Atmadharma magazine - Ank 210
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 29

background image
ચૈત્ર : ૨૪૮૭ : ૨૧ :
તેમાં વિકાર મારૂં કર્તવ્ય માનવારૂપ (જ્ઞાતા પ્રત્યે) ક્રોધાદિ થતાં નથી એમ જ્ઞાનસ્વભાવ જ અધિકપણે–
વિભાવથી ભિન્નપણે અનુભવમાં આવે છે.
૩૭. આ વાત ધર્મની શરૂઆત માટે મુખ્ય મુદની છે. તે ન સમજાય તો કાંઈ ખોટા ઉપાય વડે
શરૂઆત થઈ ન કહેવાય.
૩૮. બપોરે દાન અધિકાર વંચાય છે તેમાં વ્યવહારનું જ્ઞાન કરાવવા સાથે ભાવમાં જ્ઞાનીને ક્્યાં કેવો
વિવેક અને રાગ હોય તે સમજાવવું છે. બહારનું કરવા ન કરવાની તેમાં વાત નથી–કેમકે બહારનું જીવ કાંઈ
કરી શકતો નથી. તીવ્ર પાપમાંથી બચવા રાગ મંદ કરવા દાન અધિકારની છેલ્લી ગાથામાં આચાર્યે કહ્યું છે કે
જેમ ભમરો ગુંજારવ કરતો વનસ્પતિની કળી ઉપર જતાં તો તે ખીલી ઉઠે છે પણ પથ્થરની કળી ઉપર બેસે તો
ખીલશે નહીં, તેમ અહીં દાનનો ઉપદેશ સાંભળી જે વિવેકવાન કૂણા જીવ હશે તે તો તૃષ્ણા ઘટાડી દાન દેશે.
પણ પથ્થરની કળી જેવાને માટે આ ઉપદેશ વ્યર્થ છે–આચાર્ય તો નગ્ન દિગમ્બર વનવાસી હતા તેમને ક્્યાં
ફાળો કરવો હતો. ઉપદેશનો રાગ આવે અને વાણીનો યોગ હોય તો તે કાળે વાણી વાણીના કારણે આવે તેના
ધણી તેઓ થતા નથી. ધર્મી જીવ રાગની લીલામાં ફસાતા નથી. રાગમાં એકતા તે વ્યભિચાર છે.
૩૯. દેહની ક્રિયા થાય–ન થાય તે ઉપર પુણ્યપાપ નથી, સમકીતી ચક્રવર્તીને હજારો સ્ત્રી અને છ ખંડનું
રાજ્ય સંયોગપણે હોય છતાં ભેદજ્ઞાન વર્તે છે. સ્ત્રીનો રાગ છે પણ રાગ કરવા જેવો તે માને નહિ, રાગથી
અધિક હું આત્મા છું એની દ્રષ્ટિ તેને ખસતી નથી. પાણીની સ્વચ્છતા જોનારને સ્વચ્છતા ભાસે છે મલીનતા
નહિ, તેમ ત્રિકાળી જ્ઞાતા સ્વભાવ તે હું છું એમ સ્વભાવની દ્રષ્ટિવાળો જે થયો તેને જ્ઞાન સ્વભાવ ભાસે છે
આ તો સમ્યગ્દ્રષ્ટિની વાત છે ત્યાર પછી ઉગ્ર પુરુષાર્થ થતાં ચારિત્રની ઋદ્ધિ શું તે અલૌકિક વાત છે.
૪૦. અજ્ઞાની હોય તે શરીરની ક્રિયાનું અભિમાન કરે અને જ્ઞાની થાય તો જ્ઞાતાદ્રષ્ટાની દ્રઢતા કરે.
પરનું કોઈ કાંઈ કરી શકે નહિ. ‘હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ એમ નરસી
મહેતાએ પણ ગાયું છે. મેં આનું સુધાર્યું–બગાડ્યું, આને મેં ધન દીધું. એનો અર્થ એટલો કે એવો રાગભાવ
પોતામાં કર્યો: મેં હાથ હલાવ્યો એમ ખરેખર માનનાર આત્માને જાણતો જ નથી. આત્માને જાણ્યા વિના
આણે આ કર્યું એવું જ્ઞાન ક્યાંથી લાવ્યો? માત્ર અજ્ઞાનીની માનેલી વાત છે.
૪૧. જીવ ધીરો થઈ વિચારે અને ન્યાય તોળવામાં તેનું જ્ઞાન લંબાવે તો ખરૂં શું છે અત્યારે જાણી
શકાય છે–બગસરામાં દરબાર વાજસુરવાળાના કુંવર અમરૂ ખાચર હતા; તેમણે પૂછયું કે માંસ ખાવામાં પાપ
થાય, નર્કમાં દુઃખ ભોગવવા પડે એ વાત કેમ માનવી? ત્યારે તેને કહેલું કે એક નાસ્તિક ક્રોડપતી શેઠ છે, એક
રાજા છે. બેઉ મિત્ર છે શેઠને ત્યાં ૬૦ વર્ષની ઉંમરે એકનો એક પુત્ર જન્મ્યો, રાજા ખુશી મનાવવા ભેટ લઈને
આવે છે. બાળક રૂપવાન જોઈને રાજાને ખાવાનું મન થયું. શેઠને કહ્યું કે આ બાળકના કટકા કરી શેકીને ખાવા
માગુ છું. ત્યાં નાસ્તિક એવો શેઠ કહે–અરેરે બાપુ! આવું કરવું ઠીક નહી, પાપ છે દુઃખનું કારણ છે. રાજા કહે
પણ હું અને તું પુન્યપાપ અને તેનું ફળ, પરલોક એવું કાંઈ માનતા નથી; મને ભૂખ લાગી છે અને આનું માંસ
ખાવાથી પ્રત્યક્ષ સુખ થશે એમાં પાપ શું? હવે વિચાર કરો કે નાસ્તિક પણ આવે પ્રસંગે ‘અરેરે’ કરે છે તે એમ
બતાવે છે કે પાપના કારણે જીવને સુખ થાય નહીં જેણે પોતાની સગવડતા ખાતર અનેકને મારી નાંખવાના
દુઃખ દેવાના ક્રૂર ભાવો કર્યા છે, તેમાં કાંઈ મર્યાદા રાખી નથી તેને નિરન્તર અમર્યાદિત લાંબા કાળ સુધી દુઃખ
ભોગવવા યોગ્ય ક્ષેત્ર અહીં ક્્યાંય જોવામાં આવતું નથી પણ તે નરકનું ક્ષેત્ર છે અને તે નીચે છે.
૪ર. કોઈ કહે કે જુઠું બોલે તેની જીભ કપાય તો અમે માનીએ કે પાપનુ્રં ફળ મળે છે. પણ ભાઈ
સાંભળ: જીભ ક્યાં જીવની છે. ખોટું બોલવાનાં તેં ભાવ કર્યાં, તેનું પાપ બંધાય ને ભવિષ્યમાં પ્રતિકૂળ
સંયોગરૂપે ફળ મળે છે પણ અત્યારે જ આકૂળતાના ભોગવટાનું ફળ મળે છે એમ સૂક્ષ્મતાથી જો તો જણાશે કે
જૂઠું બોલવામાં પાપ અને આકુળતારૂપ તેનું ફળ અત્યારે જ છે પણ જોવામાં ફેર પાડે છે, ચોરી કરે–કે જુઠું
બોલે તેથી પૈસા મળતા નથી પણ પૂર્વભવના પાપાનુબંધી પુણ્યના નિમિત્તે મળે છે; તેં જેવા રાગદ્વેષરૂપી ભાવ
કર્યા તેવું જ આકુળતાનું દુઃખ તે જ સમયે તને મળે છે.