Atmadharma magazine - Ank 209
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
ફાગણ : ૨૪૮૭ : ૧૭ :
નિયમ લે તો તે ધર્મ માટે એકડા વિનાના મિંડા સમાન છે, કેમકે તે શુભ ભાવ છે.
પુણ્યભાવ આવે તેનો નિષેધ નથી, પુજા પ્રભાવનાના ભાવ હોય પણ તેને વ્રત ન કહેવાય.
સોનગઢથી જવાનું ધ્યેય ભાવનગર હોય અને દોડે ઢસા (આથમણી બાજુ) તો ગામ આવે નહી, તેમ ધર્મ
માનીને પુણ્યની ક્રિયા કરે તો તેથી ધર્મનો અંશ પણ આવે નહીં.
૧૩. પાપથી બચવા–અશુભમાં ન જવા પુન્યભાવ હોય પણ સમ્યક્દર્શન,–સત્યદર્શન,– અંતરદ્રષ્ટિના
ધ્યેયમાં નિત્યજ્ઞાનાનંદ સ્વરૂપ ધ્રુવ આત્મા બિરાજે છે, તેની પ્રતીતિ કરીને જેણે અતીન્દ્રિય આનંદનો સ્વાદ
લીધો છે તેને ધર્મી કહે છે. તેવા જીવો ભગવાનના માગમાં છે; કોણ જીવો ધર્મનું સાધન કરી રહ્યા છે તેનો
સમ્યગ્દ્રષ્ટિને વિવેક હોય છે.
૧૪. ધર્મી સાધક સંતને આહાર દાન આપું એવો ભાવ મોટા ઈન્દ્રાદિ દેવોને પણ આવે છે. પુન્યથી
અનેક પ્રકારની સંપદા મળે છે, તેની મહતા નથી પણ દેવોમાં વ્રત સંયમ નથી તેથીય મનુષ્યપણુ પામી સંયમી
થવાની ભાવના તે દેવો ભાવે છે.
૧પ. દેવામાં વ્રત હોતાં નથી; જેમ નદીમાં બે કાંઠે પાણીના પૂર ચાલે તેમાં બીજ વાવી શકાય નહીં,
તેમ પુન્યના ફળમાં સ્વર્ગનો ભવ મળ્‌યો ત્યાં સ્થિરતા, આત્મશાન્તિ, લીનતારૂપી વ્રત ઉગે નહીં. સમ્યગ્દ્રષ્ટિ
દેવો જાણે છે કે જેમાં અતીન્દ્રિય આનંદના તીવ્ર ઓડકાર આવે એવું અહીં નથી, તેથી મનુષ્ય ભવ પામી
શ્રાવક અને મુનિપદની ભાવના ભાવે છે, અને તેમાં ક્યારે અમે મનુષ્ય થઈ યોગ્યધર્માત્મા પાત્રને દાન
આપીયે એ ભાવના પણ હોય છે. આચાર્ય એમ કહેવા માગે છે કે શ્રાવકોએ સુપાત્રે દાન દેવા તરફ જરૂર લક્ષ
આપવું જોઈએ.
૧૬. યથાર્થ ઓળખાણ સહિત ધર્મપ્રભાવના અને ધર્માત્માના નિમિત્તે દાનનો યોગ મળવો અનંતકાળે
દુર્લભ છે એમ કહીને નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજાવે છે. આ સંસારમાં પરમહિત તો આ આત્માની પૂર્ણ
દશા છે; તે મોક્ષ દશાનું કારણ નિશ્ચય રત્નત્રય છે, (રત્નત્રય એટલે શુદ્ધોપયોગ રુપ મોક્ષમાર્ગ) તેનુંં નિમિત
કારણ શ્રાવકો દ્વારા દેવામાં આવતો આહાર છે; તેથી જેણે નિર્ગ્રંથમુનિને ભકિતભાવે આહાર દાન દીધું તેણે
મોક્ષ દીધો એમ ઉપચારથી કહેવામાં આવે છે.
૧૭. હવે ‘આ’ સંસાર કહેતાં, આ એટલે વિદ્યમાન સંસારતત્ત્વ છે તે જીવમાં થતી અશુદ્ધ દશા છે તે
કાંઈ તદન અસત્ય ભ્રાન્તિ નથી. દોરડીમાં સર્પની ભ્રાન્તિ થાય ત્યારે ભલે દોરડી સર્પ નથી પણ બીજે સર્પ છે
તેનો આરોપ થાય છે. તદન ન હોય તેનો આરોપ ન થાય. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપે છે. તેની પ્રગટ દશામાં
વિકાર અને તેનું ફળ દુઃખ છે તેને સંસાર કહેવામાં આવે છે.
૧૮. ત્રિકાળી ચૈતન્યસ્વભાવ શક્તિરૂપે નિત્ય શુદ્ધ હોવા છતાં, ભૂલના કારણે તેની અવસ્થામાં
અજ્ઞાન રૂપ વિકાર છે ખરો પણ તે અને તેટલો હું છું, રાગાદિ મારૂં કાર્ય છે એમ માનવું તે ભ્રાન્તિ છે; પણ
વિકારને માને નહી વા કર્માદિ સંયોગને લીધે દોષ છે એમ માને તો વિકાર ટાળવાનો પ્રસંગ રહેતો નથી.
૧૯. સંસાર ક્યાં રહે છે તેની ધણાને ખબર નથી. પૈસા, મકાન, સ્ત્રી અને શરીર તે સંસાર નથી પણ
તેની મમતા તે સંસાર છે. જો શરીરાદિ સંયોગ સંસાર હોય તો તે છૂટતાં મોક્ષ થવો જોઈએ.
૨૦. જામનગરમાં સ્મશાનભૂમિની દીવાલ ઉપર ગર્ભ–જન્મથી માંડીને મૃત્યુ સુધીના ચિત્રો છે. તે
બતાવે છે કે દેહ વિનાશી ને આત્મા અવિનાશી છે. દેહ તો જડરજકણોથી બંધાય છે, ને બાળ, યુવા, વૃદ્ધ
થઈને વિખરાય જાય છે. તેમાં હું બાળ, યુવાન અને વૃદ્ધ થયો એમ માનવું તે રાગદ્વેષ મોહદશા છે. અને તે
સંસાર છે. એમ જાણીને વર્ત્તમાન ક્ષણિકદશા પ્રત્યે મમતા ન થવી જોઈએ.