Atmadharma magazine - Ank 210
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 29

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૧૦
૧૭. સર્વજ્ઞ પરમાત્માએ ત્રણકાળ ત્રણલોકવર્તી સર્વ પદાર્થનું સંપૂર્ણ સ્વરૂપ પ્રત્યક્ષ જાણ્યું, અને વાણી
દ્વારા કહ્યું કે:– શરીર, મન, વાણી સદાય જડ પદાર્થ છે, તેનામાં જ્ઞાન–સુખ–દુઃખ નથી પણ તેનામાં નિત્ય
જડપણે ટકીને પરિવર્તન થવાની શક્તિ છે; તેથી તેનું જે વર્તમાન કર્મ (કાર્ય) હોય છે તે કાર્ય તેનાથી થાય છે
તારાથી નથી; કોઈ બીજાને આધારે તેનું કર્તા–કર્મ નથી. એ જ રીતે દરેક પદાર્થનું સ્વતંત્રપણું છે; એમ જાણી
સ્વ તરફ ઢળવાથી આત્માનું સાચું જ્ઞાન થાય છે. એવું સ્વતંત્રપણું કદી એક સેકન્ડ માત્ર પણ અજ્ઞાનીએ
જાણ્યું નથી, માટે સર્વ પ્રથમ દરેક પદાર્થ સદાય સ્વતંત્ર જ છે એમ સારી રીતે નક્કી કરવું જોઈએ.
૧૮. આ આંગળી હલાવવી આત્માનું કાર્ય નથી. આત્મામાં એવું સામર્થ્ય ત્રણકાળમાં નથી કે તે
પરવસ્તુની ક્રિયા કરે. દરેક પદાર્થમાં દરેક સમયે નવી નવી અવસ્થા થાય, જૂની જાય ને વસ્તુપણે તે કાયમ
ટકી રહે છે એવો નિયમ છે. વસ્તુની અવસ્થા તે તેની વ્યવસ્થા છે. જો એક સમય પણ વસ્તુ પરની
અવસ્થાને કરે તો કર્તા થનારે પોતાનું તે સમયે શું કર્યું? જો બીજો તેનું કાર્ય કરે તો બે દ્રવ્યની એકતા થાય
છે. દરેક પદાર્થ ‘ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્’ લક્ષણવાળો છે. આમ હોવાથી કોઈપણ સમયે કોઈ દ્રવ્ય પોતાનું
કર્તા કર્મ (કાર્ય) છોડી બીજાનું કાર્ય કરી શકે એમ બનતું નથી. આ સૂક્ષ્મ વાત છે. એ જાણ્યા વિના કર્તા–
કર્મનું અજ્ઞાન ટળે નહિ. કહ્યું છે કે ‘મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવેક ઉપજાયો, પૈ નિજ આતમજ્ઞાન વિના
સુખ લેશ ન પાયો.’
૧૯. આત્મા એટલે જીવ પોતે ભૂલ કરે કાં સાચું જ્ઞાન કરે, પરનું કોઈ પ્રકારે કાંઈ કરી શકતો જ નથી.
અજ્ઞાનથી માને ભલે પણ અજ્ઞાન ભાવે પર પદાર્થનું કાંઈ કરે એટલે કે આત્મા તેના કાર્યનો કર્તા થાય એ
આકાશના ફૂલ તોડવા જેવું છે. જે ત્રણ કાળમાં બને નહિ.
૨૦. પોતાને શરીરરૂપે માને ભલે પણ શરીરની ક્રિયા, ખાવા પીવાની ક્રિયા, બોલવું, ચાલવું, આંખની
પાંપણ હલાવવી એ બધી શરીરના પરમાણુદ્રવ્યની ક્રિયા હોવાથી આત્મા ત્રણ કાળ, ત્રણ લોકમાં તેને કરી
શકતો નથી. હું કરું છું એમ મિથ્યા અહંકાર કરે છે, રાગદ્વેષ મોહ કરે છે, પણ સત્ય શું એનો ક્ષણમાત્ર પણ
નિર્ણય કરીને અંતરસ્વરૂપનો અનુભવ કરતો નથી.
૨૧. અજ્ઞાની પરમાં કામ થાય છે તે મારે લીધે થાય છે એમ પરમાં એકતાબુદ્ધિ લઈ બેઠો છે. મંદિર,
મૂર્તિ, વગેરે પ્રત્યે ભક્તિવંતને પૂજા–ભક્તિનો શુભ રાગ જે થાય છે તે તેના કાળે પોતપોતાના કારણે જીવને
થાય છે. જો પરના લીધે થાય તો બધાને થવો જોઈએ અને તે એકસરખો થવો જોઈએ.
૨૨. સૌધર્મ આદિ ઈન્દ્રો સમ્યગ્દ્રષ્ટિ છે, ભક્તિવંત છે. જ્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે ત્યારે
એની મેળે જ ઈન્દ્રનું આસન કંપે છે, ઈન્દ્ર ઐરાવત હાથી ઉપર આવે છે ભક્તિના ઉલ્લાસમાં મેરુ પર્વત, ઉપર
૧૦૦૮ મોટા કળશથી અભિષેક કરી મહાન ઉત્સવ મનાવે છે તે શું છે? તે તો પોતામાં શુભ ભાવ કરે છે,
પુદ્ગલ પરાવર્તનના નિયમ પ્રમાણે પુદ્ગલની જે ક્રિયા જેમ થવાની છે તે તેમ થાય છે, પણ શુભ ભાવ છે
તેથી જડની ક્રિયા થતી નથી. ભક્તિવાનને એવો રાગ ઊઠે છે પણ જ્ઞાની રાગનો સ્વામી નથી, સર્વ પ્રકારના
રાગનો વ્યવહારથી તે જાણનાર છે. રાગ મારું કાર્ય છે અને હું તેનો કર્તા છું એમ જ્ઞાની માનતો નથી, એ
કાળે આવો રાગ હોય છે. રાગ મારા સ્વ–પર પ્રકાશક જ્ઞાનનું જ્ઞેયપણે નિમિત્ત છે એમ તે જાણે છે.
૨૩. આ સત્ય વાત સમજે નહિ ત્યાં સુધી લોકોને એમ પ્રશ્ન થાય છે કે ત્યારે અમારે કરવું શું? તેમને
બે દ્રવ્યની ભિન્નતા ભાસી નથી, તેથી સંયોગ તરફથી દેખે છે, જેમ વસ્તુ સ્થિતિ છે તેમ જોઈ શકતા નથી. પં.
બનારસીદાસજી કહે છે–