Atmadharma magazine - Ank 211
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 29

background image
વૈશાખ : ૨૪૮૭ : :
૪૧. આવી રીતે આટલા વિવેચનથી આ સિદ્ધ થયું કે પ્રત્યેક ઉપાદાન પોતપોતાની સ્વતંત્ર
યોગ્યતાસમ્પન્ન હોય છે અને તેના અનુસારે પ્રત્યેક કાર્યની ઉત્પત્તિ થાય છે, તથા એનાથી એ પણ સિદ્ધ થયું
કે પ્રત્યેક સમયનું ઉપાદાન પૃથક્ પૃથક્ છે, એટલા માટે તેના વડે ક્રમ પૂર્વક જે જે પર્યાયો ઉત્પન્ન થાય છે તે
પોત–પોતાના કાળમાં નિયત છે. તે પોતપોતાના સમયે જ થાય છે. આગળ પાછળ થતી નથી. આ વાતને
સ્પષ્ટ કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્ય પ્રવચનસાર ગા. ૯૯ ની ટીકામાં કહે છે કે –
यथैव हि परिगृहीत द्राधिम्नि ×××’
“જેમ જેણે વિવક્ષિત (–અમુક) લંબાઈ ગ્રહણ કરી છે એવી લટકતી મોતીની માળામાં પોતપોતાના
સ્થાનમાં પ્રકાશતાં સમસ્ત મોતિયોમાં પછી પછીનાં સ્થાનોમાં પછી પછીનાં સ્થાનોમાં પછી પછીનાં મોતિયો
પ્રગટ થતાં હોવાથી અને પહેલાં પહેલાંના મોતિઓ નહિ પ્રગટ થતાં હોવાથી તથા બધેય પરસ્પર
(મોતિયોમાં) અનુસ્યૂતિ
સૂચક એક દોરો અવસ્થિત હોવાથી ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યરૂપ ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ
પામે છે.
“તેમ જેણે નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે એવા રચાતા (પરિણમતા) દ્રવ્યમાં પોતપોતાના કાળમાં
પ્રકાશમાન (પ્રગટ) થવાવાળા સમસ્ત પર્યાયોમાં પછી પછીના કાળોમાં પછી પછીના પર્યાયો ઉત્પન્ન થવાથી
અને પહેલાં પહેલાંના પર્યાયોનો વ્યય થવાથી તથા એ સમસ્ત પર્યાયોમાં અનુસ્યૂતિપૂર્વક એક પ્રવાહ
અવસ્થિત હોવાથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.”
૪૨. આ પ્રવચનસારની ટીકાનું ઉદ્ધરણ છે કે જે પ્રત્યેક દ્રવ્યમાં ઉત્પાદાદિ ત્રયના સમર્થન માટે
લેવામાં આવેલ છે. આમાં દ્રવ્યના સ્થાને મોતીની માળા છે, ઉત્પાદ–વ્યયના સ્થાને મોતી છે અને અન્વય
(ઉર્ધ્વતા સામાન્ય) ના સ્થાને દોરો છે. જેમ મોતીની માળામાં સમસ્ત મોતી પોતપોતાના સ્થાનમાં પ્રકાશી
રહ્યા છે. ગણતરીના ક્રમથી તેમાંથી પછી પછીનું એક એક મોતી અતીત (વ્યય) થતું જાય છે અને પહેલાં
પહેલાંનું એકેક મોતી પ્રગટ થતું જાય છે. તો પણ સમસ્ત મોતીઓમાં દોરો અનુસ્યૂત હોવાથી તેમાં અન્વય
બની રહે છે, તેથી ત્રિલક્ષણપણાની સિદ્ધિ થાય છે. તે જ પ્રકારે નિત્ય પરિણામ–સ્વભાવ એક દ્રવ્યમાં અતીત,
વર્તમાન અને અનાગત સમસ્ત પર્યાયો પોત–પોતાના કાળમાં પ્રગટ થઈ રહ્યા છે. તેથી તેમાંથી
*પૂર્વ પૂર્વ
પર્યાયો ક્રમથી વ્યયને પામતા હોવાથી પછી પછીના પર્યાયો ઉત્પાદરૂપ થતા જાય છે અને તેમાં અનુસ્યૂતિ
પૂર્વક એક અખંડ પ્રવાહ (ઉર્ધ્વતાસામાન્ય) નિરન્તર અવસ્થિત રહે છે, માટે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યરૂપ
ત્રિલક્ષણપણાની સિદ્ધિ થાય છે, આ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
૪૩. આને જો વિશેષ અધિક સ્પષ્ટરૂપે જોવામાં આવે તો જણાય છે કે ભૂતકાળમાં પદાર્થમાં જે જે
પર્યાયો થતા હતા તે બધા દ્રવ્યરૂપે વર્તમાન પદાર્થમાં અવસ્થિત છે અને ભવિષ્ય કાળમાં જે જે પર્યાયો થશે તે
પણ દ્રવ્યરૂપે વર્તમાન પદાર્થમાં અવસ્થિત છે. તેથી જે પર્યાયના ઉત્પાદનો જે સમય હોય છે તે જ સમયમાં તે
પર્યાય ઉત્પન્ન થાય છે. અને જે પર્યાયના વ્યયનો જે સમય હોય છે તે સમયે તે વ્યય થઈ જાય છે. એવો એક
પણ પર્યાય નથી કે જે દ્રવ્યરૂપે વસ્તુમાં (દ્રવ્યમાં) ન હોય અને ઉત્પન્ન થઈ જાય અને એવો એક પણ પર્યાય
નથી કે જેનો વ્યય થતાં દ્રવ્યરૂપે વસ્તુમાં તેનું અસ્તિત્વ જ ન હોય.
૪૪. આ જ વાતને સ્પષ્ટ કરતા થકા આપ્ત મીમાંસામાં સ્વામી સમન્તભદ્ર કહે છે કે:–
यद्यसत् सर्वथा कार्यं तन्मा जनि ख पुष्पवत् ।
मोपादाननियमो भून्माश्यासः कार्य जन्मनि ।। ४२।।
૧. અનુસ્યૂતિ–ક્રમબદ્ધ: પરોવેલ; ગૂંથાએલ. (નાલંદા. શેષ, પૃ. પ૭.)
૨. લેખના ભાગનો જેમનો તેમ ઉતારો; અવતરણ.
* પૂર્વ–પહેલાં