Atmadharma magazine - Ank 210
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 29

background image
ચૈત્ર : ર૪૮૭ : ૧૩ :
છું, નબળાઈથી રાગ ઊઠે તેટલો હું નથી, એવા ભાન સહિત સાચા દેવ, શાસ્ત્ર, ગુરુ પ્રત્યે બહુમાન–વિનયના
શુભભાવ કેવા હોય છે તેની આ વાત છે, તેમાં રાગનો આદર નથી પણ વીતરાગી દ્રષ્ટિ અને વીતરાગી
સ્થિરતા–ચારિત્રનો આદર છે. સ્વરૂપમાં સ્થિરતા ન હોય ત્યારે જ્ઞાનીને દાનાદિના પુન્યભાવ હોય છે,
સાચામાર્ગની પ્રભાવનામાં દાનનો ભાવ વિશેષ આવે છે છતાં ત્યાં પણ વીતરાગની રુચિ અને અનુમોદના છે.
૧પ. પૈસા અને તેનું કારણ પુન્ય તે રહિત મારૂં જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેનું ભાન અને અંશે સ્થિરતા વડે
જે જિનેશ્વરના માર્ગમાં છે તેના ભક્તિ દાનને ‘વ્યવહાર’ કહેવાય છે. આતો લોભરૂપી ઊંડા કૂવામાં
ભરાએલાને બહાર લાવવાની વાત છે. મારૂં સ્વરૂપ નિર્વિકાર સ્વચ્છ જ્ઞાનમય છે એવી પ્રભુતાનો પ્રેમ, રુચિ
આદર છે. જેને છે તેને શક્તિ અનુસાર દાન દેવાનો ભાવ આવે છે.
૧૬. જે કોઈ શેઠિયો થયો તેણે વિચારવું જોઈએ કે મેં પ૦ વર્ષ મજુરી કરી, તેના પ્રમાણમાં માસીક
ર૦૦) અથવા વધારેની ગણતરી કરી દાન દેવું જોઈએ; એ રીતે સ્ત્રીએ આખી જીંદગી મજુરી કરી તેનો
હિસાબ ગણી સ્વતંત્ર પણે દાન દેવું જોઈએ. ઘરે છોકરા છોકરીના લગ્ન વખતે પાંચ પચીસ હજાર ખર્ચે છે ત્યાં
શું ફાળો કરવા જાય છે? જેમ તેમાં સહાય માગે નહિં તેમ જિનમંદિર અને પ્રતિષ્ઠાઉત્સવ બનાવનાર પોતાની
શક્તિથી બનાવે, સહાય માગે નહિ તેમજ અમે આગેવાન છીએ વગેરે માન ખાતર કાંઈ કરે નહિ.
૧૭. આ શાસ્ત્રની ૪૬ મી ગાથામાં આવે છે કે:–લોભની મુર્તિ એવા કૃપણ જીવોનું જીવતર વૃથા છે,
તેનાથી કાગડો પણ ભલો કે બળેલા ઉકડીયા મળે તો પણ એકલો ખાય નહીં, કોં કોં કરી બીજા કાગડાને
એકઠા કરીને ખાય. પૂર્વભવમાં ગુણ દાજ્યા ત્યારે પુન્ય બંધાયા છે કેમકે શાન્ત વીતરાગી દશાના ફળમાં
સંયોગ ન મળે; છતાં પૂન્યની ધુડમાં પાંચ, પચીસ લાખ મળ્‌યા તે એકલો ખાય તે કાગડામાંથી જાય છે. માટે
ગૃહસ્થો એ દાનનો વિભાગ જરૂર કરવો જોઈએ.
૧૮. “માનવ હોણો મુશ્કેલ હૈ, બને તો મોટો ભાગ્ય;
સાધુ હુઆ તો સિદ્ધ હુવા કરણો ન રહ્યો કાંઈ”
આવું એક કવિત છે, તે ઉપરથી એમ સમજવું કે:– અહો! મુનિપદ તો સિદ્ધપરમેષ્ટીની નિકટ થવાનું
પદ છે એવા નિર્ગ્રંથ સાધુ પરમેશ્વર નિરન્તર–સતત ચિદાનંદ સ્વરૂપમાં એકાગ્રતા વડે લીન રહે છે; એમને
ભક્તિપૂર્વક આહારદાન દેવાનો ધન્ય અવસર ક્્યારે મળે એવી ભાવનાવાળા ધર્મી જીવ વિવેક અને જાગ્રતી
ચૂકતા નથી અને ખાતાપીતા સર્વત્ર સંતોનું સ્મરણ કરે છે. જે આહારદાનવડે ભક્તિ કરે છે તેના ભાગ્યનો
પાર નથી. કારણ કે વીતરાગનો ભક્ત ક્રમેક્રમે રાગ મટાડી સિદ્ધ પરમાત્મા થવાનો જ છે. જે આત્મામાં
ત્રિકાળી અરાગીના લક્ષે રાગક્રમે મટાડવાની તાકત છે. તેનામાં સર્વથા રાગનો અભાવ કરવાની તાકાત છે.
૧૯. “રાગ–લોભ ઘટાડું” એમાંથી એ સિદ્ધાંત નીકળે છે કે એકેન્દ્રિય નિગોદ દશામાં જ્યાં જ્ઞાન,
દર્શન, બળની અતિશય હિનતા છે ત્યાંથી મરીને જે જીવ મનુષ્ય થાય છે તે પોતાના વીર્યથી થાય છે જેમ
તીવ્ર કષાયમાં જીવ વીર્ય (બળ) જોડે છે ત્યારે હલકી ગતિ થાય છે તેમ તે જ્યારે સ્વતંત્રપણે મંદકષાય કરે છે
ત્યારે તેના ફળમાં મનુષ્ય થાય છે, હવે પંચેન્દ્રિયપણું મળે તેથી શું? પુન્યકર્મ પણ છૂટી જાય છે તે કાંઈ શરણ
થતું નથી. કીડી હો કે રાજા હો બેઉને શરીર છોડીને બીજી ગતિમાં જવું થાય છે આ રીતે દરેક જીવ સ્વતંત્ર છે
હું ત્રિકાળી જ્ઞાન આનંદ છું એવું ભાન કરી રાગ ઘટાડી દાન કરી શકે છે.
હવે આચાર્યશ્રી કહે છે કે :–
એ તે ઘર શાના કે જેના ઘરે મુનિ ધર્માત્માનો સત્કાર, ચરણસ્પર્શ થયા નથી, મુનિને આહારદાન
નવધા ભક્તિ પૂર્વક થાય છે એવા સંતો–ધર્માત્માના પગલાથી જેનું ઘર પવિત્ર થતું નથી અને ધર્માત્મા તેના
હૃદયમાં સ્મરણરૂપે પ્રવેશ થયા નથી તેનું ઘર અને મન સ્મશાન સમાન છે અર્થાત્ વ્યર્થ છે.