: ૧૪ : આત્મધર્મ : ૨૧૦
ચૈતન્ય વસ્તુને વસવાનું સ્વક્ષેત્ર, તેમાં
કેવળજ્ઞાના બીજરૂપ ખાતમુહૂર્ત
વીર નિર્વાણ સં. ર૪૮૭ ફાગણ શુદ ૨ રાજકોટમાં શ્રી દિ. જૈન મંદિર પાસે
સ્વાધ્યાય હોલનું શિલાન્યાસ થયું તે પ્રસંગે માંગળિકરૂપે પૂ. શ્રી ગુરુદેવે કહ્યું કે:–
સર્વજ્ઞ પરમાત્માએ વસ્તુ કોને કહી છે–તે વાત ગોમ્મટસાર શાસ્ત્રમાં છે. જેમાં ગુણ–
પર્યાય વસે તથા જે ગુણ પર્યાયમાં વસે તેને વસ્તુ કહીએ. આત્મા નિત્ય પોતાના અસંખ્ય
પ્રદેશી સ્વક્ષેત્રમાં, જ્ઞાનાદિ અનંતગુણમાં તથા તેની દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ અવસ્થાઓમાં
નિવાસ કરી રહ્યો છે પણ શરીર આદિ પર વસ્તુઓમાં તેનું નિવાસ સ્થાન નથી.
આત્મા શક્તિરૂપે સિદ્ધ પરમાત્મા સમાન છે પણ બાહ્યદ્રષ્ટિ વડે રાગાદિ પુણ્યપાપની
મલિનતા છે જે આત્માને માટે અવસ્તુ છે તેમાં વાસ કરે છે, તેમાં આત્માના ગુણપર્યાયોનો
ખરેખર વાસ નથી.
અંતરચિદાનંદસ્વભાવમાં અંતર્મુખ થઈને, નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રરૂપ
નિર્મળ પર્યાય પ્રગટ કરે તો તે આત્મા પોતાના ગુણ–પર્યાયમાં વસ્યો કહેવાય ને તે ખરું
વાસ્તુ છે ને તેને સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનનું ખાતમુહૂર્ત કહેલ છે.
ધ્રુવચિદાનંદ સ્વભાવની શ્રદ્ધા કરી, સમ્યગ્દર્શનરૂપી પાયો નાખ્યો તેણે પોતાના
આત્મામાં કેવળજ્ઞાનનું અચળશિલાન્યાસ કર્યું, તેણે અસંખ્યપ્રદેશી ચૈતન્યભૂમિમાં વાસ્તુ
કર્યું.
અસંખ્યપ્રદેશી વિજ્ઞાનઘન સ્વરૂપ જે ચૈતન્યશિલા છે તેના આધારે કેવળજ્ઞાન અને
પરમાનંદ પ્રગટે છે. પૂર્ણજ્ઞાન અને આનંદ પ્રગટાવવાની તાકાત મારામાં જ છે. તે સ્વાધીન
છે એમ જેણે પોતાના આત્મામાં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન કર્યા તેણે સ્વક્ષેત્ર ચૈતન્ય ધામમાં
કેવળજ્ઞાનનું શિલાન્યાસ કર્યું. સમ્યગ્દર્શનરૂપી શિલા વડે આત્મામાં કેવળજ્ઞાનને પાયો
નાખ્યો તે અલ્પ કાળમાં કેવળજ્ઞાન પામશે તે મંગળ છે.