Atmadharma magazine - Ank 209
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 25

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૦૯
૬. સંસારની રૂચિ વડે અનંત અનંતકાળ પરિભ્રમણ કર્યા તેમાં દેહાદિથી ભિન્ન અસંગ જ્ઞાનમાત્ર
ચૈતન્ય જ્ઞાનાનંદરૂપ હું છું એવી દ્રષ્ટિ એક સમય માત્ર પણ કરી નથી.– પુણ્યપાપના અસંખ્ય ભેદ છે તેમાં
પુન્યના શુભભાવ પણ અનંતવાર કર્યા પણ સર્વ વિકારથી પાર હું જ્ઞાનાનંદ મૂર્તિ છું એવા આત્માનું ભાન
કર્યું નથી.
૭. સર્વજ્ઞ વીતરાગ દેવાધિદેવ પરમાત્મા થયા તેમને ત્રણકાળ ત્રણ લોકવર્તી સર્વ પદાર્થનું જ્ઞાન થયું.
તેમણે કહ્યું છે કે અનાદિથી સંસારની રૂચિને લીધે તેં તને ઓળખ્યો જ નથી.–જેમ ધુંમાડાની આડમાં અગ્નિ ન
દેખાય તેમ પુન્યપાપ અને પરાશ્રયની આડમાં ચૈતન્ય જ્યોતિ ન દેખાય; આમ વ્યવહારની રૂચિ સંસારની
રૂચિના કારણે અવિકારી જ્ઞાનાનંદ મૂર્તિનો સાક્ષાત્કાર તેં કદી કર્યો નથી, તેમાં તારો દોષ છે, કોઈ કર્મ, ક્ષેત્ર
સંયોગનો દોષ નથી.
પરપદાર્થના સંયોગ–વિયોગ કરવા જીવના અધિકારની વાત નથી. જીવ પોતામાં શુભઅશુભ ભાવને
કરે, ઈચ્છા કરે, સમ્યકજ્ઞાન કરે–મિથ્યાજ્ઞાન કરે, પરમાં કાંઈ કરી શકે નહીં.
૮. સવારે એક ગ્રેજ્યુએટ બહેને આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું. કોઈને પ્રશ્ન થાય કે આ શું? તો
તેમાં શરીર, વાણી, મનથી પ્રતિજ્ઞા પાળવાના ભાવ તે શુભભાવ કહેવાય છે, તે વ્રત ન કહેવાય પણ પ્રતિજ્ઞા
કહેવાય છે. સમ્યક્દર્શન ઉપરાન્ત નિશ્ચય બ્રહ્મચર્યાદિ વ્રત વિના વ્યવહાર વ્રત હોય શકે નહિ.
૯. પુન્યપાપ (રાગ) રહિત અતીન્દ્રિય જ્ઞાનાનંદ સ્વરૂપમાં નિર્મળશ્રદ્ધા જ્ઞાનમાં એકાગ્રતારૂપે ચરવું
તેનું નામ પરમાર્થે (નિશ્ચયે) વ્રત અને બ્રહ્મચર્ય છે– ‘બ્રહ્મ’ નામ જ્ઞાનાનંદમય પોતાનો આત્મા તેમાં
શુદ્ધદ્રષ્ટિ–જ્ઞાન–લીનતા વડે સ્થિરતા થાય અને રાગ ત્રુટતો જાય તેને સમ્યક્દર્શન પૂર્વક વ્રત કહેવામાં આવે
છે. આ વિના માત્ર પુરૂષને સ્ત્રીનો ત્યાગ અને સ્ત્રીને પુરૂષના ત્યાગરૂપે પ્રતિજ્ઞામાત્રથી જ્ઞાનાનંદ સ્વરૂપમાં
વિંટાવારૂપ વ્રત ન કહેવાય–હાં, સાધારણ નૈતિક જીવનની ભૂમિકામાં પણ કૂશીલ ન હોય, લોક નિંદ્ય
અનાચાર ન હોય, વ્યવહારમાં વિવેકી જીવો સ્વ પર સ્ત્રી, પુરુષમાં વિષયનો ત્યાગ કરે, તે ભાવને
શુભભાવરૂપી બ્રહ્મચર્ય કહેવામાં આવે છે, તેને પ્રતિજ્ઞા કહેવાય. વ્રત જુદી ચીજ છે.–નિશ્ચયે વ્રત તો ચારિત્ર છે
તે તો જ્ઞાનાનંદ સ્વરૂપમાં શ્રદ્ધા દ્વારા અને સ્થિરતા દ્વારા વિંટાઈ જાય તેને હોય છે.
૧૦. ચારિત્રના કારણરૂપ નિશ્ચયસમ્યકદર્શન પ્રથમ જોઈએ, જ્યાં તે ન હોય ત્યાં ચારિત્ર, વ્રત, તપ
ત્રણ કાળમાં હોઈ શકે નહિ. સમ્યકદર્શન થયા પહેલાં સાચા દેવ, શાસ્ત્ર ગુરૂની ઓળખાણ અને પૂજા ભક્તિ
દાનાદિના ભાવ ધર્મ–જિજ્ઞાસુઓને આવે છે પણ તે શુભભાવ છે તેની ખતવણી–પુન્યબંધનમાં થવી જોઈએ.
પુણ્ય કરતાં કરતા ધર્મ થશે એમ માને તો મિથ્યાત્વની પૂષ્ટિ થાય છે. વળી ધર્મનું સ્વરૂપ તેનાથીય સમજી
શકાય નહિ.
૧૧. પ્રથમ તો તત્ત્વજ્ઞાન દ્વારા સ્વ–પરનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. અનુભવ પ્રકાશ ગ્રંથમાં
આવે છે કે આ નોકર્મ એટલે શરીરની અંદર જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મરૂપી કોટ છે, તે કોટની અંદર પુન્યપાપના
વિકલ્પનો કોટ છે, તેનાથી ભિન્ન અંદરમાં જાગતી જ્યોતિ ચૈતન્યચમત્કાર, પ્રભુ, સચ્ચિદાનંદ આત્મા પોતે
શાશ્વત બિરાજમાન છે. તે રજકણમાં શરીરની ક્રિયામાં ગોતતાં મળશે નહિ,–પુન્યપાપ વિકારની આડમાં નહીં
મળે. બાહ્યમાં કોઈ તીર્થક્ષેત્રે, ડુંગરે, ખોજે નહીં મળે. સાક્ષાત્ અર્હંત પરમાત્મા પાસે ધર્મસભામાં જાય તો તે
પણ કાંઈ આપી દેતા નથી.
૧૨. બહારની અને વિકલ્પની અપેક્ષા રહિત હું જ્ઞાયક છું, એની અંદરમાં પ્રતિત–જ્ઞાન અનુભવ કરે
તો શરૂઆતના ધર્મીને અવિરત સમ્યગ્દ્રષ્ટિ કહેવામાં આવે છે. એવું ભાન થયાં વિના કોઈ ધર્મના નામે વ્રત,
તપ,