Atmadharma magazine - Ank 209
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 25

background image
: : આત્મધર્મ : ૨૦૯
ક્રમ નિયમિત પર્યાય મીમાંસા
(શ્રી જૈન તત્ત્વમીમાંસા અધિકાર ૭).
ક્રમાંક ૨૦૮ થી ચાલુ
૨૨. બધાને જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ એક સમાન નથી હોતો, માટે બધા એક સરખું ભણી શકતા
નથી એમ કહેવું તે બરાબર (માનવામાં આવતું) નથી, કેમકે તેમાં પણ એ જ પ્રશ્ન થાય છે કે જ્યારે બધાને
એક સમાન બાહ્ય સામગ્રી સુલભ છે ત્યારે બધાને એક સમાન ક્ષયોપશમ કેમ નથી થતો?
૨૩. જે લોકો બાહ્ય સામગ્રીને કાર્યની ઉત્પાદક માને છે તેમને અંતે તો આ પ્રશ્નનો બરાબર ઉત્તર પ્રાપ્ત
કરવાને માટે “યોગ્યતા” ઉપર જ આવવું પડે છે. ત્યારે એ જ માનવું પડે છે કે જ્યારે યોગ્યતાનો પુરુષાર્થ
દ્વારા કાર્યરૂપ પરિણમન થવાનો સ્વકાળ આવે છે ત્યારે તેમાં નિમિત્ત થવાવાળી થવાનો સ્વકાળ આવે છે
ત્યારે તેમાં નિમિત્ત થવાવાળી બાહ્ય સાધન સામગ્રી પણ મળી જાય છે. કોઈ ઠેકાણે તે સાધન સામગ્રી
અનાયાસ મળે છે અને કોઈ ઠેકાણે તે પ્રયત્નસાપેક્ષ મળે છે. પણ તે મળે છે અવશ્ય. જ્યાં પ્રયત્ન સાપેક્ષ મળે
છે ત્યાં તેના નિમિત્તથી થવાવાળા તે કાર્યમાં પ્રયત્નની મુખ્યતા કહેવામાં આવે છે અને જ્યાં પ્રયત્ન વિના
મળે છે ત્યાં દૈવની મુખ્યતા કહેવામાં આવે છે. ઉપાદાનની દ્રષ્ટિથી કાર્ય ઉત્પાદનમાં સમર્થ યોગ્યતાનો સ્વકાલ
બન્ને જગ્યાએ અનુસ્યૂત (અન્વયપૂર્વક જોડાયેલ) છે એ નિશ્ચિત (નક્કી) છે.
૨૪. શાસ્ત્રોમાં અભવ્ય દ્રવ્ય મુનિઓનાં ઘણાં ઉદાહરણ આવે છે. ચરણાનુયોગમાં દ્રવ્ય સંયમ
પાળવાની જે વિધિ બતાવી છે તે અનુસાર તેઓ આચરણ કરવા છતાં પણ ભાવસંયમને પાત્ર કેમ થતા
નથી? તેમનામાં કઈ વાતની ખામી છે? ઉત્તરરૂપે એ જ માનવું પડે છે કે તેમનામાં રત્નત્રયને (સમ્યક્–
દર્શન–જ્ઞાન–ચારિત્રને) ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી. તેથી તેઓ તપશ્ચરણ આદિ વ્યવહાર સાધનમાં
અનુરાગી થઈને પ્રયત્ન ભલે કરતા હોય પણ મોક્ષને અનુરૂપ સમ્યક્ પુરુષાર્થના તેઓ અધિકારી ન હોવાથી,
ન તો ભાવ સંયમને પાત્ર થાય છે તેમજ ન મોક્ષને પણ પાત્ર થાય છે.
૨પ. આ પ્રકારે આ ઉદાહરણને દ્રષ્ટિપથમાં રાખીને જો આપણે આપણાં અંતઃચક્ષુઓને ખોલીને
જોઈએ તો આપણને સર્વત્ર આ યોગ્યતાનું જ સામ્રાજય જોવામાં આવે છે. તેના હોવાથી જેને લોકમાં
નાનામાં નાનું નિમિત્ત કહેવામાં આવે છે તે પણ કાર્યની ઉત્પત્તિમાં સાધક બની જાય છે અને તેના અભાવે
જેને મોટામાં મોટું નિમિત્ત કહેવામાં આવે છે તે પણ બેકાર (વ્યર્થ–નકામું) સાબિત થાય છે.
કાર્યોત્પત્તિમાં ઉપાદાનમાં રહેલી યોગ્યતાનું પોતાનું મૌલિક સ્થાન છે.
૨૬. શાસ્ત્રોમાં આપે “તુષમાસભિન્ન”ની કથા પણ વાંચી હશે. તે પ્રતિદિન ગુરુની સેવા કરે છે, ૨૮
મૂળ ગુણોનું નિયમિત રીતે પાલન કરે છે છતાં પણ તેમને દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ નથી થતી, એટલું જ નહિ તે