :
પદ્મનંદી પંચવિંશતિકા –
દાન અધિકાર
પરમ પૂજ્ય સદગુરૂદેવ શ્રી કાનજીસ્વામીનું પ્રવચન – –
જામનગર મંગળવાર તા. ૧૭–૧–૬૧ મહા સુદી ૧
૧. આચાર્ય જગતના જીવોને લોભરૂપી ઉંડા કૂવાની ભેખડમાંથી બહાર કાઢવા માટે તૃષ્ણા ઘટાડવાનો
ઉપદેશ કરે છે.
૨. દાનમાં પુણ્યભાવ છે અને અ ધર્મીજીવને પણ હોય છે.
૩. અહીં દાનની વાત ધર્મી જીવની મુખ્યતાથી કહે છે.–આ આત્મા શુદ્ધ જ્ઞાનની મૂર્તિ છે શરીર, મન
વાણીથી પાર છે, પુન્ય પાપના ભાવ થાય તે કૃતિમ, અનિત્ય ઉપાધિ છે, બાહ્ય સંયોગોને ઉપાધિ કહેવી તે
વ્યવહાર કથન છે. ખરેખર સંયોગ ઉપાધિ નથી પણ નિરૂપાધિક જ્ઞાતા દ્રષ્ટાનું ભાન ભૂલીને જેટલી શુભાશુભ
લાગણી પ્રગટ કરે તે ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ ઉપાધિભાવ છે–તેનાથી બંધન છે. ધર્મ જુદો છે પુન્ય જુદી
ચીજ છે એટલે કે બંધનનું કારણ છે. માટે પ્રથમ શ્રદ્ધામાં પુણ્ય–પાપ બેઉને ઉપાધિ જાણી દૂર કરવા માગે તે
ધર્મી છે.
રાગ ઢળી જાય પછી શ્રદ્ધા થાય એમ નથી. રાગ હોવા છતાં તેનાથી ભેદજ્ઞાન વડે સ્વસન્મુખ થઈ
આત્માનો અનુભવ થઈ શકે છે. જેમજળમાં શેવાળને દૂર કરી તૃષાવંત પ્રાણી તૃષા ટાળવા માટે સ્વચ્છ જળ
પીવે છે. તેમ પુણ્યપાપરૂપી સેવાળને ભેદજ્ઞાન વડે દૂર કરીને નિરૂપાધિક સ્વરૂપનો અનુભવ થઈ શકે છે–પુણ્ય
કરતાં કરતાં પવિત્રતા થશે એમ કહેનારા ધર્મના નામે અધર્મનું પોષણ કરે છે,–ધર્મ એટલે આત્મામાં સ્વાશ્રતે
થતી નિર્મળદશા અથવા સુખ; તેને સાધનારા સાધક કહેવાય છે, તેને ધર્મની મૂર્તિ કહેવાય છે.
૪. જેના હૃદયમાં ધર્મની રૂચિ છે તે સ્વર્ગના દેવો પણ મનુષ્યપણામાં આવી ધર્મની સાધના જલ્દી પૂર્ણ
કરવાની ભાવના ભાવે છે. અને વીતરાગતા ટકી રહે એમ ધર્મી પ્રત્યે બહુમાન લાવી, દાન દેવાની ભાવના
ભાવે છે. એ રીતે ક્યારે મનુષ્યપણું પામીને આત્મકાર્ય પૂર્ણ કરીએ એવી ધર્મી દેવો ભાવના ભાવે છે.
પ. વિકારની પાર જ્ઞાયકપણાની દ્રષ્ટિ જેને થઈ છે તે ધર્મદ્રષ્ટિવંત થયો કહેવાય. તેને દાન, પૂજા
ભકિતનો શુભભાવ આવે છે–ધર્માત્માને–સંતોને બરાબર ઓળખે છે અને દાન આપે છે, તથા અનુમોદના કરે
છે. ત્રણેકાળ સાધકજીવો એટલે વીતરાગતાને સાધનારા ટકી રહો ને હું શીધ્ર પૂર્ણ પરમાત્મ દશા પ્રાપ્ત કરૂ
એવી ભાવના ધર્મી જીવને હોય છે.