Atmadharma magazine - Ank 210
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 29

background image
: ૨૦ : આત્મધર્મ : ૨૧૦ :
વતારી છે પણ ભક્તિ ઉછળે છે તેથી આશ્ચર્ય પ્રગટ કરીને કહે છે કે હે પ્રભુ! અંદરમાં પરમાનંદમય સ્વરૂપને
આપે જેવું અનુભવ્યું છે તે અનુપમ છે પણ બહારમાં શરીરનું રૂપ પણ ઉત્કૃષ્ટ સુંદર છે. હજાર નેત્રથી પણ
તૃપ્તિ થતી નથી એમ ભક્તિભાવ વડે અશુભમાં ન જવા માટે એવો રાગ ધર્મી જીવને આવે છે પણ તે રાગ
કરવા જેવો છે એમ તે માનતા નથી.
૩૩. ખીચડી ચૂલા ઉપર હોય ત્યારે પ્રથમ કાળી વરાળ નીકળે પછી ધોળી વરાળ નીકળે અને ઠંડી થયે
કાળી ધોળી કોઈ વરાળ ન નીકળે, તેમ પુણ્ય–પાપ ધોળી–કાળી વરાળ સમાન છે. તેને ધર્મી જીવ આશ્રય
કરવા યોગ્ય માને નહિ અને ચિદાનંદ મારો પૂર્ણ સ્વભાવ છે તેના મહાત્મ્ય આગળ પુણ્ય–પાપનું મહાત્મ્ય તેને
આવતું નથી. ચૈતન્ય સ્વભાવમાં લીન થવું તેમાં પુણ્ય–પાપની વરાળ નથી. જેને જ્ઞાયક સ્વભાવની અધિકતા
ન થઈ–રાગની અધિકતા થઈ તેને જ્ઞાતાસ્વભાવ ઉપર ક્રોધ છે.
સ્વભાવની મહાનતા ચૂકીને વિકારની મહાનતા તે અનંતાનુબંધી માન છે. સ્વભાવ નિત્યજ્ઞાનાનંદ છે
તેની દ્રષ્ટિ થઈ પછી વિકારનું બહુમાન જ્ઞાનીને થતું નથી. કોઈપણ પ્રકારનો રાગ તે વિરુદ્ધભાવ છે એમ ન
માનતાં સ્વભાવનું સામર્થ્ય ચૂકી આડાઈ કરવી, હમણાં તો રાગ કરવો જોઈએ. તે આડોડાઈ અનંતાનુબંધીનું
કપટ (માયા) છે. શુભ રાગ (પુણ્ય) ને હિતકારી માનવો તે અનંતાનુબંધી લોભ છે. આ વાત આગળ
કેટલીક વાર આવી ગઈ છે પણ આજે ફરી સ્પષ્ટતા કરી છે.
૩૪ (). સ્વભાવદ્રષ્ટિ થયા પછી એવા અજ્ઞાનમય ક્રોધાદિ થતા નથી, પણ સર્વ વિભાવને હેયપણે
જાણતું સ્વ–પર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે.
આચાર્ય કહે છે કે:–એવા જ્ઞાનનું થવું–પરિણમવું્ર તે ક્રોધાદિનું થવું–પરિણમવું નથી, જેમ પાણીની
સ્વચ્છતા શીતળતા ભાળનારો ઉપરના તેલના ટીપાને ભાળતો નથી તેમ ત્રિકાળી નિર્મળજ્ઞાન સ્વભાવને જ
ઉપાદેયપણે, એકમેકપણે જાણનારો ક્ષણિક વિકારીભાવોને પોતાના તરીકે ભાળતો નથી. ક્રોધાદિ આસ્રવનો
આદર અને જ્ઞાતાસ્વભાવનો અનાદર એવું અંતરમાં તેને ભાસતું નથી.
૩૪ (). વર્તમાનમાં અમારે કરવું શું? એમ ઘણા પૂછે છે તેનો ઉત્તર કે: ભાઈ! તું કોણ છો ને શું
કરી શકે છે, શું નથી કરી શકતો તે સમજવા પ્રયત્ન કર, તે જ વર્ત્તમાનમાં પ્રથમ કરવા જેવું છે તે સમજણ
થતાં સાચું સમાધાન થશે જ; બહારમાં જોયા કરે કે આ અમારા કામ અને હું તેનો કર્ત્તા તેને કદી દુઃખનો
આરો (અંત) આવશે નહિ.
૩પ. પ્રથમ તારું અસલી સ્વરૂપ શું તે લક્ષમાં લે; જેમ આંબા ઉપરની કેરી ખાનારના બે પ્રકાર છે–
પોપટ સીધો ઊડીને ખાય, કીડી તેના થડેથી ચડીને ખાય. ફળ ખાવામાં બેઉ સરખા છે, ફેર નથી; તેમ પ્રથમ
ભેદજ્ઞાની થઈ આત્માનું થડ પકડે તે ધીમે ધીમે સાચા સુખને અનુભવે છે અને જે ઉગ્ર પુરુષાર્થ કરે તે
પોપટની જેમ શીઘ્ર ઉગ્રસુખ અનુભવે છે. તેમાં ફેર પડતો નથી. માટે હે જીવો, તમે પ્રથમ સાચું સમજો.
જ્ઞાનસ્વરૂપ આત્માની સમજણ અને તેમાં એકતાનો અનુભવ તે જ જીવના યથાર્થ અધિકારની વાત છે.
૩૬. સંયોગો લેવા, મૂકવા, ફેરવવા તે જીવના હાથની વાત નથી. કાં તો સાચું જ્ઞાન કરે, કાં તો
અભિમાન કરે. તે શરીરમાં રોગ લાવવા માગતો નથી છતાં તે આવે છે, રોગ કાળે રોગને ટાળી ન શકે પણ
તેનું જ્ઞાન કરી શકે છે. રોગ કે નિરોગરૂપ શરીરની અવસ્થા છે તેને જીવે પકડેલ નથી કે તેને છોડી શકે. તે તો
અજ્ઞાનભાવમાં રાગ, દ્વેષ, ક્રોધાદિ વિકારને પકડે છે તે કેમ છૂટે? તે અહીં કહેવાય છે કે હું તે રૂપે નથી, શુદ્ધ
ચૈતન્ય અમૃત છું, વિકાર મારું કર્તવ્ય નથી. પણ હું શુદ્ધ ચૈતન્યમય જ્ઞાતા સ્વભાવ છું એમ દ્રષ્ટિથી સ્વભાવને
પકડે તો તેને જ્ઞાનનું થવું–પરિણમવું થાય;