: ૮ : આત્મધર્મ : ૨૧૦
૪પ. દ્રવ્યમાં ગુણભેદ તથા પર્યાયભેદ છે તેમાં સંદેહ નથી અને એ દ્રષ્ટિથી તે ભૂતાર્થ એ પણ સાચું છે;
પરંતુ ત્રિકાળી ધ્રુવસ્વભાવી જ્ઞાયક ભાવમાં તે અંતર્લીન થઈને પણ ગૌણ રહે છે, તેથી આ અપેક્ષાએ તેમાં
આની નાસ્તિ જ જાણવી જોઈએ. કોઈ કોઈ ઠેકાણે આ ભેદવ્યવહારને અસત્યાર્થ અને મિથ્યા પણ કહેવામાં
આવ્યો છે તો એમ કહેવામાં પણ એ જ કારણ છે.
૪૬. વાત (–હકીકત) એ છે કે જે સાધક છે તેને આ ભેદ જાણવા યોગ્ય હોવા છતાં પણ આશ્રય
કરવા યોગ્ય ત્રિકાળમાં નથી, માટે તેના ઉપરથી દ્રષ્ટિ હઠાવીને જ્ઞાયકના એક માત્ર ત્રિકાળી ધ્રુવસ્વભાવ ઉપર
દ્રષ્ટિ કરવા માટે આ કહેવામાં આવ્યું છે કે જેટલો પણ ભેદ–વ્યવહાર અને સંયોગ સમ્બન્ધ છે તે સઘળોય
અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, અને મિથ્યા છે; આ રીતે જીવદ્રવ્ય સામાન્ય–વિશેષાત્મક હોવા છતાં પણ
મોક્ષમાર્ગમાં જ્ઞાયકભાવના ત્રિકાળી ધ્રુવભાવને શા માટે ભૂતાર્થ બતાવીને આશ્રય કરવા યોગ્ય કહ્યો અને
ભેદવ્યવહારને કેમ અભૂતાર્થ બતાવીને ત્યાગવા યોગ્ય બતાવ્યો તેનો વિચાર કર્યો.
૪૭. આ તો ભૂતાર્થ અને અભૂતાર્થની મીમાંસા થઈ. આ દ્રષ્ટિથી જ્યારે એ નયોનો વિચાર કરવામાં
આવે છે તો મોક્ષમાર્ગમાં આશ્રય કરવા યોગ્ય જે ભૂતાર્થ છે તે એક પ્રકારનો હોવાથી તેને વિષય કરવાવાળો
નિશ્ચયનય તો એક જ પ્રકારનો બને છે. આ પરમભાવગ્રાહી નિશ્ચયનય છે. એનું લક્ષણ બતાવતા થકા
નયચક્રમાં ગા. ૧૯૯ માં કહ્યું પણ છે:–
“જે અશુદ્ધ, શુદ્ધ અને ઉપચાર રહિત માત્ર દ્રવ્યસ્વભાવને ગ્રહણ કરે છે, સિદ્ધિને ઈચ્છનાર પુરુષદ્વારા
તે પરમ ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિકનય જાણવા યોગ્ય છે”
આ ગાથામાં આવેલ ‘सिद्धि कामेण’ પદ ધ્યાન દેવા યોગ્ય છે. તે દ્વારા એમ સૂચિત કરવામાં આવ્યું
છે કે જે પુરુષ (આત્મા) મુક્તિનો અભિલાષી છે તેણે એક માત્ર આ નયનો વિષય જ આશ્રય કરવા યોગ્ય
છે. પરંતુ આ નયના વિષયનો આશ્રય કરવો ત્યારે જ બને કે જ્યારે આ જીવની દ્રષ્ટિ ન તો જીવની શુદ્ધ
અવસ્થા ઉપર રહે, ન અશુદ્ધ અવસ્થા ઉપર રહે અને ન ઉપચરિત કથનને જ તે પોતાનું આલંબન બનાવે;
એ માટે ઉપર કહેલ ગાથામાં દ્રવ્યાર્થિકનય (નિશ્ચયનય) ના વિષયનો નિર્દેશ (–કથન; ઉપદેશ) કરતા થકા
તેને (એ નયના વિષયને) અશુદ્ધ, શુદ્ધ અને ઉપચારથી રહિત કહ્યો છે.
૪૮. નિશ્ચય શબ્દ ‘નિર’ ઉપસર્ગપૂર્વક ‘ચિ’ ધાતુથી બન્યો છે. તેનો અર્થ જે નય સર્વ પ્રકારના ચય
અર્થાત્ ગુણો અને પર્યાયોના સમુદાય, સંયોગસમ્બન્ધ, નિમિત્ત–નૈમિત્તિક સમ્બન્ધ અને ઉપાદાન–
ઉપાદેયસમ્બન્ધને પ્રકાશિત કરવાવાળા વ્યવહારથી અતિક્રાન્ત થઈને માત્ર અભેદરૂપ ત્રિકાળી ધ્રુવભાવ વા
પરમપારિણામિકભાવનો સ્વીકાર કરે છે તે નિશ્ચયનય છે.૧ તેનું કોઈ ઉદાહરણ દ્વારા કથન કરવું તો બની
શકતું નથી. કેમકે વિધિ સૂચક (અસ્તિ બતાવનાર) જે શબ્દ દ્વારા તેનું કથન કરશો તેનાથી કોઈ અવસ્થા કે
ગુણ વિશિષ્ટ વસ્તુનો જ બોધ થશે. પણ મોક્ષમાર્ગમાં આશ્રય કરવા યોગ્ય જે નિશ્ચયનો વિષય છે તે એવો
નથી માટે તેનું જે કાંઈ લક્ષણ કરવામાં આવશે તે વ્યવહારનયનું નિષેધ સૂચક જ હશે. આ બધો વિચાર
કરીને પંચાધ્યાયીકારે આનું આ પ્રકારે લક્ષણ બાંધ્યું છે:–
અ. ૧ ગા. પ૯૮–પ૯૯ નો અર્થ
“વ્યવહાર પ્રતિષેધ્ય છે અર્થાત્ નિષેધ કરવા યોગ્ય છે અને નિશ્ચય તેનો નિષેધ કરવાવાળો છે, માટે
વ્યવહારના પ્રતિષેધરૂપ જે કોઈ પણ પદાર્થ છે તે જ નિશ્ચયનયનું વાચ્ય છે. જેમ દ્રવ્ય સદ્રૂપ છે અથવા જીવ
જ્ઞાનવાન છે એવો વિષય કરવાવાળો વ્યવહારનય છે અને તેના નિષેધ સૂચક ‘ન’ એટલો માત્ર–નિશ્ચયનય
છે કે જે સર્વ નયોમાં મુખ્ય છે.”
૪૯. સમયસાર ગા. ૧૪માં શુદ્ધનયનું લક્ષણ કરતા થકા જે એમ કહ્યું છે કે “જે આત્માને બંધ અને પરના
સ્પર્શ રહિત, અન્યત્વરહિત, ચલાચલ રહિત, વિશેષ રહિત અને અન્ય સંયોગ રહિત એવા પાંચ ભાવરૂપ
૧–આ વ્યુત્પત્તિ નિશ્ચય શબ્દ ઉપરથી કરવામાં આવી છે. પં૦ શ્રી બંશીધરજી ન્યાયાલંકાર આ વ્યુત્પત્તિનો સ્વીકાર કરે છે.