
બેસે છે ને તુર્ત જ ચોથું જ્ઞાન–મનઃપર્યયજ્ઞાન પ્રગટે છે. જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ ન કરે ત્યાં સુધી વારંવાર
છઠા સાતમા ગુણસ્થાનમાં આવે છે અને અતીન્દ્રિય નિર્વિકાર ચિદાનંદ સ્વરૂપમાં વારંવાર લિનતાનો સ્વાદ
લેતાં આનંદના ઝુલામાં ઝુલે છે.
નગ્ન દેહ હોવા છતાં, દેહને સંયમનો હેતુ જાણી આહાર દેવાનો રાગ આવે છે. પણ કોઈ મુનિને વસ્ત્ર પાત્રાદિ
લેવા–રાખવાનો રાગ ન આવે કેમકે તે ગૃહસ્થ દશાના રાગના નિમિત્તો છે. જેથી મુનિ દશામાં (સાધુ પદમાં)
વસ્ત્ર પાત્ર સંયમનો હેતુ ત્રણ કાળમાં કદિ પણ હોય નહિ.
અંતરમાં લિનતારૂપ આનંદ દશા જેને પ્રગટે તેની બાહ્ય તેવી જ દશા હોય, “નગ્નભાવ મુંડભાવ સહ
અસ્નાનતા” એ હોય જ છે. અંદરમાં નિર્મળાનંદ ચિદ્રૂપનો સ્પર્શ–અનુભવ નિરન્તર વેદે છે તેને બાહ્ય જળથી
સ્નાન કરી શરીરને ઉજળું કરવું એવો ભાવ હોતો નથી. તેમને તો એવી ભાવના હોય છે કે અંતરમાં
એકાગ્રતા દ્વારા આનંદની લહેરમાં એવા ઝુલીએ કે શક્તિરૂપે જે આનંદ ભર્યો છે તેનો સ્વાદ લેતાં તૃપ્ત તૃપ્ત
થઈ રહીયે–અતીન્દ્રિય આનંદમાં નિત્ય કેલી કરવી જેનો સહજ સ્વભાવ છે એવો અપૂર્વ અવસર ક્્યારે
આવશે, તેની જ્ઞાનીઓ ભાવના ભાવે છે. શ્રી બનારસીદાસજી કહે છે કે:–
મોહ કર્મ મમ નાંહિ, નાંહિ ભ્રમ કૂપ હૈ
શુદ્ધ ચેતના સિંધુ હમારા રૂપ હૈ”
૭. મોહ એટલે સ્વરૂપમાં અસાવધાની તે ક્ષણીક છે, મારૂં રૂપ એવું નથી. મારા ત્રિકાળી ધ્રુવ
માનવું પરનો કર્તા ભોક્તા અથવા સ્વામી છું એમ માનવું તે ભ્રમણા છે. તે મોહનો કૂવો છે. તેમાં અનાદિથી
જીવ પડતો આવે છે પણ જે જીવ સ્વ–પરનું ભાન કરી જાગ્યો અને અનાદિના ધ્રુવ નિર્મળ સ્વભાવને જાણ્યો
તે જીવ મલીનતાને પોતાનું સ્વરૂપ માને નહી. જ્ઞાનીઓને મુનિ દશામાં ઘોર તપશ્ચર્યા હોય છે પણ તેમના
મનને તાપ હોતો નથી “ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ” એવું તેમનું સ્વરૂપ હોય છે.
ભંડારની અંદરમાંથી ધ્રુવ સ્વભાવની રુચિ કરી જે જાગ્યો તેને અતીન્દ્રિય સ્વભાવ મારામાં ભર્યો જ છે એવી
પ્રતીતિ હોય છે. તેવી પ્રતીતિ થયા પછી ચારિત્રમાં નિર્ગ્રંથ દશા થતાં બાહ્યમાં પ્રતિકૂળતાના ગંજ આવે તો તે
કોઈ વિઘનકર્તા બની શકવા સમર્થ નથી. તપનું લક્ષણ ઈચ્છા નિરોધ છે તેનું અસ્તિથી લક્ષણચૈતન્યના
આનંદમાં પ્રતાપવંતપણે શોભવું એ છે.