Atmadharma magazine - Ank 211
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 29

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૧૧ :
“જો કાર્ય સર્વથા અસત્ છે અર્થાત્ જેમ તે પર્યાયરૂપે અસત્ છે તેમ તે દ્રવ્યરૂપે પણ અસત્ છે તો જેમ
આકાશના ફૂલની ઉત્પત્તિ થતી નથી તેમ કાર્યની પણ ઉત્પત્તિ ન થાઓ તથા ઉપાદાનનો નિયમ પણ ન રહે
અને કાર્ય ઉત્પન્ન થવામાં વિશ્વાસ (–સારી રીતે ભરોસો) પણ થાય નહિ. ૪૨
આ જ વાતને આચાર્ય વિદ્યાનંદે ઉક્ત શ્લોકની ટીકામાં આ શબ્દોમાં સ્વીકાર કરેલ છે:– “कथंचित्
सत् एव × ×” જેમ કથંચિત્ સત્નો જ વિનાશ ઘટિત થાય છે તેમ કથંચિત્ સત્નો જ ધ્રૌવ્ય અને ઉત્પાદ
ઘટિત થાય છે.
૪પ. પ્રધ્વંસાભાવના સમર્થનના પ્રસંગે આ જ વાતને વધારે સ્પષ્ટ કરતા થકા આચાર્ય વિદ્યાનંદ
અષ્ટસહસ્રી પૃ. પ૩ માં કહે છે કે–“સ હિ દ્રવ્યસ્ય વા ×××” ‘તે અત્યંત વિનાશ દ્રવ્યનો થાય છે કે પર્યાયનો?
દ્રવ્યનો તો થઈ શકતો નથી, કેમકે તે નિત્ય છે. પર્યાયનો પણ થઈ શકતો નથી, કેમકે તે દ્રવ્યરૂપે ધ્રૌવ્ય છે.
જેમ વિવાદયુક્ત મણિ આદિમાં મલ આદિ પર્યાયરૂપે નાશવાન હોવા છતાં પણ દ્રવ્યરૂપે ધ્રુવ છે. અન્યથા (–
બીજી રીતે) તેની સત્ત્વરૂપે (–અસ્તિત્વરૂપે; સત્તારૂપે.) ઉત્પત્તિ થઈ શકતી નથી.”
૪૬. અહીં સ્વામી સમંતભંદ્રે અને આચાર્ય શ્રી વિદ્યાનંદે પ્રત્યેક કાર્યની દ્રવ્યમાં જે કથંચિત્ સત્તા
સ્વીકારી છે તેનું આ જ તાત્પર્ય છે કે પ્રત્યેક કાર્ય દ્રવ્યમાં શક્તિરૂપે અવસ્થિત રહે છે. જો તે તેમાં શક્તિરૂપે
અવસ્થિત ન હોય તો તેનો ઉત્પાદ એમ બની શકતો જ નથી, જેમ આકાશના ફૂલનો ઉત્પાદ નથી બનતો.
વળી એટલું જ નહિ, જે ઉપાદાનનો નિયમ છે કે આનાથી આ જ કાર્ય ઉત્પન્ન થાય છે, એના વિના આ
નિયમ પણ બની શકતો નથી. ત્યારે તો માટીથી વસ્ત્રની અને જીવથી અજીવની પણ ઉત્પત્તિ થઈ જવી
જોઈએ અને જો એમ થવા લાગે તો આનાથી આ જ કાર્ય થશે એવો ભરોસો કરવો કઠણ થઈ જશે. તેથી
દ્રવ્યમાં શક્તિરૂપે જે કાર્ય વિદ્યમાન છે તે જ સ્વકાળ આવતાં કાર્યરૂપે પરિણમે છે એવો નિશ્ચય કરવો જોઈએ.
૪૭. કારણમાં કાર્યની સત્તા તો સાંખ્યદર્શન પણ માને છે, પરંતુ તે પ્રકૃતિને સર્વથા નિત્ય અને તેમાં
કાર્યની સત્તાને સર્વથા સત્ માને છે. માટે તેણે કાર્યનો ઉત્પાદ અને વ્યય ન માનીને તેનો અવિર્ભાવ (–પ્રગટ
થવું) અને તિરોભાવ (–છૂપાવું) માનેલ છે. જૈન દર્શનનો સાંખ્યદર્શનથી જો કોઈ મતભેદ છે તો તે આ જ
વાતમાં છે કે, તે કારણને સર્વથા નિત્ય માને છે જૈન દર્શન કથંચિત્ નિત્ય માને છે તે કારણમાં કાર્યની સર્વથા
સત્તા માને છે, જૈન દર્શન કથંચિત્ સત્ત્વ (સત્તા) માને છે. તે (સાંખ્ય દર્શન) કાર્યનો આવિર્ભાવ–તિરોભાવ
માને છે, જૈનદર્શન કાર્યનો ઉત્પાદ–વ્યય માને છે.
૪૮. કારણમાં કાર્ય સર્વથા નથી, પહેલાં તેનો સર્વથા પ્રાગભાવ છે એ મત નૈયાયિક દર્શનનો છે. પણ
જૈન દર્શન તેનાથી પણ વિરુદ્ધ છે. તે ન તો સર્વથા સાંખ્યદર્શનનું જ અનુસરણ કરે છે તથા ન સર્વથા
નૈયાયિક દર્શનનું જ. અને એ બરાબર પણ છે કેમકે દ્રવ્ય કથંચિત્ નિત્ય ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય સ્વભાવ
પ્રતીતિમાં આવે છે. સાથે જ તેમાં કાર્યની કારણરૂપે સત્તા હોવાથી જે જે કાર્યનો સ્વકાલ હોય છે તે કાળમાં
તેનો જન્મ (ઉત્પાદ) થાય છે.
૪૯. આ વિષયના પોષક અન્ય ઉદાહરણોની વાત છોડીને જો આપણે કાર્મણ વર્ગણાઓને કર્મરૂપે
પરિણમનની જે પ્રક્રિયા (–પદ્ધતિ) છે અને કર્મરૂપ થયા પછી તેની જે વિવિધ (જુદી જુદી, અનેક)
અવસ્થાઓ થાય છે તેના ઉપર ધ્યાન આપીએ તો પ્રત્યેક કાર્ય સ્વકાળે થાય છે એ તત્ત્વ અનાયાસ સમજમાં
આવી જાય છે; સાધારણ નિયમ એ છે કે પ્રારંભનાં ગુણસ્થાનોમાં આયુબંધના સમયે આઠ કર્મોનો અને
અન્ય