Atmadharma magazine - Ank 210
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 29

background image
ચૈત્ર : ર૪૮૭ : :
દેખે છે તેને શુદ્ધનય (પરમભાવગ્રાહી નિશ્ચયનય) જાણો.” આ દ્વારા પણ નિશ્ચયનયનો તે જ વિષય
કહેવામાં આવ્યો છે કે જેની તરફ પંચાધ્યાયીકાર ‘ન’ શબ્દ દ્વારા ઈશારો કરી રહ્યા છે.
પ૦. સમયસાર ગા. ૧૪ની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે કે “નિયમથી જે અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય,
નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્માની અનુભૂતિ છે તે શુદ્ધનય છે. આ અનુભૂતિ આત્મા જ છે; માટે
તેમાં (અનુભૂતિમાં) એક માત્ર આત્મા જ પ્રકાશમાન થાય છે,”
પ૧. આ શુદ્ધનયનો સુસ્પષ્ટ નિર્દેશ (–વર્ણન) કરતાં થકા તેઓ કળશ નં. ૧૦ માં કહે છે કે:–“જે
પરભાવ અર્થાત્ પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવ તથા પરદ્રવ્યને નિમિત્ત કરીને થયેલા પોતાના વિભાવ–એ
પ્રકારના સમસ્ત પરભાવોથી ભિન્ન છે, આપૂર્ણ છે, આદિ–અંતથી રહિત છે, એક છે તથા જેમાં સમસ્ત
સંકલ્પ–વિકલ્પોના સમૂહનો વિલય થઈ ગયો છે એવા આત્મસ્વભાવને પ્રકાશિત કરતો થકો શુદ્ધનય ઉદયને
પામે છે (–પ્રગટ થાય છે.) ”
પર. અહીં શ્રી અમૃતચંદ્રાચાર્યે એક વાર તો નિશ્ચયનયનો વિષય શું છે એ દેખાડતા થકા એનું કથન કર્યું.
છે અને બીજી વાર જે નિશ્ચયનયનો વિષય છે તે રૂપ આત્માનુભૂતિને જ નિશ્ચયનય કહ્યો છે. તેમને એવું કથન
કરવાનું ખાસ કારણ એ છે કે જ્યાં સુધી આ જીવ નિશ્ચયનયના વિષયને સારી રીતે હૃદયંગમ (અંતરભાવ
ભાસન) કરીને તદ્રૂપ આત્માનુભૂતિને પ્રગટ કરતા થકા તેમાં જ સુસ્થિત થતો નથી ત્યાં સુધી તે વિવિધ પ્રકારના
અધ્યવસાન* ભાવોથી ઉત્પન્ન પોતાની ભાવ સંસારરૂપ પર્યાયનો અંત કરીને મુક્તિનો પાત્ર થઈ શકતો નથી.
પ૩. મુક્તિ અને સંસારને પરસ્પર વિરોધ છે. સંસારના કારણ વિવિધ પ્રકારના અધ્યવસાન
(–વિભાવ) ભાવ છે અને મુક્તિનું કારણ તેનો ત્યાગ છે. પરંતુ વિવિધ પ્રકારના અધ્યવસાનભાવોનો ત્યાગ
કેવી રીતે થાય? એ પ્રશ્ન છે. એ તો બની શકતું નથી કે, આ જીવ એક તરફ તો વિવિધ પ્રકારના
અધ્યવસાનભાવોના કારણભૂત વ્યવહારનયને ઉપાદેય માનીને તેનો આશ્રય પણ કરતો રહે અને બીજી તરફ
સંસારનો ત્યાગ કરવા માટે ઉદ્યમ પણ કરતો રહે, કેમકે જ્યાં સુધી આ જીવ ઉપાદેય માનીને વ્યવહારનયનો
આશ્રય કરતો રહે છે ત્યાં સુધી નિયમથી અધ્યવસાનભાવોની ઉત્પત્તિ થતી રહે છે અને જ્યાં સુધી આને
અધ્યવસાનભાવોની ઉત્પત્તિ થતી રહે છે ત્યાં સુધી સંસારનો અંત થવો અસંભવ છે; તેથી જે નિશ્ચયનયનો
વિષય છે તે જ આશ્રય કરવા યોગ્ય છે, એવું જાણીને તેની અનુભૂતિને જ નિશ્ચયનય કહેલ છે. વ્યવહારનય
પ્રતિષેધ્ય કેમ છે અને નિશ્ચયનય પ્રતિષેધક કેમ છે તેનું રહસ્ય પણ આમાં જ છુપાએલું છે.
પ૪. શ્રી કુન્દકુન્દાચાર્યે સમયસાર આદિ પરમાગમમાં સર્વત્ર પ્રથમ વ્યવહારનયના વિષયને ઉપસ્થિત
કરીને, પછી નિશ્ચયનયના કથનદ્વારા જે તેનો નિષેધ કર્યો છે તેનું કારણ પણ એ જ છે. જેમ કે તેમના આ
ઉલ્લેખથી જ સ્પષ્ટ છે:–
સમયસાર ગા. ર૭ર માં કહ્યું છે કે
“આ રીતે નિશ્ચયનયદ્વારા વ્યવહારનય પ્રતિષિદ્ધ છે એમ જાણો. તથા જે મુનિઓ નિશ્ચયનયનો
આશ્રય કરનારા છે તેઓ નિર્વાણને પ્રાપ્ત થાય છે.”
પપ. અહીં ગાથામાં આવેલ “णिच्छयणयासिदा” પદ ધ્યાન દેવા યોગ્ય છે. આ દ્વારા આચાર્ય
મહારાજ સ્પષ્ટ સૂચિત કરે છે કે મોક્ષમાર્ગમાં એક માત્ર નિશ્ચયનયનો આશ્રય લેવાથી જ મુક્તિની પ્રાપ્તિ થશે,
વ્યવહારનયનો આશ્રય લેવાથી નહિ. જો કે આચાર્ય મહારાજે નિશ્ચયનયદ્વારા વ્યવહારનય પ્રતિષિદ્ધ કેમ છે
તેના કારણનું જ્ઞાન આના પહેલાં જ કરાવી દીધું છે; પણ મોક્ષમાર્ગમાં નિશ્ચયનયનો આશ્રય લેવો જ
કાર્યકારી છે એવું કહેવાથી પણ ઉપર કહેલ અર્થ ફલિત થઈ જાય છે.
પ૬. નિશ્ચયનય પ્રતિષેધક છે અને વ્યવહારનય પ્રતિષેધ્ય છે એમ શ્રી અમૃતચંદ્રાચાર્યના આ વચનથી
પણ સિદ્ધ છે. તેઓ સમયસાર ગા. પ૬ની ટીકામાં કહે છે કે:–
* શુભાશુભ ભાવ; મિથ્યા અભિપ્રાય સહિત પરિણમન: મિથ્યાનિશ્ચય; મિથ્યા અભિપ્રાય કરવો તે.