: ૧૨ : આત્મધર્મ : ૨૧૦
૭. અમેરીકામાં મોટા કસાઈખાનાવાળા લાખો કમાય છે, કોઈ જુઠું બોલી, ચોરી કરીને ધનનો સંયોગ
પામે છે તે શું વર્તમાન પાપના કારણે પૈસા મળ્યા છે? ના, તે તો પાપ જ બાંધે છે વર્તમાન ધનના ઢગલા
થાય તે પૂર્વભવના પૂન્યનું ફળ છે.
૮. વર્તમાનમાં જે કાંઈ શુભ અશુભ વિકાર કરે છે અને તેની રુચિ કરે છે (તેને કરવા લાયક માને
છે) તે ત્રિકાળી જ્ઞાનાનંદની રુચિ કરતો જ નથી તેથી ૮૪ ના અવતાર કરી લોભના કૂવામાં પડેલ છે, અહીં
જુદી વાત કરવી છે કે જેને પુન્યપાપની રુચિ ગઈ છે ને પવિત્ર આત્માની રુચિ થઈ છે પણ ગૃહસ્થદશામાં છે,
તેને લોભ ઘટાડી વીતરાગી માર્ગનું બહુમાન કરાવવાનો ઉપદેશ છે.
૯. આચાર્યદેવ સુપાત્ર દાનની મહિમા બતાવતાં કહે છે કે, જેમ નદી જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં બહુ
થોડો પ્રવાહ હોય છે. પછી આગળ જતાં ઘણી નદીનો સંગમ થતાં થતાં સમુદ્ર નજીક જતાં ફિણ સહિત ઉછળી
સમુદ્રમાં મળે છે તેમ સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને પ્રથમ લક્ષ્મી થોડી હોય છે પછી મુનિ ધર્માત્માને આહારદાન દેવાનો
યોગમળતાં ભક્તિના પૂન્યથી લક્ષ્મી વધતી જાય છે અને પૂન્યના ફળમાં ઈન્દ્રાદિ દેવપદની સંપદા મળે છે પણ
તેનો સમ્યગ્દ્રષ્ટિને આદર નથી.
૧૦. જેમ સારો ખેડુ ખડ ખાતર અનાજ (બીજ) વાવતો નથી. ખડ ઉપર નજર કરી, કસ–દાણા ઉપર
નજર છે તેમ જ્ઞાનસ્વરૂપનું ભાન થતાં જ્ઞાની જીવ સાચા દેવ–ગુરુ–ધર્મ–શાસ્ત્રો માટે દાન–પૂજા, પ્રભાવના
ભક્તિ કરે છે પણ તેની દ્રષ્ટિ પુન્ય ઉપર નથી તેથી તેને અગણિત અને અપૂર્વ પુન્ય બંધાય છે.
૧૧. જેમ હજારો મણ અનાજ પાકે ત્યાં ઘાસ તો બહુ જ પાકે તેમ ધર્મજીજ્ઞાસુ તથા ધર્મીજીવ
રાગરહિત શુદ્ધ ચૈતન્ય છું તેની દ્રષ્ટિને પહોંચ્યો તેને પૂર્ણ ઉપર દ્રષ્ટિ હોવા છતાં વચ્ચે સાધકની ભૂમિકામાં
ભક્તિ દાનાદિનો શુભ રાગ આવે છે તેના ફળમાં મોટા લોકોત્તર પુન્ય હોય છે. કારણ કે ધર્મીની દ્રષ્ટિ
વીતરાગસ્વભાવ ઉપર હોય છે દેહાદિ સંયોગ કેવા મળશે કે અનુકૂળતાની આશા અને પ્રતિકૂળતાનો ભય
એવી દ્રષ્ટિ તેને નથી. પણ તે સ્વદ્રવ્યના આશ્રયે નિર્મળતા કેવી થઈ–થાય છે અને થશે તેને જાણતો
નિત્યજ્ઞાતા સ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખે છે.
૧૨. સં. ૧૯૯૧ ની સાલની વાત છે. જામનગર આવતાં નજીક અલીયાબાડા ગામ છે. ત્યાં
જામનગરથી ૧પ૦૦ માણસ ખાસ સામે આવેલા; એક ભાઈ ર।। હાથનું બાજરાનું ડુંડુ બતાવવા લાવેલ. એ
એમ બતાવે છે કે; બી જેવું વાવે તેવું ડુંડુ પાકે છે, પણ અહીં ફેર એટલો કે ધર્મીને શુદ્ધતાની દ્રષ્ટિ છે તેથી તેના
ફળમાં પૂર્ણ પવિત્ર થાય છે પણ પૂર્ણદશા ન થાય તે સુપાત્રેદાનાદિ તથા વ્રતાદિના શુભ ભાવને તેને સહેજે
એવા મોટા પુન્યબંધાઈ જાય છે કે તેના ફળમાં ઈન્દ્રાદિ પદ મળે છે. ભગવાન તીર્થંકર દેવના જન્મ કલ્યાણક
વખતે સ્વર્ગના દેવ ઐરાવત હાથીનું દિવ્યરૂપ લઈ ઉત્સવ મનાવવા આવે છે અને અસંખ્ય દેવો સાથે
મેરૂપર્વત ઉપર જન્માભિષેકનો ઉત્સવ કરે છે; તેના પુન્યનું વર્ણન સાધારણને ન બેસે.
૧૩. ધર્મીજીવને પર્યાયે–પર્યાયે વિવેક હોય છે. દેવ–ગુરુ ધર્મને ખાતર પ્રાણ આપે છતાં અભિમાન
નહિ, આશા નહિ. જેમ સારો ખેડુ ખડ ખાતર વાવે નહી અનાજ ઉપર દ્રષ્ટિ છે તેમ ધર્મી જીવ પુણ્ય એટલે
સંસાર ખાતર ધર્મ કરતો નથી. કેમકે પુન્યનો મહિમા તેની દ્રષ્ટિમાંથી નીકળી ગયેલ છે અને પૂર્ણ સ્વભાવ
ઉપર દ્રષ્ટિ તેણે સ્થાપિ છે.
(ર)
૧૪. સંસારમાં ભ્રમણ કરતાં જીવે પૂર્વે અજ્ઞાન સહિત, દયા, દાન કર્યા છે પણ એકેવાર સમ્યગ્જ્ઞાન
સહિત સુપાત્રે આહારદાન કર્યું નથી, બાહ્ય ક્રિયાની વાત નથી પણ આત્મા પોતે અંદરમાં શાન્ત જ્ઞાનાનંદ રસ
અને પૂર્ણ સામર્થ્યથી ભરેલો છે; હું જ્ઞાતા દ્રષ્ટા