ફાગણ : ૨૪૮૭ : ૭ :
જૈ ન ત ત્ત્વ મી માં સા
૧. આ નામનું પુસ્તક બનારસના સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિત શ્રી પુલચંદજી સિદ્ધાન્તશાસ્ત્રી તરફથી
વીરનિર્વાણ ૨૪૮૬ દસલક્ષણ ધર્મના પવિત્ર પર્વપ્રસંગે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
૨. આ પુસ્તકમાં ૧૨ વિષયો લેવામાં આવ્યા છે કે તેની વિષય સૂચિમાં જણાવેલ છે. તે બધા વિષયો
જૈન તત્ત્વજ્ઞાનના પાયારૂપ છે. તે વિષયોના યથાર્થ ભાવભાસન વિના જૈનતત્ત્વ હ્રદયંગમ થઈ શકે
નેવું નથી.
૩. અહીં ચાલતા પુરુષવર્ગના વાંચન વખતે આ પુસ્તકનું અધ્યયન થયા પછી તે સમ્બન્ધીનો અમારો
અભિપ્રાય પ્રગટ કરવાનું યોગ્ય જણાય છે.
૪. આ પુસ્તકમાં (૧) વિષય પ્રવેશ, (૨) વસ્તુસ્વભાવમીમાંસા, (૩) નિમિત્તની સ્વિકૃતિ, (૪)
ઉપાદાન નિમિત્ત મીમાંસા, (પ) કર્તા કર્મમીમાંસાં, (૬) ષટ્કારક મીમાંસા, (૭) ક્રમનિયમિત
(ક્રમબદ્ધ) પર્યાય મીમાંસા, (૮) સમ્યક્નિયતિસ્વરૂપ મીમાંસા, (૯) નિશ્ચય–વ્યવહાર મીમાંસા,
(૧૦) અનેકાન્તસ્યાદ્વાદ મીમાંસા, (૧૧) કેવળજ્ઞાન સ્વભાવ મીમાંસા (૧૨) ઉપાદાન નિમિત્ત
સંવાદ એ રીતે બાર વિષય છે.
પ. આ દરેક વિષય પ્રયોજન ભૂત હોવાથી મુમુક્ષુઓએ સમજીને તેનો આશય લક્ષમાં રાખવા યોગ્ય છે.
તેમાંથી એક પણ વિષયમાં ભૂલ થાય તો જૈન તત્ત્વના મૂળભૂત સિદ્ધાન્તોમાં ભૂલ થાય અને
સમ્યક્શ્રદ્ધા થાય નહિ.
૬. પંડિતજીએ વિષયોની પસંદગી કરવામાં તથા તેનો અનુક્રમ ગોઠવવામાં ઘણી વિચક્ષણતા વાપરી છે.
તેમાં ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય એ છે કે ત્રીજા અધિકારમાં ‘નિમિત્તનીસ્વિકૃતિ’ પ્રથમ લીધી છે
અને ત્યાર પછી જ ‘ઉપાદાન નિમિત્તમીમાંસાં’ નામનો અતિ ઉપયોગી વિષય લીધો છે. જીવોને
અનાદિ કાળથી નિમિત્તાધિન દ્રષ્ટિ છે તે છોડયા વિના કદી પણ નિજ ત્રિકાળી ઉપાદાન તરફ પોતાના
પુરુષાર્થની ગતિ વાળી શકે જ નહિ. તેથી આ પદ્ધતિ ઘણી સુંદર છે એમ કહેવું જોઈએ. ત્યારપછી
કતૃકર્મમીમાંસા, ષટ્કારક અને ક્રમનિયમિત (ક્રમબદ્ધ) પર્યાય મીમાંસા, એ વિષયો લીધા છે તે
ક્રમપણ તેટલો જ પ્રશંસનિય છે કેમકે જીવ પરનો અને રાગનો અકર્તા છે એમ યથાર્થપણે નક્કી કર્યા
વિના કદી પણ સ્વસન્મુખ થઈ શકે નહિ અને ‘ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક્ નિર્ણય કરી શકે નહિ.
૭. આ પ્રમાણે જે જે વિષયો લેવામાં આવ્યા છે તે બધા ઘણા ઉપયોગી છે અને વર્તમાનમાં તે ખાસ
પ્રકારે ચર્ચાનો વિષય બની રહ્યા છે તેથી આ પુસ્તક અથાગ પરિશ્રમપૂર્વક લખીને પંડિતજીએ જૈન
સમાજ ઉપર ઉપકાર કર્યો છે અને એક અગત્યથી વસ્તુ પુરી પાડી છે.
૮. દરેક વિષયની ચર્ચા કરતા ચારે અનુયોગના તથા દર્શનશાસ્ત્રોના આધારો ઠેક ઠેકાણે આપીને સત્ય
સિદ્ધાન્ત જૈનાગમ પ્રમાણે શું છે તે સ્પષ્ટપણે સમજાવ્યું છે.
૯. હિન્દીભાષામાં પ્રસિદ્ધ થતાં વર્તમાન જૈન પુસ્તકોમાં આ પુસ્તક સવોત્તમ છે.
૧૦. આખા પુસ્તકનો બારીકીથી અભ્યાસ કરતા, તેમાં પંડિતજીનો ધર્માનુરાગ તથા શાસ્ત્રોના ઊંડા
અભ્યાસ સહિત વસ્તુસ્વરૂપ રજુ કરવાની તેમની અદઃભૂત શક્તિ જણાઈ આવે છે.
૧૧. આ પુસ્તકનો અભ્યાસ જિજ્ઞાસુઓ મોટા પ્રમાણમાં કરે છે અને તે ઘણું લોકપ્રિય નીવડયું છે.