ફાગણ : ૨૪૮૭ : પ :
“તુષમાસભિન્ન” પાઠનું રટન કરતા થકા કેવળી તો થઈ જાય છે પણ દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ થતી નથી, શા
માટે? કારણ કે તેમનામાં દ્રવ્યશ્રુતને ઉત્પન્ન કરવાની યોગ્યતા ન હતી. એના સિવાય જો બીજું કોઈ કારણ
હોય તો બતાવો. આથી કાર્યની ઉત્પતિમાં યોગ્યતાનું શું સ્થાન છે તેનો સહજ ખ્યાલ આવી જાય છે.
૨૭. શ્રી જયધવલામાં ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૬૬ દિવસ સુધી દિવ્યધ્વનિ કેમ ન
છૂટયો એ પ્રશ્ન રજૂ કરી કહેવામાં આવ્યું છે કે ગણધરદેવ ન હોવાથી દિવ્યધ્વનિ ન છૂટયો. આના ઉપર ફરીને
પ્રશ્ન કરવામાં આવ્યો છે કે દેવેન્દ્રે એ સમયે ગણધરને શા માટે હાજરન કર્યો? આનું જે સમાધન કરવામાં
આવ્યું છે તેનો ભાવ એ છે કે કાળલબ્ધિ વિના દેવેન્દ્ર ગણધરને હાજર કરવામાં અસમર્થ હતા. આથી પણ
કાર્ય ઉત્પત્તિમાં ઉપાદાનમાં રહેલી યોગ્યતાનું સર્વોપરિ સ્થાન છે તેનું જ્ઞાન થઈ જાય છે. જયધવલાનું તે હાર્દ
આ પ્રકારે છે–
“दिव्वज्झुणीए किमट्ठं तत्थापउत्तो? गणिंदाभावादो। सोहम्मिंदेण तक्खणे चेव गणिंदो किण्ण
ढोइदो? ण, काललद्धीए विणा असहेञ्जस देविंदस्स तड्ढोयणसत्तीए अभावादो।
૨૮. તે યોગ્યતા કોઈ ઉપાદાનમાં હોય અને કોઈ ઉપાદાનમાં ન હોય એવું નથી. પણ એવું છે કે દરેક
સમયના અલગ અલગ જેટલા ઉપાદાન છે તેટલી યોગ્યતાઓ પણ છે, કેમકે એના વિના એક કાર્યના
ઉપાદાનથી બીજા કાર્યના ઉપાદાનમાં ભેદ કરવો સંભવતો નથી. કારણ કે એક ઉપાદાનનું કાર્ય બીજા
ઉપાદાનના કાર્યથી ભિન્ન હોય છે. તેથી કાર્યભેદને અનુસાર ઉપાદાનભેદની નિયામક તેની સ્વતંત્ર યોગ્યતા
માનવી જ પડે છે. આના સમર્થનમાં અમે પાછલા પ્રકરણોમાં પ્રમાણ આપ્યું જ છે. અને આગળ પણ વિચાર
કરવાના છીએ.
(જૈન તત્ત્વમીમાંસા પૃ. ૧પ૭ લી. ૧૭)
૨૯. અહીં આ પ્રશ્ન કરી શકાય છે કે જે શાસ્ત્રોના આધારે આપ યોગ્યતાનું સમર્થન કરો છો તે જ
શાસ્ત્રોમાં એવું કથન પણ મળી આવે છે કે નિમિત્ત ન હોવાથી કાર્ય ન થયું. ઉદાહરણ રૂપેસિદ્ધ જીવ
લોકાન્તની ઉપર ગમન કેમ કરતા નથી? આ પ્રશ્ન ઉપસ્થિત થવાથી આચાર્ય શ્રી કુન્દકુન્દે નિયમસારમાં આ
ઉત્તર આપ્યો છે કે લોકની બહાર ધર્માસ્તિકાય ન હોવાથી તેઓ લોકાન્તથી ઉપર અલોકાકાશમાં ગમન નથી
કરતા.
૩૦. આચાર્ય ગૃદ્ધપિચ્છે પણ તત્ત્વાર્થ સૂત્રમાં “धर्मास्तिकाय अभावात्” આ સૂત્રની રચના કરીને આ
જ જવાબ આપ્યો છે. તથા લોક–અલોકના વિભાગનું કારણ બતાવતાં બીજે સ્થળે પણ આ વાત કહેવામાં
આવી છે, તેથી આ આધારે જો આ પરિણામ (–ફળ, સારાંશ) સિદ્ધ કરવામાં આવે કે ઉપાદાનકારણનો
સદ્ભાવ હોવા છતાં પણ જો નિમિત્ત કારણનો અભાવ હોય તો વિવક્ષિત (મુખ્ય; કહેવા ધારેલ) કાર્ય થતું
નથી તો શું આપત્તિ છે? ન્યાયશાસ્ત્રમાં જે ‘सामग्री कार्य जनिका नैक कारणम्’ આ વચન આવે છે તે
પણ એ જ અભિપ્રાયનું સમર્થન કરે છે.
૩૧. સમાધાન આ છે કે શાસ્ત્રોમાં આ તો સ્પષ્ટ પણે જ સ્વીકાર કરવામાં આવ્યું છે કે ધર્માસ્તિકાય
ગતિક્રિયામાં ત્યારે જ નિમિત્ત હોય છે કે જ્યારે બીજાં દ્રવ્યો ગતિક્રિયા પરિણત થાય છે. જો અન્ય દ્રવ્ય
ગતિક્રિયા પરિણત ન થતાં હોય તો તે નિમિત્ત થતું નથી. આથી આ વાત તો સ્પષ્ટ થઈ કે જ્યાં સુધી જીવ
અને પુદ્ગલ પોતાની સ્વતંત્રતા પૂર્વક ગમન કરે છે ત્યાં સુધી તે એમના ગતિ પરિણમનમાં નિમિત્ત હોય છે.
એથી નિયમસાર અને તત્ત્વાર્થ સૂત્રમાં ઉપર કહેલ પ્રશ્નના ઉત્તરરૂપે ઉપાદાનની દ્રષ્ટિથી આ પણ
* નિયામક–નિયમ–નક્કી કરનાર.