આવીને, કોઈ સ્વર્ગથી આવીને તીર્થંકર થાય છે. ગર્ભ, જન્મ, દીક્ષા (–તપ) કેવળજ્ઞાન અને મોક્ષ (–નિર્વાણ)
એ પાંચે કલ્યાણકવાળા તીર્થંકરોએ તો ત્રીજે ભવે (આગળથી) તીર્થંકર નામકર્મ બાંધેલું હોય છે સમ્યગ્દર્શનની
ભૂમિકામાં શુભરાગથી તે કર્મ બંધાય છે. અહો! આવો પૂર્ણસ્વતંત્રતાનો માર્ગ બધા પામે અને હું પૂર્ણ થાઉં, એવા
પ્રકારના રાગના નિમિત્તે કર્મ બંધાણું તે રાગ અને કર્મ બેઉ અનિત્ય છે, તીર્થંકરનો દેહ પણ અનિત્ય છે. તે
જીવોને તીર્થંકર પદ તો કેવળજ્ઞાન પ્રગટ થતાં થાય છે પણ ગૃહસ્થદશામાં વૈરાગ્ય થતાં તેમને જાતિસ્મરણજ્ઞાન
થાય છે અને વિશેષ વૈરાગ્યવંત થઈ નિર્ગ્રંથદશા ધારણ કરે છે. જગતથી સર્વ પ્રકારે ઉદાસ થઈ એવી ભાવના
તીર્થંકર પણ ભાવે છે કે હું દેહ નહિ, વાણી નહિ, મન નહિં તેમનું કારણ નથી કર્તા કરાવનાર પ્રેરક પણ નથી.
શરીર અનિત્ય છે, પુણ્યપાપ રાગદ્વેષ મોહ આસ્રવો અનિત્ય છે, મલિન છે, આત્મા નિત્ય નિર્મળ છે.
વિશેષપણે વૈરાગ્ય અર્થે જ્ઞાનીજીવ ભાવના ભાવે છે. નક્કી તે જ ભવે મોક્ષ જાય છે છતાં સર્વ તીર્થંકરો
અનિત્યાદિ બાર પ્રકારની ભાવના ભાવે છે.
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો;
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
વિચરશું કવ મહત પુરુષને પંથ જો.
માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ.
દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો.