Atmadharma magazine - Ank 209
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: : આત્મધર્મ : ૨૦૯
કહી શકાતું હતું કે આગળ ગમન કરવાની જીવમાં યોગ્યતા ન હોવાથી તે લોકાન્તે જ અટકી જાય છે. પરન્તુ
આ જવાબ ન દેતાં ત્યાં નિમિત્તની અપેક્ષાએ (નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે) ઉત્તર દેવામાં આવ્યો છે તો
ત્યાં એવો ઉત્તર દેવાનાં બે કારણ માલૂમ પડે છે.
૩૨. પ્રથમ તો એ કે સિદ્ધ થવા પહેલાં ૧૩મા ગુણસ્થાન સુધી જીવના પ્રદેશોમાં જે કંપ થાય છે અને
૧૪મા ગુણસ્થાનમાં તેનું સ્થાન જે નિષ્કમ્પતા લઈ લે છે તે ત્યાં એનાં નિમિત્ત કેવળ ધર્મદ્રવ્ય અને અને
અધર્મદ્રવ્ય જ નથી પણ તેની સાથે અન્ય નિમિત્ત પણ છે, પરન્તુ અહીં ગતિક્રિયામાં અન્ય નિમિત્તોનો સર્વથા
અભાવ હોઈને એક માત્ર ધર્મ દ્રવ્ય જ નિમિત્ત છે.
આ પ્રકારે અહીં કેવળ ધર્મ દ્રવ્યની નિમિત્તતા બતાવવા માટે નિયમસાર અને તત્ત્વાર્થ સૂત્ર આદિમાં
ઉપર કથિત જવાબ દેવામાં આવેલ છે.
૩૩. બીજું કારણ આ માલૂમ પડે છે કે આના પહેલાં આચાર્ય કુન્દકુન્દે નિયમસારમાં શુદ્ધ દ્રવ્યોની
પર્યાયોને પરનિરપેક્ષ બતાવેલ છે. તેથી જો કોઈ ઉક્ત કથનનો આ અર્થ કરે કે શુદ્ધ દ્રવ્યોની જે કોઈ પણ
પર્યાયો થાય છે અથવા ગતિક્રિયા થાય છે તેમાં ધર્માદિક દ્રવ્ય પણ નિમિત્ત નથી હોતું એક પર્યાયોનો પર
નિરપેક્ષ કહેવાનું છે તો એમનું ઉક્ત કથનથી એવું તાત્પર્ય કાઢવું યથાર્થ નથી, તેથી અહીં ઉપાદાન કારણની
દ્રષ્ટિથી ઉત્તર ન દેતાં નિમિત્તની મુખ્યતાથી ઉત્તર આપવામાં આવ્યો છે. તેથી નિયમસાર અને તત્ત્વાર્થસૂત્રના
ઉક્ત કથનના આધારે આ સિદ્ધ કરવું ઉચિત નથી કે ઉપાદાન કારણનો સદ્ભાવ હોવા છતાં પણ જો નિમિત્ત
ન હોય તો કાર્ય થાય નહિં કારણ કે વિવક્ષિત ઉપાદાનના કાર્યરૂપે પરિણત થવાની સાથે વિવક્ષિત નિમિત્તની
સમ્વ્યાપ્તિ છે. છતાં પણ કાર્યોત્પત્તિમાં મુખ્યતા ઉપાદાનની જ છે કારણ કે તે સ્વયં કાર્યરૂપે પરિણમે છે.
નિમિત્ત તેને જરા પણ પોતાનો અંશ આપતું નથી. નિમિત્તની નિમિત્તના આ અર્થમાં ચરિતાર્થ છે, (–સાર્થક
છે.) પણ તે કાર્યમાં ઉત્પાદક છે એ અર્થમાં નથી. નિમિત્તમાં કાર્ય ઉત્પાદક ગુણનો આરોપ કરી કથન કરવું એ
જુદી વાત છે.
૩૪. અહીં આ વિષયને સ્પષ્ટ કરવા માટે જ અમે તર્ક આપ્યા તે શા માટે બરાબર છે તેને સ્પષ્ટ રૂપે
સમજવા માટે પંચાસ્તિકાયની ૮૯મી ગાથા તથા તેની ટીકા જાણવા યોગ્ય છે. ગાથા આ પ્રમાણે છે.
विज्जदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि ।
ते सगपरिणामेहिं दु गमणं ठाणं च कुवंति ।। ८९।।
જેની ગતિ થાય છે તેની ફરી સ્થિતિ થાય છે (અને જેની સ્થિતિ થાય છે તેની યથા સંભવ ફરી ગતિ
થાય છે), માટે તે ગતિ અને સ્થિતિ કરવાવાળા પદાર્થ પોતાના પરિણામોથી જ ગતિ અને સ્થિતિ કરે છે. ૮૯.
૩પ. તેની ટીકા કરતાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે કે – “ધમાધર્મ ×××” આ ધર્મ અને અધર્ન દ્રવ્યની
ઉદાસીનતાના સમ્બન્ધમાં હેતુ કહેવામાં આવેલ છે. વાસ્તવમાં (નિશ્ચયથી) ધર્મદ્રવ્ય કદિ પણ જીવો અનુ
પુદ્ગળોની ગતિમાં હેતુ નથી થતા. જો તેઓ બીજાઓની ગતિ અને સ્થિતિના મુખ્ય (નિશ્ચય) હેતુ હોય તો
જેની ગતિ હોય તેની ગતિ જ રહેવી જોઈએ, સ્થિતિ ન થવી જોઈએ. અને જેની સ્થિતિ હોય તેની સ્થિતિ જ
રહેવી જોઈએ, ગતિ ન થવી જોઈએ પરંતુ એકના એક પદાર્થની પણ ગતિ અને સ્થિતિ જોવામાં આવે છે માટે
અનુમાન થાય છે કે તેઓ (ધર્મ અને અધર્મ દ્રવ્ય) ગતિ અને સ્થિતિના મુખ્ય હેતુ નથી, પણ વ્યવહારનયથી
સ્થાપિત (નિશ્ચિત નક્કી થયેલ) ઉદાસીન હેતુ (નિમિત્ત) છે.
૩૬. શંકા–જો એમ છે તો ગતિ અને સ્થિતિવાળા પદાર્થોની ગતિ અને સ્થિતિ કઈ રીતે થાય છે?
સમાધાન–વાસ્તવમાં ગતિ અને સ્થિતિ કરવાવાળા પદાર્થ પોતપોતાના પરિણમોથી જ નિશ્ચયથી ગતિ
અને સ્થિતિ કરે છે.