ચૈત્ર : ૨૪૮૭ : ૧૯ :
“કરે કરમ સોહી કરતારા જો જાણે સો જાનનહારા;
કરતા સો જાણે નહિ કોઈ, જાણે સો કરતા નહિ હોઈ.”
ર૪. પર જીવ–અજીવની જે ક્રિયા છે તે તે પદાર્થોથી થાય છે એમ ન માનતાં, તેનો હું કર્તા છું એમ
મિથ્યાદ્રષ્ટિ અભિમાન કરી રહ્યો છે; તેથી તેને જ્ઞાતાસ્વરૂપનું ભાન થઈ શકતું નથી.
જ્ઞાતાસ્વભાવી આત્માને જાણતાં, સર્વને જાણવાની તાકાત મારામાં છે પણ પરનું કરવાની તાકાત
મારામાં નથી એમ જ્ઞાની જાણે છે.
૨પ. તીર્થંકર ત્રણ જ્ઞાન લઈને માતાના ગર્ભમાં આવે છે. જન્મકાળે ઈન્દ્રોના આસન ચળે છે, પુણ્યમાં
પૂર્ણ છે અને પવિત્રતામાં પૂર્ણ થવાના હોય છે, દેહ બાળક છતાં એવો મજબૂત હોય છે કે ઈન્દ્ર દ્વારા હજારો
ઘડા પાણી પડે કાંઈ ન થાય. ઈન્દ્રો પગે ઘુઘરા બાંધી નૃત્ય દ્વારા ભક્તિ કરે છે. શ્રી પદ્મનંદીઆચાર્ય
ભક્તિસ્તોત્રમાં કહે છે કે હે જિનેન્દ્ર આપનો જન્મ થયો ત્યારે મેરુપર્વતમાં આપની ઉપર પાણીનો ધોધ એવો
પડ્યો કે તે પવિત્ર જળથી મેરુપર્વત તીર્થ થઈ ગયો ને તેથી આ સૂર્ય ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા મંડલ તેને
ફરતા ફર્યા કરે છે.
ર૬. ભક્તો ભક્તિના ઉછાળામાં ઉત્પ્રેક્ષા અલંકાર વડે વીતરાગતાની મહિમા ગાય છે. કે હે નાથ! આ
આકાશમાં વાદળાના ખંડ ખંડ ટૂકડા ફરે છે તેને હું એમ સમજું છું કે આપના જન્મ કલ્યાણક વખતે ઈન્દ્રોએ
લાંબા હાથ કરીને તાંડવ નૃત્ય કરેલ ત્યારે અખંડ વાદળા ખંડ ખંડ થઈ ગયા. તેનો ભાવ એમ છે કે આત્મા
સાથે કર્મ એકમેક માનતો, ભાન થયું કે એમ નથી એટલે તેના કટકા થઈ ગયા, કર્મબંધનના ટુકડા થતાં
અમારે સંસારનું બંધન તૂટી ગયું છે. જુવો ભક્તિ, ભાષા જુદી, ભાવ જુદો છે.
ર૭. રાગના કારણે રાગ, જ્ઞાનના કારણે જ્ઞાન અને જડના કારણે શરીરની ક્રિયા–સ્વતંત્ર જ છે. પરના
કામ પરથી થાય છે. મારાથી એમાં, અને એનાથી મારામાં કંઈ થાય છે એમ જ્ઞાની માને નહિ.
૨૮. શ્રી તત્ત્વજ્ઞાન તરંગિણી ગ્રંથમાં અકર્તાપણું સમજાવતાં કહ્યું છે કે શરીરની બાળ, યુવા અને વૃદ્ધ
અવસ્થા આવે છે તેમાં એક અવસ્થા ટાણે બીજી અવસ્થા લાવી શકાતી નથી કેમકે તે કાર્ય જીવને આધીન
નથી પણ તે અવસ્થાનું જ્ઞાન યાદ લાવી શકે છે. માટે જ્ઞાન કરવું તે જીવને આધીન છે. આ ઉપરથી જીવનો
સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે એમ નક્કી થાય છે.
૨૯. પણ આમાં કરવાનું શું આવ્યું? તેનો ઉત્તર કે તું કોણ અને તું શું કરી શકે છે તેનું જ્ઞાન કર. તું
તો જ્ઞાન છો, જ્ઞાન–અજ્ઞાન સિવાય તું બીજું કાંઈ કરી શકતો નથી, જ્ઞાન કરવાનું, જ્ઞાનરૂપે થવાનું કાર્ય તારું
છે અને તું એનો કર્તા એ ત્રણે કાળે તારી મર્યાદા છે. કહ્યું છે કે:–
“નિજપદમેં રમે સો રામ કહીએ”
માટે નિજપદમાં રમવું એ તારે કરવું.
૩૦. ભગવાન આત્મા શરીર, મન, વાણી અને શુભાશુભ વિકલ્પથી પાર અતીન્દ્રિય આનંદની
સંપદાથી ભરેલો પદાર્થ છે તેને અજ્ઞાની ભૂલે છે તેથી પુણ્ય–પાપની જે વૃત્તિ ઊઠે છે તેનો હું કર્તા ને તે મારૂં
કર્મ એમ અજ્ઞાનીની દ્રષ્ટિ વિકાર ઉપર પડી છે તેથી તે મિથ્યાદ્રષ્ટિ થયો થકો તે રાગમાં અને પરમાં કર્તા–
કર્મપણું માને છે.
૩૧. જ્ઞાની ગુરુ મળે તો સમજાય ને? ના, જો એનાથી સમજણ મળી જાય તો એક જ્ઞાની બધાને
સમજાવી દે પણ એમ બનતું નથી. તારો ચૈતન્ય સ્વભાવ તારામાં એકમેકપણે અનંત જ્ઞાનાનંદમય અનંત
શક્તિથી ભર્યો છે. પણ પાણી ઉપર થોડું તેલ હોય ત્યારે ઉપરના તેલને ભાળે પણ નીચે પાણી સ્વચ્છ ભર્યું છે
તેને ન ભાળે, તેમ વર્તમાન અંશમાં રાગદ્વેષ પુણ્યપાપની વૃત્તિ ઊઠે તેટલું જ ભાળનાર તેની આડમાં આખો
અનાદિઅનંત જ્ઞાતાદ્રષ્ટા આનંદમૂર્તિ કોણ છે તેને ભાળતો નથી.
૩૨. ધર્મીની દ્રષ્ટિ પુણ્ય ઉપર નથી, ઈન્દ્રો હજાર નેત્રો વડે તીર્થંકરના બાળ દેહને દેખે છે, પોતે એકા